અમેરિકાના અલાસ્કામાં ફરી એકવાર ભૂકંપ (Alaska Earthquake) આવ્યો છે. અહીં સવારે 10.47 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.0 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના (National Center for Seismology) જણાવ્યા અનુસાર, ભૂકંપ અલાસ્કાના એન્ડ્રીઆનોફ ટાપુઓના 681 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ (ENE)માં આવ્યો હતો. અલાસ્કામાં ધરતીકંપ કોઈ નવી વાત નથી. બે દિવસ પહેલા પણ અહીં ભૂકંપ આવ્યો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુરુવારે રાત્રે દક્ષિણ અલાસ્કામાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને લોકોએ એન્કરેજ અને આસપાસના વિસ્તારોમાં આંચકા અનુભવ્યા હતા. યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર અલાસ્કાના ઉત્તરપશ્ચિમમાં 49 કિલોમીટર અથવા 30 માઇલ દૂર નિનિલચિકમાં હતું. જ્યારે લોકોના ઘરો એન્કરેજથી 186 માઈલ (299 કિલોમીટર) દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત છે. ભૂકંપ કેન્દ્રે જણાવ્યું હતું કે સમગ્ર એન્કરેજ અને માત્સુ ખીણમાં આંચકા અનુભવાયા હતા. તેની ઊંડાઈ 73 માઈલ (117.3 કિમી) હતી.
યુએસ સુનામી વોર્નિંગ સિસ્ટમે કહ્યું કે સુનામીનો કોઈ ખતરો નથી. જો કે, USGS એ કહ્યું કે ભૂકંપ પછીના આંચકા અનુભવી શકાય છે . અગાઉ, જ્યારે ટોંગામાં પાણીની અંદરનો જ્વાળામુખી ફાટ્યો હતો, ત્યારે અલાસ્કા હજુ પણ જોખમમાં હતું. વિસ્ફોટનો અવાજ છેક અલાસ્કા સુધી સંભળાયો હતો. તેમજ સુનામીની ચેતવણી પણ આપવામાં આવી હતી. 12 જાન્યુઆરીએ અલાસ્કામાં પણ ભૂકંપ આવ્યો હતો. તીવ્ર ભૂકંપની તીવ્રતા 6.8 હતી, સાથે જ ભૂકંપના આફ્ટરશોક્સ પણ અનુભવાયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આમાંના ઘણા ભૂકંપનું કેન્દ્ર ઉત્તર પેસિફિકમાં સમુદ્રની નીચે હતું.
જ્યારે અહીં એક જ દિવસમાં ઘણી વખત ભૂકંપ આવ્યા ત્યારે સિસ્મોલોજીસ્ટ નતાલિયા રુપર્ટે કહ્યું કે આટલા મજબૂત ધરતીકંપો સતત આવે તે એકદમ અસામાન્ય છે. મોડી રાત્રે લગભગ 2.36 કલાકે સૌથી ભયાનક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેની તીવ્રતા 6.8 હતી અને થોડીવાર બાદ ભૂકંપના આફ્ટરશોક પણ અનુભવાયા હતા. તેનું કેન્દ્ર નિકોલ્સ્કીના દક્ષિણપૂર્વમાં લગભગ 40 માઈલ (64 કિમી) હતું. નિકોલ્સ્કી એ અલાસ્કાના ઉન્માક આઇલેન્ડ પર રહેતા 39 રહેવાસીઓનો સમુદાય છે.
આ પણ વાંચો : Vadodara: માતાને પરિવારના ગુજરાન માટે વારંવાર અપમાનિત થતાં જોઈ, સગીર પુત્રી IPS ઓફિસર બની સન્માન અપાવશે
Published On - 12:06 pm, Sat, 22 January 22