ફિલીપીન્સથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. ફિલીપીન્સના મસ્બાતે ક્ષેત્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી છે. જોકે, હમણા સુધી જાનહાનિ કે આર્થિક નુકશાનની કોઈ માહિતી સામે આવી નથી.જણાવી દઈએ કે ફિલીપીન્સમાં એક મહિના પહેલા 18 જાન્યુઆરીના રોજ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે સમયે ફિલીપીન્સના દક્ષિણ ભાગમાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે સમયે પણ મોટું નુકશાન થયું ન હતું.
હાલમાં જ તુર્કિયે અને સીરિયામાં વિનાશકારી ભૂકંપને કારણે આજદિન સુધીમાં 41,000 લોકોના મોત થયા છે, જ્યારે 1 લાખથી વધારે ઘાયલ થયા છે. જણાવી દઈએ કે 6 ફેબ્રુઆરીના રોજ તુર્કિયેના દક્ષિણ-પૂર્વી અને સીરિયાના ઉત્તર-પશ્વિમ ભાગમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ પણ નાના મોટા ભૂકંપના આંચકા આ ક્ષેત્રમાં અનુભવાયા હતા.
#BREAKING 6.1 magnitude #earthquake rocks the central #Philippines
pic.twitter.com/4wRTRWEvDi— S a m (@cheguwera) February 15, 2023
મળતી માહિતી અનુસાર, ફિલીપીન્સના મસબાતે ક્ષેત્રથી 35 કિમી દૂર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું. આ ભૂકંપના કારણે હમણા સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ભારતીય સમય અનુસાર આ ભૂકંપ આજે મોડી રાત્રે 1.45થી 2 વાગ્યાની વચ્ચે અનુભવાયો હતો.આ ભૂકંપને કારણે ત્સુનામીની પણ શકયતા સેવાઈ રહી છે.
ભૂકંપના 1 કલાક બાદ પણ ભૂકંપના નાના-મોટા આંચકા આવી રહ્યાં હતા. જેને કારણે મસ્બાતે વિસ્તારની સ્કૂલોમાં કેટલાક દિવસો માટે રજા જાહેર કરવામાં આવી છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વર્ષની શરુઆતથી જ દુનિયાના અલગ અલગ ભાગોમાંથી ભૂકંપના સમાચાર સામે આવી રહ્યાં છે. ગઈકાલે 15 ફેબ્રુઆરીના રોજ ન્યુઝીલેન્ડમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ નોર્થ આઈસલેન્ડ શહેર લોરહાટથી 78 કિમી ઉત્તર પશ્ચિમમાં આવ્યો હતો. ભૂકંપ સાંજે 7.38 કલાકે 76 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. આ ભૂકંપના કારણે પણ કોઈ મોટા નુકશાનના સમાચાર સામે આવ્યા ન હતા.
ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં પણ ભૂકંપના નાના-મોટા આંચકાઓ અનુભવાયા હતા. ફેબ્રુઆરીની શરુઆતથી જ ગુજરાતમાં સુરત, સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ વિસ્તારમાં કુલ 10 વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
Published On - 6:12 am, Thu, 16 February 23