
વિશ્વભરમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો થતો જઇ રહ્યો છે. હજુ તો થોડા દિવસ પહેલા જ ઇન્ડોનેશિયામાં ભૂકંપ આવ્યો હતો, ત્યારે ફરી એકવાર અહીં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આપેલી માહિતી અનુસાર ઈન્ડોનેશિયાના તલોદ ટાપુઓમાં 6.7ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો. જો કે હજુ સુધી જાનહાનિના કોઇ સમાચાર નથી. ધરતીકંપના આ આંચકા 80 કિમીની ઊંડાઈએ અનુભવાયા હતા.
યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ અહેવાલ મુજબ ગત સપ્તાહમાં ગુરુવારે ઇન્ડોનેશિયાના બલાઇ પુંગુટના 98 કિમી WSWની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો. આ ધરતીકંપની ઉંડાઈ 221.7 કિમી નોંધાઈ હતી. આમાં પણ કોઈ જાનહાની કે જાન-માલના નુકસાનના અહેવાલ નથી.
થોડા દિવસ પહેલા 30 ડિસેમ્બરના રોજ ઈન્ડોનેશિયાના પાપુઆ વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. શનિવારે રાત્રે 10.46 કલાકે આવેલા આ ભૂકંપની તીવ્રતા 6.2 હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં 77 કિલોમીટર નીચે હતુ. જે પછી ઈન્ડોનેશિયાના હવામાન વિભાગે કેટલાક વધુ આફ્ટરશોક્સની ચેતવણી પણ આપી હતી.
27 કરોડની વસ્તી ધરાવતા ઈન્ડોનેશિયામાં દરરોજ ભૂકંપ અને જ્વાળામુખી ફાટવાના અહેવાલો આવતા રહે છે. 21 નવેમ્બરના રોજ પશ્ચિમ જાવામાં 5.6 તીવ્રતાના ભૂકંપમાં 331 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે 600થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સુલાવેસીમાં 2018ના ભૂકંપ અને સુનામી પછી ઇન્ડોનેશિયામાં તે સૌથી ભયંકર હતું, જેમાં લગભગ 4,340 લોકો માર્યા ગયા હતા.
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. મળતી માહિતી મુજબ જે ઝોનમાં આ પ્લેટ્સ ટકરાય છે તેને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. આ દરમિયાન, પ્લેટોના ખૂણા વારંવાર અથડામણને કારણે વળે છે. જ્યારે તેમાં ખૂબ દબાણ હોય છે, ત્યારે પ્લેટો તૂટવા લાગે છે. જેના કારણે નીચેની ઉર્જા બહાર આવવાનો માર્ગ શોધે છે અને આ વિક્ષેપ પછી ભૂકંપ આવે છે.
વિશ્વભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો