તુર્કીના ઈસ્તાંબુલમાં વિસ્ફોટ થતા 6ના મોત અને 53 ઘાયલ, રાષ્ટ્રપતિએ કહ્યું – આતંકી હુમલો છે

ઘાયલોને તરત જ નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. એક અધિકારીના જણાવ્યા અનુસાર, ઈસ્તાંબુલના મુખ્ય રસ્તા ઈસ્તિકલાલ એવેન્યૂ પર આ રવિવારે થયેલા વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થયા અને મુત્યુ પણ પામ્યા છે.

તુર્કીના ઈસ્તાંબુલમાં વિસ્ફોટ થતા 6ના મોત અને 53 ઘાયલ, રાષ્ટ્રપતિએ કહ્યું - આતંકી હુમલો છે
Explosion in Istanbul
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Nov 13, 2022 | 10:39 PM

તુર્કીના ઈસ્તાંબુલ શહેરમાં આજે વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ ઈસ્તાંબુલ શહેરના વ્યસ્ત વિસ્તારના રસ્તા પર થયો છે. મળતી માહિતી અનુસાર આ વિસ્ફોટમાં 6 લોકોના મોત અને 38 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટની જાણ થતા શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી થઈ હતી. ઘટના સ્થળ પર વિસ્ફોટ બાદ રાહત અને બચાવનું કામ શરુ કરી દેવામાં આવ્યુ હતુ. ઘાયલોને તરત જ નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. એક અધિકારીના જણાવ્યા અનુસાર ઈસ્તાંબુલના મુખ્ય રસ્તા ઈસ્તિકલાલ એવન્યૂ પર આ રવિવારે થયેલા વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થયા અને મુત્યુ પણ પામ્યા છે.

તુર્કીના રાષ્ટ્રપતિ એ આ વિસ્ફોટને આતંકી હુમલો ઘણાવ્યો છે. તેમણે જણાવ્યુ કે આ ઘટનામાં 6 લોકોના મોત અને 53 લોકો ઘાયલ થયા છે. ઈસ્તાંબુલના ગવર્નર અલી યેરલિકયા એ ટ્વિટ કરીને વિસ્ફોટની જાણકારી આપી. તેમના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટ સાંજે 4.20 કલાકે થયો હતો. આ વિસ્ફોટ કોણે કર્યો અને તેની પાછળનું કારણ જાણવા નથી મળ્યુ. વિસ્ફોટ સમયે તે રસ્તા પરથી અનેક લોકો પસાર થઈ રહ્યા હતા. વિસ્ફોટ સમયના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં સીસીટીવી ફૂટેજ પણ જોવા મળી રહ્યા છે.

 

 

 

વિસ્ફોટ બાદ મચી નાસભાગ

ઓનલાઈન પોસ્ટ કરાયેલા વીડિયોમાં વિસ્ફોટ અને આગની જ્વાળાઓ બહાર આવતી દેખાઈ હતી. લોકોની દોડભાગ પણ વીડિયોમાં જોવા મળી રહી છે.