અમેરિકા-કેનેડા બોર્ડર પર જીવ ગુમાવનારા ચાર લોકો ગુજરાતના રહેવાસી, ઠંડીના કારણે થયા મોત

|

Jan 29, 2022 | 7:19 AM

કહેવામાં આવી રહ્યું છે કે સરહદ પાર કરવા માટે આ ચારેય લોકોને દસથી બાર કલાક ચાલીને ત્યાં પહોંચવું પડ્યું હતું અને પછી માનવ-તસ્કરોની ટોળકીની મદદથી સરહદ પાર કરીને અમેરિકા આવવું પડ્યું હતું, પરંતુ આવું થઈ શક્યું નહીં.

થોડા સમય પહેલા કેનેડા-અમેરિકા બોર્ડર  (US-Canada Border) પર બરફમાં નવજાત શિશુ સહિત ચાર લોકોના મોતની ઘટનાએ સૌને દુઃખી કરી દીધા હતા. હવે આ ચારેય લોકોની ઓળખ થઈ ગઈ છે અને તેઓનું કનેક્શન ગાંધીનગર સાથે છે. ભારતીય હાઈ કમિશન દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ જેઓની ઓળખ કરવામાં આવી છે તેમાં ગાંધીનગર જિલ્લાના કલોલના ડીંગુચા ગામના વતની જગદીશ પટેલ (ઉંમર 39), તેમની પત્ની વૈશાલી પટેલ (ઉંમર 37), પુત્રી વિહાંગી પટેલ (ઉંમર 11)નો અને પુત્ર ધરમ પટેલ (ઉંમર 3)નો સમાવેશ થાય છે.

ટીવી 9 ગુજરાતીએ સૌ પ્રથમ આ અંગેનો અહેવાલ આપ્યો હતો. રિપોર્ટ અનુસાર પરિવારના વડા જગદીશે પહેલા શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું અને બાદમાં કલોલ શહેરમાં અલગ-અલગ જગ્યાએ ધંધો શરૂ કર્યો. પરિવારનું ડીંગુચામાં એક ઘર છે. જેને હાલમાં તાળું લાગ્યુ છે. આ પરિવાર 15 દિવસ પહેલા કેનેડા જવા રવાના થયો હતો, જેના કારણે છેલ્લા 8 દિવસથી પરિવાર સાથે કોઈ સંપર્ક થયો ન હતો. વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તમને જણાવી દઈએ કે ભારતની બહાર અમેરિકા અને કેનેડામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ છે.

અમેરિકાના મિનેસોટાના અધિકારીઓએ આ કેસમાં ફ્લોરિડાના 47 વર્ષના સ્ટીવ શેન્ડ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર રીતે સરહદ પાર કરનાર ગેંગે અકસ્માતનો ભોગ બનેલા લોકો સહિત ઘણા લોકોને પૈસાની મદદની લાલચ આપી હતી. જ્યારે કેટલાક લોકો કેનેડાથી યુએસ બોર્ડરની અંદર આવ્યા ત્યારે યુએસ બોર્ડર પોલીસ દ્વારા તેઓને પકડી લેવામાં આવ્યા હતા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

નોંધનીય છે કે, 24 જાન્યુઆરીના રોજના તેમને ટીવી 9 ગુજરાતીએ જણાવ્યું હતું કે કલોલના ડીંગુચા ગામનો ચાર લોકોનો પરિવાર કેનેડામાં મૃત અવસ્થામાં મળી આવેલા. તેઓ ડીંગુચાથી કેનેડા ગયા પછી છેલ્લા અઠવાડિયાથી ગુમ છે.

નાના બાળકની ગેરહાજરી અંગે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ

જ્યારે પોલીસે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરનારા આ લોકોની તપાસ લીધી ત્યારે તેમાંથી એક નાના બાળકોના ખાદ્યપદાર્થો અને ડાયપર વગેરે પણ મળી આવ્યા હતા. પોલીસને શંકા ગઈ અને નાના બાળકની ગેરહાજરી અંગે પૂછપરછ કરવામાં આવી તો સમગ્ર રહસ્ય ખુલ્યું હતું. અમેરિકા બોર્ડર પોલીસે તરત જ સરહદ પરના કેનેડિયન સત્તાવાળાઓનો સંપર્ક કર્યો, ત્યારે બંને દેશોની સરહદ નજીકથી એક નવજાત શિશુ સહિત ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.

આ પરિવાર માનવ-તસ્કરી કરતી ટોળકીમાંથી કોઈ તેમની મદદ માટે આવે તેની રાહ જોઈ રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે સરહદ પાર કરવા માટે આ ચારેય લોકોને દસથી બાર કલાક ચાલીને ત્યાં પહોંચવું પડ્યું હતું અને પછી માનવ-તસ્કરોની ટોળકીની મદદથી સરહદ પાર કરીને અમેરિકા આવવું પડ્યું હતું, પરંતુ આવું થઈ શક્યું નહીં.

પરિવારના વડા જગદીશ પટેલ ભૂતકાળમાં શાળામાં શિક્ષક તરીકે કામ કરતા હતા અને કલોલ શહેરમાં અલગ-અલગ ધંધા કર્યા હતા. પરિવારનું ડીંગુચામાં એક માળનું મકાન છે, જે જગદીશના પિતા બલદેવ પટેલ પણ ગામ છોડીને ચાલ્યા ગયા હોવાથી તે બંધ છે. અધિકારીઓએ જણાવ્યું કે, પરિવાર પખવાડિયા પહેલા વિઝિટર વિઝા પર કેનેડા ગયો હતો.

આ પણ વાંચો : Pakistan Terrorist Attack: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આતંકવાદી હુમલામાં 10 સૈનિક થયા શહિદ, એક આતંકવાદી ઠાર

આ પણ વાંચો : India-Central Asia Summit: અફઘાનિસ્તાન પર જોઈન્ટ વર્કિગ ગ્રુપનું થશે ગઠન, મધ્ય એશિયાઈ દેશોની સાથે સંમેલનમાં લેવામાં આવ્યો નિર્ણય

Published On - 10:20 am, Fri, 28 January 22

Next Article