વિદેશી કલાકારોનો કાફલો કલાનગરી વડોદરાના બસ ડેપોના બદલી રહ્યાં છે રંગરૂપ, જુઓ PICS

કલાનગરી વડોદરામાં આજકાલ વિદેશી કલાકારો પોતાની કલાના દર્શન કરાવી રહ્યાં છે. ગ્લોબલ આર્ટ ફેસ્ટિવલમાં ભાગ લેવા 18 દેશના 29 કલાકારો ગુજરાતમાં 5મી જાન્યુઆરીથી આવેલા છે. જેઓ આટલા સમય સુધી કચ્છમાં રહ્યાં અને પોતાની કલાના વિવિધ નમૂના ત્યાં બનાવ્યા. હાલ આ કલાકારો અલગ અલગ શહેરોમાં પોતાની કલાના દર્શન કરાવી રહ્યાં છે. જે અંતર્ગત તેઓ 2 દિવસ […]

વિદેશી કલાકારોનો કાફલો કલાનગરી વડોદરાના બસ ડેપોના બદલી રહ્યાં છે રંગરૂપ, જુઓ PICS
| Edited By: | Updated on: Feb 04, 2019 | 7:24 AM

કલાનગરી વડોદરામાં આજકાલ વિદેશી કલાકારો પોતાની કલાના દર્શન કરાવી રહ્યાં છે. ગ્લોબલ આર્ટ ફેસ્ટિવલમાં ભાગ લેવા 18 દેશના 29 કલાકારો ગુજરાતમાં 5મી જાન્યુઆરીથી આવેલા છે.

જેઓ આટલા સમય સુધી કચ્છમાં રહ્યાં અને પોતાની કલાના વિવિધ નમૂના ત્યાં બનાવ્યા. હાલ આ કલાકારો અલગ અલગ શહેરોમાં પોતાની કલાના દર્શન કરાવી રહ્યાં છે. જે અંતર્ગત તેઓ 2 દિવસ વડોદરામાં છે. અને વડોદરા આવેલા આ વિદેશી કલાકારો મોઝેક, મ્યુરલ અને સકલ્પચર અંતર્ગત સેન્ટ્રલ એસ.ટી ડેપો ખાતે ચિત્રો દોરી રહ્યાં છે. એટલે કે વડોદરાના એસ ટી ડેપોના બ્યુટીફિકેશનનું કામ ચાલી રહ્યું છે.  વિદેશી કલાકારોને અવનવા ચિત્રો બનાવતા જોઈને કલાનગરીની વડોદરાની ઓળખ ખરા અર્થમાં સાર્થક થઈ રહી છે. વડોદરા બસ ડેપોની 1200  સ્કવેર ફૂટની બસ ડેપોની દિવાલ પર ગુજરાતની ઓળખવાળી પ્રતિકૃતિઓ હાલ કંડારાઈ રહી છે. વડોદરા કલેક્ટરે બસ ડેપોના રંગરૂપ નિખારવાની આ કામગીરી શરૂ કરી છે.

જુઓ PICS:

TV9 Gujarati

 

 

[yop_poll id=1062]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]