Afghanistan Crisis : અરાજકતા વચ્ચે કાબુલ એરપોર્ટ પર ફાયરિંગ, મોતના આંકડામાં સતત વધારો

|

Aug 16, 2021 | 2:03 PM

તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ મુલ્લા અબ્દુલ ગની બરાદારને દેશના નવા રાષ્ટ્રપતિ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

Afghanistan Crisis : અરાજકતા વચ્ચે કાબુલ એરપોર્ટ પર ફાયરિંગ, મોતના આંકડામાં સતત વધારો
Firing at kabul airport

Follow us on

તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ મુલ્લા અબ્દુલ ગની બરાદારને દેશના નવા રાષ્ટ્રપતિ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. તાલિબાન દેશનું નામ બદલીને ‘અફઘાનિસ્તાનનું ઇસ્લામિક અમીરાત’ કરી શકે છે. તાલિબાન લડવૈયાઓએ રવિવારે સવારે કાબુલ પર દસ્તક આપ્યા બાદ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી દીધો હતો.

આ સિવાય ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ પણ અફઘાનિસ્તાન છોડી ગયા છે. તે જ સમયે, દેશવાસીઓ અને વિદેશીઓ પણ યુદ્ધગ્રસ્ત દેશમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

અફઘાન સૈન્ય સાથે મહિનાઓ સુધી લડ્યા પછી, તાલિબાને આશ્ચર્યજનક રીતે એક અઠવાડિયામાં લગભગ તમામ અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો. યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી) એસ્ટોનિયા અને નોર્વેની વિનંતી પર સોમવારે અફઘાનિસ્તાનની સ્થિતિ પર એક તાકીદની બેઠક  કરવામાં આવશે.

કાબુલ એરપોર્ટ પર ભારે ભીડ બાદ ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી તેના નાગરિકો અને કર્મચારીઓને બહાર કાઢવા માટે અફઘાન એર ટ્રાફિક નિયંત્રણ સંભાળ્યું છે.

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે ઈમરજન્સી બેઠક કરશે. અમેરિકાએ તેના નાગરિકો અને દૂતાવાસના કર્મચારીઓને પરત લાવવા માટે કાબુલ એરપોર્ટ પર 6,000 સૈનિકો તૈનાત કરવાની જાહેરાત કરી છે.

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે વિદેશ મંત્રી એસ જયશંકર અને ભારત સરકારને અફઘાનિસ્તાનમાંથી 200 શીખો સહિત તમામ ભારતીયોને પરત લાવવા માટે વહેલી વ્યવસ્થા કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, મારી સરકાર ભારતીયોને સુરક્ષિત રીતે લાવવામાં મદદ કરવા તૈયાર છે.

એર ઈન્ડિયાએ કહ્યું કે અફઘાન એરસ્પેસ બંધ થયા બાદ ફ્લાઈટ ઉડાન ભરી શકે નહીં. કાબુલથી ભારતીયોને લાવવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ દિલ્હીથી 12:30 વાગ્યે ઉપડવાની હતી.

આ પણ વાંચો : Afghan Crisis: ‘દેશ ન છોડ્યો હોત તો બરબાદ થઈ જાત કાબુલ, ખૂન ખરાબાથી અફઘાનિસ્તાનને બચાવવા લીધુ પગલું’, બોલ્યા અશરફ ગની

આ પણ વાંચો :Afghanistan War: અલી અહમદ જલાલી અફઘાનિસ્તાનના બની શકે છે નવા વડા , અફઘાન સરકારમાં રહી ચુક્યા છે ગૃહમંત્રી

Published On - 1:02 pm, Mon, 16 August 21

Next Article