
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું (Japan Former PM Shizo Abe Murder) નિધન થયું છે. પશ્ચિમ જાપાનમાં એક ચૂંટણી કાર્યક્રમમાં ભાષણ દરમિયાન તેમને ગોળી વાગી હતી. ગોળી વાગ્યા બાદ આબેને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જાપાનના સ્થાનિક મીડિયાએ શુક્રવારે આ માહિતી આપી હતી. દરમિયાન, NHK એ ઘટનાનું એક ફૂટેજ પ્રસારિત કર્યું, જેમાં અબેને રસ્તા પર પડતા જોઈ શકાય છે અને ઘણા સુરક્ષા કર્મચારીઓ તેમની તરફ દોડતા જોઈ શકાય છે.
જ્યારે આબે જમીન પર પડ્યા તેમણે તેમની છાતી પર હાથ મૂક્યો અને તેમના શર્ટ પર લોહી જોવા મળ્યું. આબેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. NHKએ જણાવ્યું કે પોલીસે ઘટનાસ્થળેથી એક શકમંદની ધરપકડ કરી છે. પ્રત્યક્ષદર્શીઓએ નારા વિસ્તારમાં ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. સંસદના ઉપલા ગૃહ માટે રવિવારના મતદાનના રન-અપમાં ચૂંટણી કાર્યક્રમમાં ભાષણ આપવા માટે ઉભા થયા ત્યારે આબે પર હુમલો કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, જાપાનના પૂર્વ પીએમ શિંઝો આબેને ગોળી મારનાર શંકાસ્પદ વ્યક્તિએ તેને બંદૂકથી બે વાર ગોળી મારી હતી અને આબે જમીન પર પડ્યા પછી પણ તે ત્યાં જ ઊભો રહ્યો હતો. આરોપીઓએ ભાગવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો. શુક્રવારે નારામાં એક શેરીમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે શિન્ઝો આબે પર એક વ્યક્તિએ પાછળથી હુમલો કર્યો હતો. પોલીસે શિન્ઝો આબે પર હુમલો કરનાર વ્યક્તિને પકડી લીધો છે. હવે તેની ઓળખ કરવામાં આવી રહી છે. આ સાથે તેણે આબે પર શા માટે હુમલો કર્યો તે જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Published On - 9:30 am, Fri, 8 July 22