જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના આજે અંતિમ સંસ્કાર, PM મોદી હાજરી આપવા પહોંચ્યા ટોક્યો

|

Sep 27, 2022 | 6:45 AM

PM Modi Japan Visit વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે જાપાનના ટોક્યો પહોંચ્યા છે. પીએમએ અગાઉ ટ્વિટ કર્યું હતું કે તેઓ તમામ ભારતીયો વતી શ્રીમતી આબે પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરશે.

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના આજે અંતિમ સંસ્કાર, PM મોદી હાજરી આપવા પહોંચ્યા ટોક્યો
pm modi in japan
Image Credit source: ANI

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કાર (Shinzo Abe’s Funeral) કાર્યક્રમમાં ભાગ લેવા માટે આજે ટોક્યો પહોંચ્યા છે. અહીંથી પીએમ અકાસાકા પેલેસ જશે, જ્યાં તેમને આવકારવામાં આવશે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું કે મુલાકાત દરમિયાન વડાપ્રધાન બુડોકનમાં જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે થનાર અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ મોદીની જાપાન મુલાકાત કુલ 12 થી 16 કલાકની છે.

જાપાનના પીએમ કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક કરશે

આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી જાપાનના વડાપ્રધાન કિશિદા અને શ્રીમતી આબેને પણ મળશે. જ્યા વ્યક્તિગત રીતે સંવેદના વ્યક્ત કરશે. તો જાપાનના વડાપ્રધાન કિશિદાને સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.

PMએ રવાના થતા પહેલા ટ્વિટ કર્યું

જાપાન જવાના કલાકો પહેલા પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે તેઓ જાપાનના ભૂતપૂર્વ પીએમ શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા જઈ રહ્યા છે, એક પ્રિય મિત્ર અને ભારત-જાપાન મિત્રતાના મહાન ચેમ્પિયન હતા. તેમણે કહ્યું કે તમામ ભારતીયો વતી હું વડાપ્રધાન કિશિદા અને શ્રીમતી આબે પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરવા માંગુ છું. PM એ કહ્યું કે આબેની કલ્પના અનુસાર અમે ભારત-જાપાન સંબંધોને વધુ મજબુત બનાવવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

વિશ્વભરમાંથી હજારો મહાનુભાવો હાજરી આપશે

આબેના અંતિમ સંસ્કાર આજે થશે અને તેમાં વિશ્વભરના હજારો મહાનુભાવો હાજરી આપશે. 20 થી વધુ રાજ્ય અને સરકારના વડાઓ સહિત 100 થી વધુ દેશોના પ્રતિનિધિઓ અંતિમ સંસ્કારમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.

મોદીને તેમના પ્રિય મિત્ર માનતા હતા

વડાપ્રધાન મોદી શિન્ઝો આબેને પોતાના પ્રિય મિત્ર માનતા હતા. જ્યારે તેઓ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વડાપ્રધાન આબે સાથે ઘણી મુલાકાતો કરી હતી. બંને નેતાઓએ ભારત-જાપાન સંબંધોને વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીનો દરજ્જો આપ્યો છે.

ગોળી મારી હત્યા કરવામાં આવી હતી

શિન્ઝો આબેની 8 જુલાઈના રોજ નારા શહેરમાં પ્રચાર ભાષણ દરમિયાન હત્યા કરવામાં આવી હતી. શિન્ઝો આબેના માનમાં ભારતે 9 જુલાઈએ રાષ્ટ્રીય શોકનો દિવસ જાહેર કર્યો હતો.

Next Article