અફઘાનિસ્તાનના મંત્રી બન્યા પિઝા ડિલીવરી બોય, રહી ચૂક્યા છે IT મંત્રી

|

Aug 26, 2021 | 1:04 PM

પિઝા કંપનીનો યુનિફોર્મ પહેરીને તે જર્મન શહેર લિપઝિગમાં સાઇકલ પર પિઝા પહોંચાડી રહ્યા છે. આઈટી મંત્રી હતા ત્યારે તેમણે અફઘાનિસ્તાનમાં સેલ ફોન નેટવર્કને પ્રોત્સાહન આપ્યું હતું. ત્યારબાદ તેઓ અફઘાનિસ્તાન છોડીને જર્મની આવ્યા.

અફઘાનિસ્તાનના મંત્રી બન્યા પિઝા ડિલીવરી બોય, રહી ચૂક્યા છે IT મંત્રી
Syed Ahmad Shah Saadat

Follow us on

અફઘાનિસ્તાનના (Afghanistan) પૂર્વ આઈટી મંત્રી સૈયદ અહમદ શાહ સઆદત (Syed Ahmad Shah Saadat) જર્મનીમાં (Germany) પિઝા (Pizza) વેચી રહ્યા છે. પિઝા કંપનીનો યુનિફોર્મ પહેરીને તે જર્મન શહેર લિપઝિગમાં સાઇકલ પર પિઝા પહોંચાડી રહ્યા છે. આઈટી મંત્રી હતા ત્યારે તેમણે અફઘાનિસ્તાનમાં સેલ ફોન નેટવર્કને પ્રોત્સાહન આપ્યું હતું. ત્યારબાદ  તેઓ અફઘાનિસ્તાન છોડીને જર્મની આવ્યા.

એક અખબાર પ્રમાણે  તેમણે ગયા વર્ષે જ મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. ઘણા મુદ્દાઓ પર તેમની અને રાષ્ટ્રપતિ ગની વચ્ચે મતભેદો હતા. રાજીનામું આપ્યા બાદ તે થોડો સમય દેશમાં રહ્યા પણ પછી જર્મની આવ્યા. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું, પરંતુ પૈસાના અભાવે તેમણે પિઝા ડિલિવરી બોય બનવાનું નક્કી કર્યું. તે કહે છે કે ડિલિવરીનું કામ કરવામાં કોઈ શરમ નથી.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

 

સઆદત પાસે છે આ ડિગ્રી

માહિતી અનુસાર, સઆદત (Syed Ahmad Shah Sadat) પાસે બે માસ્ટર ડિગ્રી છે. તેમાંથી એક કમ્યુનિકેશનમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીથી છે અને બીજી ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં છે. આ સિવાય તેમણે 13 દેશોમાં 20 કંપનીઓમાં કમ્યુનિકેશન ક્ષેત્રે કામ કર્યું છે.

સઆદત કહે છે કે તેઓ ખુશ છે અને જર્મનીમાં સલામત અનુભવ કરી રહ્યા છે. અહીં તે પોતાના પરિવાર સાથે સાદું જીવન જીવી રહ્યા છે. તેમણે કહ્યું કે તે જર્મન કોર્સ કરવા ઇચ્છે છે આગળ ભણવા ઇચ્છે છે. તેમણે કહ્યું કે તેમણે ઘણી નોકરીઓ માટે અરજી કરી છે, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. તેનું સ્વપ્ન જર્મન ટેલિકોમ કંપનીમાં કામ કરવાનું છે.

તાલિબાને બનાવી સરકાર 

આપને જણાવી દઇએ કે તાલિબાને મંગળવારે તેની વચગાળાની સરકારના ઘણા મંત્રીઓની જાહેરાત કરી હતી. ખાસ વાત એ છે કે સંગઠને એક સમયે તાલિબાનના કટ્ટર વિરોધી ગુલ આગા શેરઝાઈને નાણામંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. શેરઝાઈ પહેલા કંધાર અને પછી નંગરહારના ગવર્નર રહ્યા.

તાલિબાને મુલ્લા સખાઉલ્લાહને કેરટેકર શિક્ષણ મંત્રી અને અબ્દુલ બારીને ઉચ્ચ શિક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. સદ્ર ઇબ્રાહિમને વચગાળાના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. સાથે જ મુલ્લા શિરીનને કાબુલના ગવર્નર અને હમદુલ્લા નોમાનીને કાબુલના મેયર બનાવવામાં આવ્યા છે.

 

આ પણ વાંચોOperation Devi Shakti : કાબુલથી આજે 180 લોકોના પરત આવવાની આશા, અફઘાન હિન્દુ અને શીખ લોકો પણ સામેલ

આ પણ વાંચોAfghanistan પર ચર્ચા કરવા કેન્દ્ર સરકારે આજે બોલાવી સર્વપક્ષીય બેઠક, એસ જયશંકર વર્તમાન સ્થિતિ પર આપશે માહિતી

Next Article