કાબુલમાં ગૃહ મંત્રાલય પાસે બનેલી મસ્જિદમાં વિસ્ફોટ, 5ના મોત અને 25 ઘાયલ

|

Oct 05, 2022 | 6:52 PM

આ વિસ્ફોટ મંત્રાલય પાસે આવેલી મસ્જિદમાં થયો છે અને હાલ આ મામલે તપાસ ચાલુ છે. હાલ તમામ ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

કાબુલમાં ગૃહ મંત્રાલય પાસે બનેલી મસ્જિદમાં વિસ્ફોટ, 5ના મોત અને 25 ઘાયલ
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

અફઘાનિસ્તાન(Afghanistan)ની રાજધાની કાબુલ(Kabul)માં મસ્જિદ બહાર જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં  5 લોકોના મોત થયા છે. જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. દેશના આંતરિક મામલોના મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફઈ ટાકોરે જણાવ્યુ હતુ કે, આ વિસ્ફોટ મંત્રાલય પાસે આવેલી મસ્જિદમાં થયો છે અને હાલ આ મામલે તપાસ ચાલુ છે. હાલ તમામ ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે શુક્રવારે સવારે કાબુલમાં શિયા બહુલ વિસ્તારમાં થયેલા આત્મઘાતી હુમલામાં 19 લોકો માર્યા ગયા અને 27 લોકો ઘાયલ થયા હતા. આ માહિતી કાબુલ પોલીસ (Kabul Police)વડા માટે તાલિબાન દ્વારા નિયુક્ત પ્રવક્તાએ આપી હતી. જોકે, સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો હતો કે હુમલામાં લગભગ 100 બાળકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે હુમલા સમયે શાળામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર હતા અને પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા.

પશ્ચિમ વિસ્તાર વાસ્તવમાં શિયા મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા હજારા સમુદાયનો છે જ્યાં હુમલો થયો હતો. તાજેતરમાં અફઘાનિસ્તાનમાં થયેલા સૌથી ઘાતકી હુમલામાં તેઓને નિશાન બનાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમુદાય પર સદીઓથી અત્યાચાર થઈ રહ્યો છે. પોલીસે આ હુમલામાં 20 લોકોના મોતની જાણ કરી હતી, જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ 24 લોકોના મોતની જાણ કરી હતી. આ હુમલા બાદ શનિવારે અહીં લગભગ 50 મહિલાઓએ ‘હઝારાનો નરસંહાર બંધ કરો, શિયા હોવું ગુનો નથી’ના નારા લગાવ્યા હતા.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

આત્મઘાતી હુમલો હતોઃ તાલિબાન પ્રવક્તા

આ વિસ્ફોટમાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે. તાલિબાન પ્રવક્તાએ આ મામલે જણાવ્યું હતું કે, આ આત્મઘાતી હુમલો હતો, જે શિયા વિસ્તારમાં થયો છે. હુમલાખોરે કાજ શિક્ષા કેન્દ્રમાં પોતાને ઉડાવી દીધો હતો. વિસ્ફોટનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટના પછી અફઘાનિસ્તાનમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું હતું.

 

Published On - 6:04 pm, Wed, 5 October 22

Next Article