Elon Muskના પોલ પછી ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વિટર પર ફર્યા પરત, પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું- મને રસ નથી

|

Nov 20, 2022 | 9:52 AM

ટ્વિટરના નવા માલિક એલોન મસ્કે શનિવારે ટ્વિટર યુઝર્સને એક ટ્વિટમાં પૂછ્યું કે, શું ટ્રમ્પનું એકાઉન્ટ ફરીથી શરૂ કરવું જોઈએ?, પરંતુ ટ્રમ્પ તરફથી આવા સમાચાર આવી રહ્યા છે.

Elon Muskના પોલ પછી ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વિટર પર ફર્યા પરત, પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું- મને રસ નથી
Donald Trump

Follow us on

ગયા વર્ષે જાન્યુઆરીમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ હંમેશા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. સત્તા પરિવર્તન દરમિયાન તેના ટ્વિટના કારણે લોકોએ વ્હાઇટ હાઉસ પર હુમલો કર્યો હતો. આ પ્રદર્શનમાં ઘણા લોકોના મોત પણ થયા હતા. હવે ફરી આ મામલો ચર્ચામાં આવ્યો છે. કારણ કે ટ્વિટરના નવા માલિક એલોન મસ્કે શનિવારે ટ્વિટર યુઝર્સને એક ટ્વિટમાં પૂછ્યું હતું કે, શું ટ્રમ્પનું એકાઉન્ટ ફરીથી શરૂ કરવું જોઈએ? તેના જવાબમાં લાખો લોકોએ પોતપોતાના પ્રતિભાવો આપ્યા છે, પરંતુ ટ્રમ્પ તરફથી સમાચાર આવી રહ્યા છે કે તેમને પ્લેટફોર્મ પર ફરીથી જોડાવામાં રસ નથી.

એલોન મસ્કના ટ્વિટર પર લગભગ 15 મિલિયન લોકોએ મતદાનમાં મતદાન કર્યું છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, “મને આનું કોઈ કારણ દેખાતું નથી.” તેણે કહ્યું કે તે તેના નવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર રહેશે. જોકે ટ્રમ્પનું એકાઉન્ટ realDonaldTrump ટ્વિટર પર પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. પરંતુ હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કોઈ ગતિવિધિ જોવા મળી નથી. જ્યારે મસ્કે મતદાનના પરિણામોને ટ્વિટ કર્યું, ત્યારે તેણે લેટિન શબ્દસમૂહ ‘Vox Populi, Vox Dei’નો ઉપયોગ કર્યો જેનો અર્થ થાય છે, ‘લોકોનો અવાજ ભગવાનનો અવાજ છે’.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

ટ્રમ્પનું સસ્પેન્શન નૈતિક રીતે ખોટું છે

જ્યારે ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું, ત્યારે ટ્વિટરે ટ્વિટર સેફ્ટી એકાઉન્ટ પરથી પોસ્ટ કરીને તેનું કારણ સમજાવ્યું હતું. ટ્વિટરે કહ્યું હતું કે, આ સસ્પેન્શન એટલા માટે કરવામાં આવ્યું છે કે જેથી કરીને વધુ હિંસા ભડકી ન જાય. આના પર એલોન મસ્કે વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે ટ્રમ્પ પર પ્રતિબંધ મૂકવો એ ‘ભૂલ’ હતી. જે ‘નૈતિક રીતે ખોટું’ છે. ટ્રમ્પના એકાઉન્ટ સસ્પેન્શન બાદ તેમણે ટ્રુથ સોશિયલ નામનું નવું પ્લેટફોર્મ રજૂ કર્યું છે. તે લગભગ ટ્વિટરની કાર્બન કોપી છે.

મસ્ક તેના સપનાનું ટ્વિટર બનાવી રહ્યો છે

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ એલોન મસ્કે ટ્વિટરને હસ્તગત કર્યું છે. જે પછી તે ટ્વિટર પર સતત તેના ઈચ્છિત પ્રયોગો કરી રહ્યો છે. તેમણે પોતે પણ આ વાત સ્વીકારી છે કે ટ્વિટર આવનારા સમયમાં પણ આવા ઘણા ફેરફારો કરવાનું ચાલુ રાખશે. તમને જે અનુકૂળ આવે તે આગળ મૂકવામાં આવશે, જે તમને અનુકૂળ નહીં આવે તે દૂર કરવામાં આવશે. જ્યારે તેણે કંપનીનો કબજો સંભાળ્યો ત્યારે તે સમયે તેણે અડધાથી વધુ કર્મચારીઓને પણ કાઢી મૂક્યા હતા. તેનું કારણ કંપનીને થતું દૈનિક નુકસાન જણાવવામાં આવ્યું હતું.

Next Article