દુનિયામાં ઘણી એવી વિચિત્ર જગ્યાઓ છે, જેના વિશે જાણીને એક વારમાં લોકોને તેની પર ભરોસો નહીં થાય. આવી જ એક જગ્યા નોર્વેમાં (Norway) છે. આ જગ્યાની અનોખી વાત એ છે કે છેલ્લા 70 વર્ષથી અહીં કોઈ માનવ મૃત્યુ પામ્યો નથી. આ વાત સાંભળવામાં થોડી વિચિત્ર લાગે છે, પરંતુ આ વાત સો ટકા સાચી છે. આવો અમે તમને આ જગ્યા વિશે જણાવીએ.
તંત્રએ મોત પર પ્રતિબંધ લગાવી દીધો
આ સ્થળ છે નોર્વેનું (Norway) એક નાનકડું શહેર લોંગયરબાયન (Longyearbyen). આ શહેરે મૃત્યુ પર વિજય મેળવ્યો હોય તેવું લાગે છે. આ શહેર સ્પિટ્સબર્ગન આઇલેન્ડમાં (Spitsbergen) આવેલું છે. અહીંના પ્રશાસને લોકોના મોત પર જ પ્રતિબંધ લગાવી દીધો છે. કહેવાય છે કે દુનિયાના આ અનોખા શહેરમાં છેલ્લા 70 વર્ષથી કોઈ માનવીનું મૃત્યુ થયું નથી. પરંતુ તેની પાછળનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે.
કારણ
વાસ્તવમાં, નોર્વેના લોંગયરબાયન શહેરમાં આખું વર્ષ હવામાન ખૂબ ઠંડુ રહે છે. ઠંડીની મોસમમાં (Winter) તાપમાન (Temperature) એટલું નીચું જાય છે કે માણસનું જીવવું મુશ્કેલ બની જાય છે. જો કોઈનું મૃત્યુ થાય તો પણ ઠંડીના કારણે લાશ (Dead Body) વર્ષો સુધી જે તે સ્થિતિમાં જ પડી રહે છે. તીવ્ર ઠંડીને કારણે સડતી પણ નથી. જેના કારણે મૃતદેહોનો નાશ કરવામાં વર્ષો લાગે છે. આ જ કારણે અહીંના પ્રશાસને મનુષ્યોના મોત પર પ્રતિબંધ લગાવી દીધો છે.
તીવ્ર ઠંડીના કારણે લાંબા સમય સુધી મૃતદેહનો નાશ નથી થતો જેના કારણે લોંગયરબાયન શહેરના વહીવટીતંત્રને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વર્ષોથી આવી રીતે પડેલા મૃતદેહોને કારણે શહેરમાં કોઈ ખતરનાક બીમારી ના ફેલાઈ તેના માટે અહીં લોકોને મરવા દેવામાં આવતા નથી. જો કોઈ વ્યક્તિ ગંભીર રીતે બીમાર પડે તો પણ તેને બીજા શહેરમાં શિફ્ટ કરવાનું કહેવામાં આવે છે. ત્યારપછી મૃત્યુ બાદ તે વ્યક્તિના અંતિમ સંસ્કાર તે જ જગ્યા પર કરવામાં આવે છે.
1917માં અવસાન થયેલ વ્યક્તિના મૃતદેહમાં હજી સુધી છે ઈન્ફલ્યુએન્ઝાનો વાયરસ
વાસ્તવમાં, વર્ષ 1917 માં, અહીં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું જે ઈન્ફલ્યુએન્ઝાથી (Influenza) પીડિત હતો. માણસના શરીરને લોંગ ઇયરબેનમાં દફનાવવામાં આવ્યું હતું, પરંતુ તેના શરીરમાં હજુ પણ ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે. આ કારણે પ્રશાસને અહીં કોઈના મૃત્યુ પર પ્રતિબંધ લગાવી દીધો છે જેથી કરીને શહેરને કોઈપણ રોગચાળાથી બચાવી શકાય. આ શહેરની વસ્તી 2000 જેટલી છે. આ અનોખા શહેરમાં ખ્રિસ્તી (Christian) ધર્મના લોકો વધુ રહે છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો – Kangana ranautના નિવેદન સામે દેશભરમાં હંગામો, અનેક શહેરોમાં ફરિયાદો, ભાજપના નેતાઓએ પણ કરી ટીકા