Elon Musk Affair: જાણો ગૂગલના કો-ફાઉન્ડરની પત્ની સાથે અફેરની ચર્ચા પર એલન મસ્કે શું આપી સફાઈ ?

|

Jul 25, 2022 | 2:11 PM

Elon Musk Affair: એલન મસ્ક વર્ષોથી નિયમિત રીતે બ્રિનના સિલિકોન વેલી ખાતેના ઘરે આવતા-જતા હતા. એલન મસ્ક અને નિકોલ શનહાન વચ્ચે અફેરની ખબરો સામે આવી હતી પરંતુ હવે મસ્કે આ ખબરને પાયાવિહોણી ગણાવી છે.

Elon Musk Affair: જાણો ગૂગલના કો-ફાઉન્ડરની પત્ની સાથે અફેરની ચર્ચા પર એલન મસ્કે શું આપી સફાઈ ?
અફેરની ચર્ચા પર એલન મસ્કે કર્યો મોટો ખૂલાસો

Follow us on

વિશ્વની સૌથી વધુ અમીર વ્યક્તિ એલન મસ્ક (Elon Musk) વિશે ચોંકાવનારો ખૂલાસો થયો છે. ખબરો એવી છે કે ગૂગલ(Google)ના કો- ફાઉન્ડર સર્ગેઈ બ્રિન (Sergey Brin)એ તેની પત્ની નિકોલ શનહાન (Nicole Shanahan)ને છૂટાછેડા આપવાનો નિર્ણય એલન મસ્કના કારણે લીધો છે. ગત વર્ષથી એલન મસ્ક અને બ્રિનની પત્ની નિકોલ શનહાન વચ્ચે અફેર ચાલ રહ્યુ છે. જો કે મસ્કે આ તમામ વાતોનું ખંડન કર્યુ છે અને સફાઈ આપી છે કે સર્ગેઈ અને તે માત્ર મિત્ર છે અને ગઈકાલે રાત્રે એક પાર્ટીમાં સાથે હતા. મસ્કે વધુમાં કહ્યુ કે મે ત્રણ વર્ષમાં ફક્ત બેવાર નિકોલને જોઈ છે. અમારી વચ્ચે એવુ કશું નથી. વોલ સ્ટ્રીટ જર્નલમાં સમાચાર પબ્લિશ થયા હતા કે Googleના સહ સ્થાપક સર્ગેઈ બ્રિને તેમની પત્ની સાથે છૂટાછેડા માટે અરજી આપી છે કારણ કે તેમની પત્ની અને મસ્ક વચ્ચે અફેર ચાલી રહ્યુ છે, પરંતુ હવે મસ્કે આ તમામ સમાચારોને પાયાવિહોણા ગણાવ્યા છે.

મસ્કને લાગી શકે છે ઝટકો

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, એલન મસ્ક અને સેર્ગેઈ બ્રિન લાંબા સમયથી મિત્રો હતા. મસ્ક વર્ષોથી નિયમિતપણે બ્રિનના સિલિકોન વેલીના ઘરની મુલાકાત લેતા હતા. આ સમય દરમિયાન, નિકોલ શાનાહન સાથે મસ્કની નિકટતા વધી. તેમના સંબંધોના સમાચાર બાદ જ સર્ગેઈ બ્રિને હાલ થોડા મહિનાઓમાં જ એલન મસ્કની કંપનીઓમાં કરેલા તેમના વ્યક્તિગત રોકાણને વેચવા માટેના સલાહકારોને નિર્દેશ આપ્યા હતા. મસ્કની કંપનીઓમાં બ્રિનના વ્યક્તિગત રોકાણ કેટલુ હતુ તે અંગે હજુ કોઈ જાણકારી સામે આવી નથી.

એક સમયે બ્રિને કરી હતી મસ્કની મદદ

રિપોર્ટ અનુસાર એલન મસ્ક પુષ્કળ સંપત્તિનો માલિક છે જો કે 2008ના તેના આર્થિક સંકટ દરમિયાન સર્ગેઈ બ્રિને જ તેની ઈલેક્ટ્રીક કાર કંપની ટેલ્સાને ડૂબતી બચાવી હતી. વર્ષ 2015માં મસ્કે બ્રિનને તેમની કંપનીની ઈલેક્ટ્રીક કાર આપી હતી. પરંતુ હાલના દિવસોમાં બંને વચ્ચે પરિવારોને લઈને તણાવ વધ્યો છે. તો આ તમામ ઘટનાક્રમ વચ્ચે તેમના નાણાંકિય સલાહકારોને મસ્કની કંપનીમાં તેમના વ્યક્તિગત રોકાણોને વેચી દેવાનો આદેશ આપ્યો છે. જો કે મસ્કની કંપનીમાં બ્રિને કેટલુ રોકાણ કર્યુ છે અને કેટલા શેરો વેચી નાખ્યા છે તે અંગે કોઈ જાણકારી નથી.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

ટેસ્લામાં બ્રિનનુ મોટુ રોકાણ

વોલસ્ટ્રીટ જર્નલ અનુસાર સર્ગેઈ બ્રિને મસ્કની કંપનીમાં તેમની ભાગીદારી વેચી છે કે નહીં તે અંગે હજુ સુધ કોઈપણ પ્રકારની જાણકારી સામે નથી આવી. એક રિપોર્ટ અનુસાર ગૂગલના સહ સ્થાપક સર્ગેઈ બ્રિને વર્ષ 2008માં ટેસ્લામાં મોટુ રોકાણ કર્યુ હતુ. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડે્કસ અનુસાર મસ્ક 242 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વનો સૌથી અમીર વ્યક્તિ છે. 94.6 અબજ ડોલરની સંપત્તિ સાથે બ્રિન આ યાદીમાં આઠમા નંબરે છે.

થોડા દિવસો પહેલા મસ્કના જુડવા બાળકો અંગે થયો હતો ખૂલાસો

આ અગાઉ મસ્કના જુડવા બાળકો અંગે ખૂલાસો થયો હતો. ત્યારબાદ એવુ કહેવાતુ હતુ કે ટેસ્લાના CEO 7 નહીં પરંતુ 9 બાળકોના પિતા છે. મસ્કની કંપનીના અધિકારી શિવોન જિલિસે આ જુડવા બાળકોવે જન્મ આપ્યો છે. આ બાળકોનો જન્મ ગત વર્ષે નવેમ્બરમાં થયો હતો. રિપોર્ટ અનુસાર એલન મસ્ક અને ગ્રિમ્સે સરોગસી દ્વારા બીજુ બાળક થયાના થોડા સપ્તાહ પહેલા જ આ જુડવા જ બાળકોનો જન્મ થયો હતો. જો કે જિલિસ અને મસ્કની પહેલી મુલાકાત 2016માં થઈ હતી.

Next Article