Pakistan: બિલાવલ ભુટ્ટો કોઈ કારણ વગર ગોવા નથી આવ્યા, મજબૂરીના કારણે પાકિસ્તાનના વિદેશ મંત્રી ભારત સામે ઘૂંટણીયે

|

May 04, 2023 | 8:12 PM

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો આજે ભારત પહોંચી ચુક્યા છે. તેઓ ગોવામાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે આવ્યા છે.

Pakistan: બિલાવલ ભુટ્ટો કોઈ કારણ વગર ગોવા નથી આવ્યા, મજબૂરીના કારણે પાકિસ્તાનના વિદેશ મંત્રી ભારત સામે ઘૂંટણીયે
Image Credit source: Google

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કાશ્મીર પર વિવાદાસ્પદ નિવેદનો કરવા ટેવાયેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો આજે ભારત આવ્યા છે. 34 વર્ષીય બિલાવલ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. વર્ષ 2001માં શરૂ થયેલા scoનો હેતુ એશિયામાં વિકાસ અને સુરક્ષા સહયોગને આગળ વધારવાનો હતો. આ કોન્ફરન્સમાંથી ખાસ કંઈ બહાર આવે તેવી શક્યતા બહુ ઓછી છે. પરંતુ આ પછી પણ બધાની નજર આ કોન્ફરન્સ પર ટકેલી છે અને તેનું એકમાત્ર કારણ બિલાવલ છે. SCO કોન્ફરન્સ ભારતના ગોવામાં યોજાઈ રહી છે, જેમાં તમામ સભ્ય દેશોના વડાઓ ભાગ લેશે.

આ પણ વાચો: INDIA-PAKISTAN સંબંધો નહીં, પરંતુ 7 લાખની બેગ અને કિંમતી હાર મુખ્ય હેડલાઇન્સ હતી, 12 વર્ષ પહેલા ભારત આવી હતી હિના રબ્બાની ખાર

પાકિસ્તાનની મજબૂરી

બિલાવલ 2011 પછી ભારતની મુલાકાત લેનાર પાકિસ્તાનના પ્રથમ વિદેશ મંત્રી છે. વિલ્સન સેન્ટર ખાતે દક્ષિણ એશિયા સંસ્થાના નિર્દેશક માઈકલ કુગેલમેને મીડિયા એહવાલમાં લખ્યું છે કે, પાકિસ્તાન સરકાર બિલાવલની ભારત મુલાકાતને SCOઓ સાથેના સંબંધોને મજબુત કરવાની તક તરીકે જુએ છે, અને ભારતની નહીં પણ વિદેશ નીતિમાં આગ ભડકાવવાની તક તરીકે જોવે છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

SCOના પાકિસ્તાન માટે ઘણા ફાયદા છે કે પછી મજબૂરી.? જ્યારે ચીન હંમેશા પાકિસ્તાનનું નજીકનું સાથે અને સારૂ મિત્ર રહ્યું છે. ત્યારે રશિયા સાથેના તેના સંબધો પણ આગળ વધી રહ્યા છે. SCOની અડધી સદસ્યતા મધ્ય એશિયાના દેશો પાસે છે. આ એક એવું ક્ષેત્ર છે જ્યાં પાકિસ્તાન હંમેશા વેપાર અને કનેકિટવિટી વધારવા માટે જોડાણને વધુ ગાઢ બનાવવા માટે ઉત્સુક છે.

પાકિસ્તાનની ચાલ

બહુપક્ષીય સંગઠનોમાં ભારત અને પાકિસ્તાન બંનેનો સમાવેશ થાય છે, તે ગેરલાભમાં છે, કારણ કે ભારત સૌથી શક્તિશાળી સભ્ય છે. SCOમાં ભારતનું વર્ચસ્વ તેના વ્યૂહાત્મક હરીફ ચીનની હાજરીને કારણે નબળું પડ્યું છે. યુદ્ધના કારણે રશિયાને ચીન બંન્ને દેશ નજીક આવી ગયા છે. આનો અર્થ એ છે કે, SCOમાં રશિયાનો પ્રભાવ ઘટી શકે છે અને ચીન વધુ મજબૂત સભ્ય બની શકે છે.

પાકિસ્તાનની જેમ ભારત પણ સંસાધનથી સમૃદ્ધ મધ્ય એશિયાઈ રાષ્ટ્ર સાથે સંબંધોને મજબુત કરવા અને સહયોગ વધારવા માટે ઉત્સુક છે. મધ્ય એશિયા હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો નવો અખાડો બની ગયો છે. ગોવામાં પાકિસ્તાનની હાજરીનો હેતુ એ સંકેત હોઈ શકે છે કે, મધ્ય એશિયાને ભારત પર વધુ પ્રભુત્વ જમાવશે નહીં. પાકિસ્તાન પણ બિલાવલની મુલાકાતને દ્વિપક્ષીય દૃષ્ટિકોણથી જોઈ રહ્યું નથી.

એક એહવાલ પ્રમાણે પાકિસ્તાને બિલાવલ અને તેમના ભારતીય તરફથી એસ. જ્યશંકર વચ્ચે મુલાકાત માટે વિનંતી કરી હતી. પરંતુ પાકિસ્તાની અધિકારીઓએ તેનો ઇનકાર કર્યો હતો. પાકિસ્તાનના વિદેશ પ્રધાનની મુલાકાતને સમાધાન પ્રક્રિયા શરૂ કરવાના પ્રયાસ તરીકે જોવું ખોટું હશે. કુગેલમેન માને છે કે, ભારત તેની રાજકીય મૂડી પાકિસ્તાનમાં નબળા અને અલોકપ્રિય વહીવટીતંત્ર સાથે વાટાઘાટ કરવા માટે એમની રાજકિય સમજણ વાપરવા માગશે નહીં, ખાસ કરીને ભારતમાં લોકસભાની ચૂંટણી માટે એક જ વર્ષ બાકી છે.

મજબૂરીના કારણે પાકિસ્તાન વિદેશ મંત્રી ગોવા આવ્યા

બિલાવલની મુલાકાત પાકિસ્તાનની મજબૂરી છે દ્વિપક્ષીય નહીં. જો પાકિસ્તાન ગોવામાં યોજાય રહેલી બેઠકમાં હાજર ન આપી હોત તો પાકિસ્તાનને નુકસાન જવાનું હતું. વડાપ્રધાન શેહબાઝ શરીફ દબદબો ગુમાવવાનું જોખમ લેશે નહીં. આ બેઠકમાં એવો સભ્યોનો પણ સમાવેશ થાય છે, જેઓ પાકિસ્તાન સાથે ગાઠ સંબંધો રાખવા આતુર છે. પાકિસ્તાનને લાગે છે કે આ દેશો ભારતના પ્રભાવને મર્યાદિત કરી શકે છે.

Next Article