ભારતના પાડોશી દેશ અફગાનિસ્તાનમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. અફગાનિસ્તાનની રાજધાની કાબુલની (Kabul) એક મસ્જિદમાં વિસ્ફોટ થયો છે. કાબુલની ખૈર ખાના વિસ્તારની મસ્જિદમાં (Mosque of khair khana) વિસ્ફોટ થતા 20 લોકોના મોત થયા છે. આ મૃત્યુઆંક વધી પણ શકે છે. આ વિસ્ફોટમાં 40 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની જાણ થતા બચાવ કામગીરી માટે તંત્ર કામે લાગ્યુ હતુ. ઘાયલ લોકોને કાબુલની ઈમરજન્સી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, આ હુમલો કાબુલના સર-એ-કોટલ ખૈર ખાનામાં થયો છે. આ ઘટના સ્થળે તાલિબાનની સેના પણ પહોંચી હતી. તાલિબાને તાજેતરના અનેક વિસ્ફોટો માટે આતંકવાદી સંગઠન ISISને જવાબદાર ઠેરવ્યું છે.
મળતી માહિતી અનુસાર, કાબુલ શહેરની મસ્જિદમાં થયેલા આ હુમલામાં મસ્જિદના મૌલવી અમીર મોહમ્મદ કાબુલીનું પણ મૃત્યુ થયું છે. જો કે, સુરક્ષા અધિકારીઓએ હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આપ્યુ નથી. ગયા મહિને પણ અફઘાનિસ્તાનમાં આવો જ એક હુમલો થયો હતો, જ્યાં રાજધાની કાબુલમાં ગુરુદ્વારા કાર્તે પરવાનના મુખ્ય દરવાજા પાસે થયેલા હુમલામાં 2 લોકો માર્યા ગયા હતા.
Afghanistan | Kabul security department spokesman Khalid Zadran has confirmed that a blast took place in PD 17 of Kabul today. Security forces have arrived in the area, he said: TOLOnews
— ANI (@ANI) August 17, 2022
આતંકવાદી જૂથ ઇસ્લામિક સ્ટેટે ગુરુદ્વારા પર હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આતંકવાદી જૂથની વેબસાઇટ અમાક પર પોસ્ટ કરાયેલા નિવેદનમાં, ઇસ્લામિક સ્ટેટ-સંલગ્ન ઇસ્લામિક સ્ટેટ-ખોરાસન પ્રાંત (ISKP) એ જણાવ્યું હતું કે, આ હુમલો હિંદુઓ, શીખો અને અધર્મી લોકો વિરુદ્ધ હતો. જેમણે અલ્લાહના સંદેશાવાહકનું અપમાન કરવામાં સહયોગ કર્યો હતો.
આતંકવાદી જૂથે જણાવ્યું હતું કે, તેના એક લડવૈયાએ સુરક્ષા ગાર્ડની હત્યા કર્યા પછી હિંદુ અને શીખ મંદિરોમાં પ્રવેશ કર્યો હતો અને તેમની મશીનગન ફાયર કરી હતી અને અંદરના શ્રદ્ધાળુઓ પર ગ્રેનેડ ફેંક્યા હતા. અફઘાન સુરક્ષા કર્મચારીઓએ વિસ્ફોટકો વહન કરતી ટ્રકને ગુરુદ્વારા પરિસરમાં પ્રવેશતા અટકાવીને મોટા હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. અફઘાનિસ્તાનમાં ગુરુદ્વારા પર આ બીજો હુમલો હતો. તે જ સમયે, તાલિબાન સુરક્ષા દળો દ્વારા 3 હુમલાખોરોને ઠાર મારવામાં આવ્યા હતા.
Published On - 10:54 pm, Wed, 17 August 22