Elon Musk Salary From Tesla: ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની ટેસ્લા (TESLA)એ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે, કંપનીના સીઈઓ એલન મસ્કની કમાણી ગયા વર્ષે શૂન્ય રહી છે. એટલે કે, તેઓએ કંઈપણ કમાયું નથી. નિયમનકારી ફાઇલિંગ જારી કરીને, આ કાર નિર્માતાએ આગામી કાર્યક્રમ અંગે ઘણી મોટી જાહેરાતો કરી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, 2019માં એલન મસ્કની કમાણી 23,760 ડોલર હતી. જો કે, 2020માં કમાણી શૂન્ય હતી. નિવેદન અનુસાર આધાર પગાર વ્યક્તિગત ભૂમિકા, પ્રદર્શન અને સ્પર્ધાત્મક બજાર પર આધારિત છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે, “મસ્કને ઐતિહાસિક રીતે બેઝ પગાર આપવામાં આવ્યો હતો જે કેલિફોર્નિયા કાયદા હેઠળ લાગુ પડતી ન્યૂનતમ વેતન જરૂરિયાતોને પ્રતિબિંબિત કરે છે અને આવા બેઝ પગાર (Elon Musk Annual Salary 2020) પર આધારિત આવકવેરાને આધિન છે.
જો કે, તેણે તે પગાર ક્યારેય સ્વીકાર્યો ન હતો. અમે મસ્કની વિનંતી પર મે 2019માં આ મૂળ પગારની કમાણીને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. કંપનીના ટેસ્લા સીઇઓ અને એમેઝોન શેરહોલ્ડર પાસે પણ 2018માં તેમના પે પેકેજમાં ઘણા બધા વિકલ્પો છે, જે હવે અબજોને વટાવી ગયા છે.
કંપનીના નિવેદનમાં અન્ય ટેસ્લા એક્ઝિક્યુટિવ્સના મૂળ પગારનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં જકારી કિરખોર્નલી, જેરોમ ગિલેન અને એન્ડ્રુ બાગલિનોનો સમાવેશ થાય છે. ટેસ્લાના ફાઇનાન્સ ચીફ જકારી કિરખોર્નલીને 2020માં 46.6 મિલિયન ડોલર મળ્યા છે. આ પછી કંપનીમાં એલન મસ્કનું યોગદાન જણાવવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એલન મસ્ક 2008થી કંપનીના સીઈઓ પદ પર છે અને કંપનીમાં મોટું યોગદાન આપ્યું છે. તેઓ અધિકારીઓ અને ઇજનેરોની ભરતી પ્રક્રિયામાં સક્રિય રહ્યા છે. આ સાથે તેમણે વાહન એન્જિનિયરિંગ અને ડિઝાઇન, નાણાં એકત્ર કરવા અને રોકાણકારોને લાવવામાં ફાળો આપ્યો છે.
અત્યાર સુધીના આંકડા દર્શાવે છે કે, ટેસ્લાના સીઈઓ એલન મસ્કની નેટવર્થ 18,400 કરોડ યુએસ ડોલર છે. એલન મસ્ક સ્પેસએક્સ (SpaceX)ના સ્થાપક અને સીઈઓ પણ છે. તેમણે એક દિવસ પહેલા ટ્વીટ કરીને મૃત્યુ અંગેના પોતાના મંતવ્યો આપ્યા છે. એક ટ્વિટમાં મસ્કએ કહ્યું છે કે, ‘જ્યારે પણ મૃત્યુ આવશે ત્યારે હું તેનું સ્વાગત કરીશ.’ તેમણે ટ્વિટર પર વાતચીત દરમિયાન કહ્યું કે, તેઓ મંગળ પર મરવા માંગે છે.