Shocking News : દુનિયા રહસ્યોથી ભરપૂર છે. આ દુનિયામાં પણ રોજ અનેક વિચિત્ર અને રહસ્યમયી ઘટના બનતી રહે છે. ઘણા દેશોમાં રોજ વિચિત્ર સ્થળે કે વસ્તુઓ મળતી રહે છે. કેટલીક ઘટનાઓ આખી દુનિયાને દંગ કરી દે છે. હાલમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. ઓસ્ટ્રેલિયાના માછીમારે (Australian Fisherman) હાલમાં તેના ફેસબુક એકાઉન્ટથી એક વિચિત્ર પ્રાણીનો ફોટો શેયર કર્યો છે. આ વિચિત્ર પ્રાણીનો ફોટો જોઈ સોશિયલ મીડિયા યુઝર દંગ રહી ગયા છે. આ માછીમારની પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.
આ વિચિત્ર પ્રાણીનો ફોટો ખરેખર ભયાનંક છે. તે એક શાર્ક છે. તેનો ચહેરો ઘણો વિચિત્ર છે. તેની ત્વચા ખડબચડી છે, નાક તીક્ષ્ણ, વિચિત્ર દાંત અને બહાર નીકળેલી આંખ જોઈ સૌ કોઈ ડરી ગયા છે. આ શાર્ક આ માછીમાર ટ્રેપમેન બરમાગુઈને દરિયાની અંદર 650 મીટર ઊંડાઈ એ મળી હતી. જેનો ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
સોશિલય મીડિયા યુઝર્સ આ પોસ્ટને લાઈક-શેયર કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ ફોટોને હાજારો લાઈક, 100થી વધારે શેયર અને 200થી વધારે કોમેન્ટ મળી છે. સોશિયલ મીડિયા યુઝર આ ફોટો પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ છે કે, આ શાર્ક કરોડો વર્ષ જુની લાગે છે. એક બીજા યુઝરે લખ્યુ છે કે, લાગે છે કે દરિયાની નીચે બીજો એક ગ્રહ છે આ શાર્ક ત્યાંથી આવી લાગે છે. કેટલાક સોશિયલ મીડિય યુઝરે તેને કુકી-કટર શાર્ક માની રહ્યા છે.
એક ખાનગી અખબાર સાથે વાત કરતા બરમાગુઈ એ જણાવ્યુ કે, આ પ્રાણી કુકી-કટર શાર્ક નથી. આ એક ખડબચડી ત્વચાવાળા શાર્ક છે. જેને dog sharkની પ્રજાતિ તરીકે ઓળખવામાં આવે છે. આ શાર્ક દરિયામાં 600 મીટરથી વધારે ઊંડાઈમાં જોવા મળે છે. તે સામાન્ય રીતે શિયાળામાં પકડાય છે.