પાકિસ્તાનમાં વધતી મોંઘવારી અને ગરીબીની અસર સેના પર પણ દેખાવા લાગી છે. પાકિસ્તાન એટલું ગરીબ થઈ ગયું છે કે તેની પાસે સેનાને ખવડાવવા માટે ખાવાનું પણ નથી. પાકિસ્તાની સેનાના અધિકારીઓએ કહ્યું છે કે, પહેલાથી સેનાના ખાવા પર ઘણો ઘટાડો થયો છે, હવે સૈનિકોને પૂરતુ જમવા માટે પણ નથી મળી રહ્યું છે.
ખાદ્ય પુરવઠો અને લોજિસ્ટિક્સ બંધ થઈ જશે તો કંઈક વિચારવું પડશે ? શું સેનાની કામગીરી બંધ કરી દેવી જોઈએ. અફઘાનિસ્તાન સરહદ પર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) દ્વારા વધતા હુમલાઓ વચ્ચે પાકિસ્તાન આર્મી અને તેના અર્ધલશ્કરી દળો દેશભરમાં વિવિધ કામગીરીમાં સરહદો પર ડ્યુટી પર છે.
આ પણ વાચો: હવે તો તાલિબાનો પણ પાકિસ્તાનની મજા લઇ રહ્યા છે, અનાજની હજારો ટ્રકો સરહદ પર રોકી દેવાઇ
ટોચના સૈન્ય કમાન્ડર – QMG, CLS અને DG MOએ આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સાથે ખાદ્ય પુરવઠાના મુદ્દાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેમને દેશની સુરક્ષાની સ્થિતિ અને ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી વિશે માહિતી આપી હતી. QMGએ ચીફ ઓફ લોજિસ્ટિક્સ સ્ટાફ (CLS) અને ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DG MO) સાથે ખાદ્ય પુરવઠા અને લોજિસ્ટિક્સના મુદ્દાઓ પર ચર્ચા કરી છે.
એક ટોચના સૈન્ય સૂત્રએ જણાવ્યું હતું કે, વધતી જતી મોંઘવારી અને વિશેષ ભંડોળમાં કાપ વચ્ચે સેના સૈનિકોને બે વખત યોગ્ય રીતે ખવડાવી શકતી નથી. ડીજી મિલિટરી ઓપરેશન્સે કહ્યું કે, સૈનિકોને વધુ ખોરાક અને વિશેષ ભંડોળની જરૂર છે. લશ્કર લોજિસ્ટિક્સ અને સપ્લાયમાં વધુ કાપ મૂકવાની સ્થિતિમાં નથી જેથી કામગીરીને અટકાવી શકે છે.
આર્મી ચીફ મુનીરે QMG, CLS અને DG MO ને એ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે કે રક્ષા મંત્રાલય તરફથી ખાદ્ય પુરવઠો અને ભંડોળ સહિતની તમામ માંગણીઓ તાત્કાલિક ધોરણે આર્મી માટે પૂરી કરવામાં આવે. બજેટ 2022-23 મુજબ, સંરક્ષણ ખર્ચ માટે 1.52 ટ્રિલિયન રૂપિયા (લગભગ $7.5 બિલિયન) ફાળવવામાં આવ્યા છે, જે કુલ વર્તમાન ખર્ચના 17.5% છે, અને પાછલા નાણાકીય વર્ષ કરતાં 11.16% વધુ છે. પાકિસ્તાની સેના વાર્ષિક સરેરાશ 13,400 ડોલર પ્રતિ સૈનિક ખર્ચ કરે છે.