અમેરિકામાં ગુજરાતી પિતા-પુત્રીની ગોળી મારી હત્યા, આરોપીની કરાઈ ધરપકડ, જુઓ-Video

|

Mar 23, 2025 | 9:42 AM

અમેરિકાના વર્જીનિયામાં એક ગુજરાતી યુવક અને તેની પુત્રીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ પરિવાર ગુજરાતના મહેસાણાના કનોડાનો રહેવાસી છે.

અમેરિકામાં ગુજરાતી પિતા-પુત્રીની ગોળી મારી હત્યા, આરોપીની કરાઈ ધરપકડ, જુઓ-Video
Father and daughter from Gujarat shot dead in America

Follow us on

અમેરિકાના વર્જીનિયામાં એક ગુજરાતી પિતા અને તેની પુત્રીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાથી અમેરિકામાં રહેતા ગુજરાતી સમાજ અને મહેસાણાના કનોડા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. 56 વર્ષીય પ્રદીપ પટેલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમની 24 વર્ષની પુત્રી ઉર્મિનું બે દિવસ પછી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. પોલીસે આ ઘટના સંદર્ભે એક વ્યક્તિની ધરપકડ કરી છે. જો કે હુમલા પાછળનો હેતુ હજુ સ્પષ્ટ થયો નથી.

ગુજરાતી પિતા પુત્રી પર ગોળીબાર

આ પરિવાર ગુજરાતના મહેસાણાના કનોડાનો રહેવાસી છે. ત્યાંના નેતા અને પ્રદીપના કાકા ચંદુ પટેલે કહ્યું કે પરિવારને આ ભયાનક હુમલાની પહેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ દ્વારા મળી છે. મળતી માહિતી મુજબ 20 માર્ચે સવારે લગભગ 5 વાગ્યે પ્રદીપ પટેલે પોતાની દુકાન ખોલી હતી, ત્યારે દુકાન ખોલતા જ એક વ્યક્તિ અંદર ઘૂસી ગયો અને ફાયરિંગ શરૂ કરી દીધું. પ્રદીપ અને ઉર્મિ બંનેને ગોળી વાગી હતી. આરોપીની ઓળખ જ્યોર્જ ફ્રેઝિયર ડેવોન વોર્ટન તરીકે થઈ છે. તેની ધરપકડ કરવામાં આવી છે.

Plant In Pot : બ્રોકલી ઘરે ઉગાડવાની આ સરળ ટીપ્સ જાણો
આજનું રાશિફળ તારીખ 28-03-2025
Television Actresses : આ સુંદરીઓનો 90ના દાયકામાં ફિલ્મ જગતમાં હતો જલવો
Daily Salt Intake : મોટી બીમારીથી બચવું હોય તો જાણો, દરરોજ કેટલું મીઠું ખાવું જોઈએ?
Get Rid of Alcohol smell : મોઢામાંથી આવતી દારૂની ગંધ આ ફળ કરશે દૂર, જાણો નામ
1000GB ડેટા, કૉલિંગ અને 11 OTT, Jioના આ સસ્તા પ્લાને મચાવી ધમાલ !

વિઝિટર વિઝા પર અમેરિકા ગયા હતા પ્રદિપ

કનોડામાં રહેતા સંબંધીઓએ જણાવ્યું કે પટેલ પરિવાર 2019માં વિઝિટર વિઝા પર અમેરિકા ગયો હતો. બાદમાં ત્યાં સ્થાયી થયા. તેમણે ગુજરાતી પટેલ સમુદાય દ્વારા ચલાવવામાં આવતી સુવિધા સ્ટોરનું સંચાલન કર્યું હતું. તેમણે ચાર મહિના પહેલા જ સ્ટોરનો કામ કરવાનું શરુ કર્યું હતુ. આ પહેલા તે અન્ય સ્ટોરમાં કામ કરતો હતો. પ્રદીપના ભાઈ અશોક પટેલે જણાવ્યું કે, ‘પ્રદીપના પરિવારમાં પત્ની, બે પુત્રી અને એક પુત્ર છે. બંને દીકરીઓના લગ્ન ગુજરાતી પરિવારમાં થયા છે. તેમનો પુત્ર કેનેડામાં નોકરી કરે છે. ઉર્મીના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા. તેમના અંતિમ સંસ્કાર અમેરિકામાં જ કરવામાં આવશે.

પરિવારજનોનું માનવું છે કે હુમલાખોર દુકાનની નજીક છુપાયો હતો. પિતા-પુત્રી ત્યાં પહોંચતા જ તેણે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પ્રદીપનો એક પિતરાઈ ભાઈ પણ નજીકમાં જ સ્ટોર ચલાવે છે.

Published On - 9:42 am, Sun, 23 March 25