Twitterની ચકલીઓ ઉડી જશે !!! શું એલોન મસ્ક ટૂંક સમયમાં ટ્વિટરને અલવિદા કહેશે ?

|

Jul 23, 2023 | 11:29 AM

ટ્વિટર એલોન મસ્કના શાસન હેઠળ સતત ફેરફારો કરી રહ્યું છે. નોંધનીય છેકે જ્યારથી એલોન મસ્કે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મની લગામ સંભાળી છે, ત્યારથી ટ્વિટરમાં ઘણું બદલાઈ ગયું છે અને આ સિલસિલો હજું પણ ચાલું જ છે.

Twitterની ચકલીઓ ઉડી જશે !!! શું એલોન મસ્ક ટૂંક સમયમાં ટ્વિટરને અલવિદા કહેશે ?

Follow us on

ટ્વિટરના એલોન મસ્ક કહે છે કે પરિવર્તન એ સમગ્ર દુનિયાનો સનાતન નિયમ છે, આ વાત ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્ક માટે એકદમ બંધ બેસતી દેખાઇ રહી છે, તમને આશ્ચર્ય થશે કે આ કેવી રીતે ? ગત વર્ષે જ્યારથી એલોન મસ્ક ટ્વિટરને હસ્તગત કર્યું છે, ત્યારથી ટ્વિટરમાં કંઈકને કંઇક પરિવર્તન થતું જોવા મળી રહ્યું છે, હવે તાજેતરમાં જ એલોન મસ્કે બેક ટુ બેક ઘણી ટ્વીટ કરી છે, જે જોઈને સ્પષ્ટ છે કે ટ્વિટર બ્રાન્ડ અને ટ્વિટર ચકલીઓ-લોગો બંને ટૂંક સમયમાં બદલાઈ જવાની તૈયારીમાં છે.

ટ્વિટરનું ‘મેટામોર્ફોસિસ’ (કાયાપલટ) આવું હશે

પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ
Tulsi Rituals in Sutak : શું સૂતકમાં તુલસીના છોડ પર પાણી રેડી શકાય? જાણો નિયમ
Birth Dates Secrets : આ તારીખે જન્મેલી છોકરી પર ધન, વૈભવ અને સમૃદ્ધિની થશે વર્ષા ! જાણો કારણ
શોએબ મલિકની ત્રીજી પત્ની છે 'હુસ્ન પરી' જુઓ તેની ખૂબસૂરત તસવીરો
ભારતમાં આવ્યુ છે એક એવુ ગામ જ્યાં બોલાય છે માત્ર સંસ્કૃત ભાષા
Islamic Rules : મુસ્લિમોમાં કયા કાર્યોને પાપ માનવામાં આવે છે? જાણો

નોંધનીય છેકે ટ્વિટરમાં  કેટલાક સમયથી મોટા પરિવર્તનો અને ફેરફાકો સતત જોવાઇ રહ્યાં છે, હમણાં જ એલોન મસ્કએ એક પોલ ટ્વીટ કર્યો છે, જેમાં એલોન મસ્કે ટ્વિટરના ડિફોલ્ટ રંગને સફેદથી કાળો કરવા માટે લોકો પાસેથી સૂચનો માંગ્યા છે. સમાચાર લખાઇ રહ્યાં છે ત્યાં સુધી 75 ટકાથી વધારે લોકો માને છે કે ટ્વિટરના ડિફોલ્ટ કલરનો રંગ બદલીને કાળો કરવો જોઈએ.

ટ્વિટરનો ડિફોલ્ટ કલર બદલવા વિશે ટ્વિટ કર્યા પછી, માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મના માલિક એલોન મસ્કએ વધુ એક ટ્વિટ પણ કર્યું છે, જેમાં એલોન મસ્કે લખ્યું છે કે ટ્વિટર બ્રાન્ડ ટૂંક સમયમાં જ છોડવા જઈ રહી છે, અને ટ્વિટરની ચકલીઓ ઉડવાની તૈયારીમાં છે.

આ પછી, એલોન મસ્કએ અન્ય એક ટ્વિટમાં માહિતી આપી છે કે જો આજે રાત સુધીમાં સારો લોગો તૈયાર થઈ જશે, તો આવતીકાલે અમે આ લોગોને દુનિયા સમક્ષ પ્રદર્શિત કરીશું

એલોન મસ્કે ટ્વીટ કરીને એક ફોટો શેર કર્યો અને કેપ્શન પણ લખ્યું કે- આ ફોટોને પસંદ કરો. તસવીરમાં દેખાતા નવા લોગોને જોઈને ખબર પડે છે કે ટ્વિટરની ચકલીનો રંગ પહેલા અને હવેની સરખામણીમાં ઘણો બધો બદલાતો જોવા મળી રહ્યો છે.

અત્યાર સુધી ટ્વિટરનું પક્ષી સફેદ પૃષ્ઠભૂમિ સાથે વાદળી રંગમાં જોવા મળતું હતું, પરંતુ ટૂંક સમયમાં જ એલોન મસ્ક ટ્વિટરને ખરાબ નજરથી બચાવવા માટે બ્લેક બેકગ્રાઉન્ડનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે, અને ટ્વિટરના પક્ષીનો રંગ પણ વાદળીથી સફેદ થવા જઈ રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:18 am, Sun, 23 July 23

Next Article