ભારતમાં ઇઝરાયેલના પૂર્વ રાજદૂત રોન મલ્કાની, હાઇફા પોર્ટ કંપની (HPC)ના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ કંપની ઇઝરાયેલના ગેડોટ ગ્રુપ અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડની માલિકીની છે. ભૂતપૂર્વ રાજદૂત રોન મલ્કાએ ટ્વીટ કર્યું છે કે આ પદ સંભાળ્યા બાદ હું સન્માનિત અનુભવું છું. મલકાને વેપાર અને નાણાંકીય બાબતોમાં જાણકાર માનવામાં આવે છે.
રોન મલ્કાએ ટ્વીટ કર્યું કે, અદાણી વતી હાઈફા પોર્ટ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા અને આજે પદ સંભાળ્યું. ગેડોટ અને અદાણી ગ્રુપનો અનુભવ અને પોર્ટ કર્મચારીઓનું સમર્પણ હાઈફા પોર્ટને નવી ઊંચાઈએ લઈ જશે.
રોન મલ્કાને વર્ષ 2018માં ભારતમાં ઈઝરાયેલના રાજદૂત બનાવવામાં આવ્યા હતા. તેમને બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો પર ધ્યાન અને દિશા પ્રદાન કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ભારત-ઈઝરાયેલ મુક્ત વેપાર કરાર અને હાઈફા પોર્ટ પ્રોજેક્ટ પર ચર્ચાએ ઝડપ પકડી હતી, પરંતુ કોરોના વાયરસના પ્રકોપ બાદ આ ગતિ ધીમી પડી ગઈ હતી.
I’m honored and privileged to take office today as Executive Chairman of the Haifa Port Company, on behalf of @AdaniOnline. The experience and expertise of Adani and Gadot, combined with the dedication of the port workers, will take Haifa Port to new heights of prosperity 🇮🇳🤝🇮🇱 pic.twitter.com/PIVC2w576U
— Ron Malka 🇮🇱 (@DrRonMalka) April 2, 2023
મલ્કાએ અર્થશાસ્ત્રમાં પીએચડી સાથે MBA પણ કર્યું છે. વડા પ્રધાનના કમિશનમાં આર્થિક સલાહકાર તરીકે કામ કરી ચૂકેલા મલ્કાએ ઇઝરાયેલની કંપનીઓ અને ખાનગી પ્રોજેક્ટ્સ સહિત ઘણી આંતરરાષ્ટ્રીય કંપનીઓના નાણાકીય સલાહકારની ભૂમિકા પણ ભજવી છે. આટલું જ નહીં, વર્ષ 2021 માં, મલ્કાને ઇઝરાયેલ સરકારે તેના અર્થતંત્ર મંત્રાલયના મહાનિદેશક તરીકે પણ નામાંકિત કર્યા હતા. અર્થતંત્ર મંત્રાલય વાણિજ્ય, ઉદ્યોગ અને શ્રમની બાબતોનું સંચાલન કરે છે.
જણાવી દઈએ કે હાઈફા પોર્ટ કંપની ઈઝરાયેલના ઉત્તરમાં છે. તે ઇઝરાયેલના બે સૌથી મોટા વ્યાપારી બંદરોમાંનું એક છે. આ બંદર ઇઝરાયેલના લગભગ અડધા કન્ટેનર કાર્ગોનું સંચાલન કરે છે. આ બંદર ક્રુઝ જહાજોના ટ્રાફિકને પણ સરળ બનાવે છે. બંદરમાં બે કન્ટેનર ટર્મિનલ અને બે મલ્ટી-કાર્ગો ટર્મિનલ છે.