કોરોના મહામારી વચ્ચે ચીનમાં Bird Fluથી સંક્રમિત થયો માનવ, દુનિયાનો પ્રથમ કિસ્સો

|

Jun 01, 2021 | 5:02 PM

વિશ્વમાં ચાલી રહેલી  કોરોના મહામારી વચ્ચે ચીને (China)કહ્યું છે કે એક વ્યક્તિને બર્ડ ફ્લૂ(Bird Flu) ના સ્ટ્રેઇન H10N3 નો ચેપ લાગ્યો છે. આ દુનિયાનો પ્રથમ કિસ્સો છે જેમાં પક્ષીથી વ્યકિતને બર્ડ ફ્લૂનો ચેપ લાગ્યો હોય. ચીન(China) ના રાષ્ટ્રીય આરોગ્ય પંચે મંગળવારે કહ્યું કે પૂર્વી જિયાંગસુ  પ્રાંતમાં ચેપનો આ કેસ સામે આવ્યો છે.

કોરોના મહામારી વચ્ચે ચીનમાં Bird Fluથી સંક્રમિત થયો માનવ, દુનિયાનો પ્રથમ કિસ્સો
હવે માનવમાં જોવા મળ્યું Bird Flu નું સંક્રમણ

Follow us on

વિશ્વમાં ચાલી રહેલી  કોરોના મહામારી વચ્ચે ચીને (China)કહ્યું છે કે એક વ્યક્તિને બર્ડ ફ્લૂ(Bird Flu) ના સ્ટ્રેઇન H10N3 નો ચેપ લાગ્યો છે. આ દુનિયાનો પ્રથમ કિસ્સો છે જેમાં પક્ષીથી વ્યકિતને બર્ડ ફ્લૂનો ચેપ લાગ્યો હોય.

ચીન(China) ના રાષ્ટ્રીય આરોગ્ય પંચે મંગળવારે કહ્યું કે પૂર્વી જિયાંગસુ  પ્રાંતમાં ચેપનો આ કેસ સામે આવ્યો છે. કોઈ વ્યક્તિને બર્ડ ફ્લૂના H10N3 સ્ટ્રેનથી ચેપ લાગવાનો આ પહેલો કેસ છે. સરકાર સંચાલિત ટીવીના રિપોર્ટ અનુસાર ચેપગ્રસ્ત વ્યક્તિ 41 વર્ષની છે અને તેની હાલત સ્થિર છે. તેને થોડા દિવસોમાં રજા આપી શકાય છે.

મહામારીનું સ્વરૂપ ધારણ કરવાની ઓછી સંભાવના 

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આરોગ્ય અધિકારીઓએ રોગચાળાને ઓછો અંદાજ આપ્યો છે. તેમનું કહેવું છે કે મરઘામાંથી મનુષ્યમાં ચેપનો આ કેસ વાયરસના ફેલાવાને કારણે પ્રકાશમાં આવ્યો છે. (China)ના અધિકારીઓનું કહેવું છે કે તેનાથી રોગચાળો બનવાનું જોખમ ખૂબ ઓછું છે.

આ વ્યક્તિ વાયરસના સંપર્કમાં કેવી રીતે આવ્યો તે વિશે વધુ વિગતો આપતા રાષ્ટ્રીય આરોગ્ય આયોગે એક નિવેદનમાં જણાવ્યું છે કે 28 મેના રોજ આ વ્યક્તિને H10N3 એવિયન ઈન્ફલ્યુએન્ઝાથી ચેપ લાગ્યો હતો.

ચીનમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝાના વિવિધ સ્વરૂપો

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પહેલા વિશ્વમાં બર્ડ ફ્લૂ(Bird Flu)નો ચેપ H10N3થી માનવીને ચેપ લાગવાનો કોઈ કેસ નથી. H10N3 બર્ડ ફ્લૂનો નબળો વાયરસ માનવામાં આવે છે અને તેનું વ્યાપક પ્રમાણમાં ફાટી નીકળવાનું જોખમ ઓછું છે. ચીનમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝાની વિવિધ જાતો જોવા મળે છે. મરઘાં ફાર્મમાં કામ કરતા વ્યકિતને સમય સમય પર આ સ્ટ્રેનનો ચેપ લાગ્યો છે.

H5N8 સ્ટ્રેન પક્ષીઓ માટે ખૂબ જોખમી

H5N8 એ ઈન્ફલ્યુએન્ઝાનો પેટા પ્રકાર છે જેને બર્ડ ફ્લૂ વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે H5N8 સ્ટ્રેન મનુષ્ય માટે થોડું જોખમ વધારે છે. બર્ડ ફ્લૂ(Bird Flu)નો આ સ્ટ્રેન પક્ષીઓ અને મરઘાં માટે અત્યંત જોખમી માનવામાં આવે છે. એપ્રિલમાં ચીનના ઉત્તર-પૂર્વ શહેર શેન્યાંગમાં પક્ષીઓમાં H5N8 એવિયન ફ્લૂ મળી આવ્યો હતો.

Published On - 4:32 pm, Tue, 1 June 21

Next Article