Good News : આફ્રિકામાં અટકી ઓમિક્રોનથી આવેલી ચોથી લહેર, ઝડપથી ઘટી રહ્યા છે કોરોના કેસ

|

Jan 14, 2022 | 4:30 PM

WHOએ કહ્યું, 'આફ્રિકામાં મહામારીનો સામનો કરવા માટે હજુ પણ મજબૂત પગલાંની જરૂર છે. આ સાથે રસીકરણ અભિયાન પણ ઝડપી ગતિએ ચલાવવાની જરૂર છે.

Good News : આફ્રિકામાં અટકી ઓમિક્રોનથી આવેલી ચોથી લહેર, ઝડપથી ઘટી રહ્યા છે કોરોના કેસ
Fourth wave of Omicron stopped in Africa, cases decreasing rapidly

Follow us on

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)  એ કહ્યું છે કે આફ્રિકામાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા સ્વરૂપ ઓમિક્રોનની (Omicron) ચોથી લહેર હવે સમાપ્ત થઈ રહી છે. છ અઠવાડિયા સુધી કેસમાં ઉછાળો આવ્યા પછી, હવે કેસ ઘટવાનું શરૂ થયુ છે. ઓમિક્રોનનો પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાં 24 નવેમ્બરે નોંધાયો હતો. WHO એ 26 નવેમ્બરે તેને ચેપનું ચિંતાજનક સ્વરૂપ જાહેર કર્યું હતું. આફ્રિકા માટે ડબ્લ્યુએચઓના પ્રાદેશિક નિર્દેશક ડૉ. માતશિદિશોન મોતીએ જણાવ્યું હતું કે, “પ્રારંભિક મૂલ્યાંકન સૂચવે છે કે આફ્રિકામાં ચોથી લહેર ઝડપથી ઘટી રહી છે અને કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે.”

તેમણે કહ્યું, ‘આફ્રિકામાં રોગચાળાનો સામનો કરવા માટે હજુ પણ મજબૂત પગલાંની જરૂર છે અને તે છે ઝડપી રસીકરણ અભિયાન ચલાવવાનું. આગામી લહેર કદાચ હળવી નહીં હોય.’ ગુરુવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં WHOએ કહ્યું, ‘આફ્રિકામાં ઓમિક્રોનથી આવેલી ચોથી લહેર હવે છ સપ્તાહની તેજી પછી શમી ગઈ છે.

ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલ Dr. Tedros Adhanom Ghebreyesus એ ચિંતા વ્યક્ત કરી કે વૈશ્વિક સ્તરે 9.4 બિલિયનથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા હોવા છતાં, 90 દેશો ગયા વર્ષના અંત સુધીમાં તેમની વસ્તીના 40 ટકા રસીકરણના લક્ષ્ય સુધી પણ પહોંચી શક્યા નથી અને તેમાંથી 36 દેશોએ હજુ સુધી તેમની વસ્તીના 10 ટકા રસીકરણ કર્યું નથી. તેમણે કહ્યું કે આફ્રિકાની 85 ટકાથી વધુ વસ્તીને હજુ સુધી રસીનો પ્રથમ ડોઝ મળવાનો બાકી છે. WHO ના ડાયરેક્ટર જનરલે કહ્યું, ‘જો આપણે આ અંતરને દૂર કરવા માટે સાથે મળીને કામ નહીં કરીએ, તો આપણે રોગચાળાને ખતમ કરી શકીશું નહીં.’

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

બ્રિટન અને યુ.એસ.ના વૈજ્ઞાનિકો કહે છે કે પ્રારંભિક સંકેતો સૂચવે છે કે ઓમિક્રોન કેસ ટોચ પર છે પરંતુ તેઓ હજુ પણ રોગચાળાના આગળના તબક્કા વિશે અનિશ્ચિત છે. અમેરિકામાં આ અઠવાડિયે સૌથી વધુ 78 ટકા કેસ નોંધાયા છે. યુરોપમાં નવા કેસોમાં 31 ટકાનો વધારો થયો છે, જ્યારે મૃત્યુની સંખ્યામાં 10 ટકાનો ઘટાડો થયો છે. મોટાભાગના કેસો દક્ષિણપૂર્વ એશિયામાંથી આવ્યા છે.

 

આ પણ વાંચો –

ભૂટાનમાં 166 ઇમારતો અને રસ્તાઓ બનાવી રહ્યુ છે ચીન, ડોકલામ નજીક આખું ગામ વસાવવાનો છે પ્લાન

આ પણ વાંચો –

Blackout in Afghanistan : અફઘાનિસ્તાનમાં અંધારપટ્ટ, ઉઝબેકિસ્તાનથી વીજળી સપ્લાયમાં 60 ટકાનો ઘટાડો

Next Article