Russia Ukraine War: ખાર્કિવમાં રહેતા ભારતીય નાગરિકો માટે નવી એડવાઈઝરી જાહેર, તાત્કાલિક અસરથી શહેર છોડવાની સલાહ

|

Mar 02, 2022 | 5:53 PM

એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે તમામ ભારતીય નાગરિકોએ ભારતીય સમય અનુસાર રાત્રે 9 વાગ્યા સુધીમાં ખાર્કિવ શહેર છોડી દેવું જોઈએ.

Russia Ukraine War: ખાર્કિવમાં રહેતા ભારતીય નાગરિકો માટે નવી એડવાઈઝરી જાહેર, તાત્કાલિક અસરથી શહેર છોડવાની સલાહ
Embassy of India in Ukraine issues an urgent advisory to Indian nationals in Kharkiv

Follow us on

Russia Ukraine War: આ સમયે યુક્રેનના ખાર્કિવમાંથી (Kharkiv) મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે અહીં રહેતા ભારતીય નાગરિકો માટે નવી એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક અસરથી શહેર છોડી દેવાની સલાહ આપવામાં આવી હતી. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે તમામ ભારતીય નાગરિકોએ ભારતીય સમય અનુસાર રાત્રે 9 વાગ્યા સુધીમાં ખાર્કિવ છોડી દેવું જોઈએ. ભારતીય દૂતાવાસે ખાર્કિવમાં હાજર ભારતીયોને શક્ય તેટલી વહેલી તકે પેસોચિન, બાબાયે અને બેઝલ્યુડોવકા જવા માટે કહ્યું છે. તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે સાતમો દિવસ છે. રાજધાની કિવ અને ખાર્કિવ પર રશિયાનો હુમલો સતત ચાલુ છે.

 

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

યુક્રેનમાં ભારતીય દૂતાવાસે આ એડવાઈઝરી એવા સમયે આપી છે જ્યારે રશિયાના યુક્રેન પર હુમલાને કારણે આ પૂર્વી યુરોપીયન દેશમાં સ્થિતિ વણસી ગઈ છે. ખાસ કરીને ખાર્કીવ પર હુમલા તીવ્ર બનવાના અહેવાલો છે. યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં પ્રાદેશિક પોલીસ અને ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટર પરના હુમલાનો વીડિયો ઓનલાઈન ફરતો થઈ રહ્યો છે, જેમાં એક ઈમારતની છત ઉડી ગઈ છે અને તેના ઉપરના માળે આગ લાગી છે.

યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને પરત લાવવા માટે ભારતે ‘ઓપરેશન ગંગા’ અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત ભારતીયોને હંગેરી, રોમાનિયા, પોલેન્ડ અને સ્લોવાકિયાથી યુક્રેન છોડ્યા બાદ જમીની સરહદ ચોકીઓ દ્વારા હવાઈ માર્ગે સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો –

રશિયાએ દુનિયાને આપી પરમાણુ યુદ્ધની ધમકી, વિદેશપ્રધાન લાવરોવે કહ્યું- ત્રીજુ વિશ્વ યુદ્ધ ખુબ વિનાશકારી હશે

આ પણ વાંચો –

દેશની જાણીતી BAPS સંસ્થા સેવા માટે યુક્રેનમાં આગળ આવી, પીએમ મોદી દ્વારા હુંકાર કરતા સંસ્થા કામે લાગી કામે

આ પણ વાંચો –

Russia Ukraine War : ‘છ દિવસના યુદ્ધમાં 6000 રશિયન સૈનિકો માર્યા ગયા’,યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો દાવો

Next Article