S Jaishankar Israel Visit: વિદેશપ્રધાન એસ.જયશંકરે ઈઝરાયેલના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે કરી મુલાકાત, દ્વિપક્ષીય સંબંધો પર થઈ ચર્ચા

|

Oct 20, 2021 | 5:02 PM

જયશંકર 5 દિવસના ઈઝરાયેલ પ્રવાસ પર છે. વિદેશ મંત્રી તરીકે આ તેમની પ્રથમ ઈઝરાયેલ યાત્રા છે. તે ઈઝરાયેલના વિદેશ મંત્રી યાયર લેપિડના નિમંત્રણ પર આવ્યા છે. આ બેઠક ઈઝરાયેલના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન બેઈટ હનાસીમાં થઈ હતી.

S Jaishankar Israel Visit: વિદેશપ્રધાન એસ.જયશંકરે ઈઝરાયેલના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે કરી મુલાકાત, દ્વિપક્ષીય સંબંધો પર થઈ ચર્ચા
S Jaishankar Meets Naftali Bennett, Isaac Herzog

Follow us on

Foreign Minister S Jaishankar in Israel: વિદેશ મંત્રી એસ.જયશંકરે બુધવારે ઈઝરાયલના રાષ્ટ્રપતિ ઈસાક હર્જોગ (Isaac Herzog) અને વડાપ્રધાન નફ્તાલી બેનેટ (Naftali Bennett) સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબુત બનાવવા સહિત વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જયશંકર 5 દિવસના ઈઝરાયેલ પ્રવાસ પર છે. વિદેશ મંત્રી તરીકે આ તેમની પ્રથમ ઈઝરાયેલ યાત્રા છે. તે ઈઝરાયેલના વિદેશ મંત્રી યાયર લેપિડના નિમંત્રણ પર આવ્યા છે. આ બેઠક ઈઝરાયેલના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન બેઈટ હનાસીમાં થઈ હતી. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર રાષ્ટ્રપતિ હર્જોગે ઈઝરાયેલની સાથે સંબંધોને મજબુત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી જયશંકર અને બીજા મંત્રીઓની પ્રતિબદ્ધતા માટે ધન્યવાદ આપ્યા.

 

રાજદ્વારી કાર્યકારી બેઠક દરમિયાન હર્ઝોગે વિવિધ ક્ષેત્રોમાં આગળ વધતા ઈઝરાયેલ-ભારત સંબંધોની સરાહના કરી. આવતા વર્ષે ભારત અને ઈઝરાયલ વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 30મી વર્ષગાંઠ પહેલા રાષ્ટ્રપતિ હર્ઝોગે આ મહત્વપૂર્ણ સંબંધને વધુ ગાઢ અને મજબૂત બનાવવા સહકાર આપવાના તેમના વ્યક્તિગત હેતુ પર ભાર મૂક્યો હતો.

મુલાકાતને ગણાવી મોટી સન્માનની વાત

રાષ્ટ્રપતિ હર્જોગ અને જયશંકરે વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી છે. જયશંકરે કહ્યું કે રાષ્ટ્રપતિ હર્જોગ સાથે તેમની મુલાકાત મોટા સન્માનની વાત છે. વિદેશ મંત્રી જયશંકરે બેઈટ હનાસીમાં વિઝિટર બુકમાં લખ્યું, “જેમ જેમ અમે અમારા સંબંધોની પ્રગતિની 30મી વર્ષગાંઠની નજીક આવી રહ્યા છીએ તેમ તેમ હું ભારતના લોકો અને સરકારને શુભેચ્છાઓ આપું છું.” મંગળવારે વિદેશ મંત્રી જયશંકરે લખ્યું. ઈઝરાયેલી સંસદના સ્પીકર નેસેટ મિકી લેવીને પણ મળ્યા હતા.

 

સ્પીકર માઈકે લેવી સાથેને પણ મળ્યા જયશંકર

જયશંકરે ટ્વીટ કર્યુ ઈઝરાયેલ સંસદના સ્પીકર નેસેટ મિકી લેવી સાથે આજે સવારે મુલાકાત કરી. તેમને કહ્યું હતું વિદેશ મામલે અને રક્ષા સમિતિના અધ્યક્ષ રામ બેન બરાક સાથે ઘણી ચર્ચા કરી. વિદેશ મંત્રીએ કહ્યું કે તે ભારતની સાથે સંબંધોને નેસેટમાં વ્યાપક સમર્થનની સરાહના કરે છે. તેમને આધુનિક પશુધન વ્યવસ્થાપન ટેકનોલોજી જોવા માટે કિબુટ્ઝ બેરુત યિત્ઝાકની પણ મુલાકાત લીધી હતી.

 

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં ઇસ્કોનનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરાયું, ઇસ્કોને કહ્યું “તેઓએ ભક્તોની હત્યા કરી, ટ્વિટરે અમારો અવાજ દબાવ્યો”

 

આ પણ વાંચો: rashid khan: દેશમાં યુદ્ધ ચાલી રહ્યું હતું, ઘર છોડવાની મનાઈ હતી, ડોક્ટર બનવાનું સપનું જોયું, હવે વિકેટ લેવામાં માહિર છે

Published On - 5:00 pm, Wed, 20 October 21

Next Article