આ દેશમાં બાજ અને ઘુવડ કરી રહ્યા છે રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા, જાણો શું છે આની પાછળનું રહસ્ય

|

Feb 25, 2022 | 9:53 AM

ઘણીવાર એવું જોવા મળે છે કે, કોઈ પણ દેશમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના ભવનની સુરક્ષા માટે કમાન્ડો કે સેનાને તેમની જવાબદારી સોંપવામાં આવે છે. પરંતુ આજે અમે તમને એક એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં ગરુડ અને ઘુવડ રાષ્ટ્રપતિ ભવનની રક્ષા કરે છે.

1 / 4
જાણકારી માટે તમને જણાવી દઈએ કે અમે વાત કરી રહ્યા છીએ રશિયાના રાષ્ટ્રપતિ ભવનની અને દેશના રક્ષા વિભાગે તેની આસપાસની મોટી સરકારી ઈમારતોની સુરક્ષા માટે બાજ અને ઘુવડની એક ટીમ બનાવી છે. શિકારીઓ પંખીઓની આ ટીમની રચના વર્ષ 1984માં કરવામાં આવી હતી.(Image-social media)

2 / 4
જેમાં હાલ 10થી વધુ બાજ અને ઘુવડ છે. આ બાજ અને ઘુવડને સુરક્ષાના સંદર્ભમાં વિશેષ તાલીમ આપવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કાગડાના મળમૂત્રથી રાષ્ટ્રપતિ ભવન અને તેની આસપાસની તમામ ઇમારતોને નુકસાન થઈ રહ્યું હતું. જેના કારણે તેમને ભગાડવા માટે તેની નિયુક્તિ કરવામાં આવી છે. (Image-zee news)

3 / 4
રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષામાં હાજર પક્ષીઓની ટીમમાં 20 વર્ષની માદા ગરુડ 'આલ્ફા' અને 'ફિલ્યા' નામનું ઘુવડ છે. તેમની વિશેષતા એ છે કે, જો તેઓ રાષ્ટ્રપતિ ભવનની આસપાસ કાગડાઓનો અવાજ સાંભળે છે અથવા તેમને આકાશમાં મંડરાતા જુએ છે, તો તેઓ એક ક્ષણમાં તેમના પર ત્રાટકીને તેમને ભગાડે છે અથવા મારી નાખે છે.
 (Image-news nation)

રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષામાં હાજર પક્ષીઓની ટીમમાં 20 વર્ષની માદા ગરુડ 'આલ્ફા' અને 'ફિલ્યા' નામનું ઘુવડ છે. તેમની વિશેષતા એ છે કે, જો તેઓ રાષ્ટ્રપતિ ભવનની આસપાસ કાગડાઓનો અવાજ સાંભળે છે અથવા તેમને આકાશમાં મંડરાતા જુએ છે, તો તેઓ એક ક્ષણમાં તેમના પર ત્રાટકીને તેમને ભગાડે છે અથવા મારી નાખે છે. (Image-news nation)

4 / 4
ભવનની સુરક્ષા માટે કાગડાઓને મારનારા રક્ષકો રાખવામાં આવ્યા હતા. આ સાથે શિકારી પક્ષીઓના રેકોર્ડેડ અવાજનો પણ તેમને ડરાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ આ તમામ પદ્ધતિઓ નિષ્ફળ સાબિત થઈ હતી.
(Image-pahechan Idia)

ભવનની સુરક્ષા માટે કાગડાઓને મારનારા રક્ષકો રાખવામાં આવ્યા હતા. આ સાથે શિકારી પક્ષીઓના રેકોર્ડેડ અવાજનો પણ તેમને ડરાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ આ તમામ પદ્ધતિઓ નિષ્ફળ સાબિત થઈ હતી. (Image-pahechan Idia)

Next Photo Gallery