દુનિયામાં સૌથી વધારે ગોલ્ડ કયા દેશ પાસે છે? જાણો ભારતનો રેન્ક કયો છે

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ (World Gold Council) દ્વારા ગુરૂવારે એ દેશોની ટોપ ટેન લીસ્ટ જારી કરી છે કે જેની પાસે હજાર ટન સોનુ છે. આ લીસ્ટમાં પ્રથમ સ્થાન પર અમેરિકા છે જેની પાસે સૌથી વધારે ગોલ્ડ છે. સાથે જ ભારત પણ આ દેશોના લીસ્ટમાં સામેલ છે. આવો જાણીએ કે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ મુજબ દુનિયાનાં કયા 10 […]

દુનિયામાં સૌથી વધારે ગોલ્ડ કયા દેશ પાસે છે? જાણો ભારતનો રેન્ક કયો છે
http://tv9gujarati.in/duniya-ma-sahu-t…o-bharat-no-rank/
| Edited By: | Updated on: Sep 20, 2020 | 9:44 PM

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ (World Gold Council) દ્વારા ગુરૂવારે એ દેશોની ટોપ ટેન લીસ્ટ જારી કરી છે કે જેની પાસે હજાર ટન સોનુ છે. આ લીસ્ટમાં પ્રથમ સ્થાન પર અમેરિકા છે જેની પાસે સૌથી વધારે ગોલ્ડ છે. સાથે જ ભારત પણ આ દેશોના લીસ્ટમાં સામેલ છે. આવો જાણીએ કે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ મુજબ દુનિયાનાં કયા 10 દેશો પાસે સૌથી વધારે ગોલ્ડનો ભંડાર છે.

બિઝનેસ ઈનસાઈડર દ્વારા બહાર પાડવામાં આવેલા એક રીપોર્ટ પ્રમાણે અમેરિકા પાસે દુનિયામાં સૌથી વધારે સોનાનો ભંડાર ઉપલબ્ધ છે. તેની પાસે કુલ 8133.5 ટન સોનું છે. વિદેશી ચલણનાં ભંડારમાં સોનાનો હિસ્સો 79 ટકા છે. ત્યાંજ બીજા સ્થાન પર જર્મની છે કે જેની પાસે 3,363.6 ટન સોનું છે. વિદેશી ચલણનાં ભંડારમાં સોનાનો હિસ્સો 75.6 ટકા છે. ત્રીજા સ્થળ પર ઈટાલી છે કે જેની પાસે કુલ સોનાનો ભંડાર 2,451.8 મેટ્રીક ટન છે. આ દેશની વિદેશી ચલણનાં ભંડારમાં સોનાનો હિસ્સો 71.3 ટકા છે. ફ્રાન્સ સુવર્ણ ભંડારનાં મામલામાં ચોથા સ્થાન પર છે. ફ્રાન્સની પાસે કુલ સુવર્ણ ભંડાર 2436 મેટ્રીક ટન છે અને તેનો વિદેશી ચલણનાં ભંડારમાં સોનાનો હિસ્સો 23 ટકા છે.

છઠ્ઠા સ્થાન પર ભારતનો પડોશી દેશ ચીન છે કે જેની પાસે 1,948.3 મેટ્રીક ટન સોનાનો ભંડાર છે અને તેમનો સોનાનો હિસ્સો 3.4 ટકા છે. સાતમા સ્થાન પર યુરોપિયન દેશ સ્વીટ્ઝરલેન્ડ છે કે જેની પાસે કુલ 1040 મેટ્રીક ટન સોનાનો ભંડાર છે. આ દેશનું વિદેશી ચલણનાં ભંડારમાં સોનાનો હિસ્સો 6.5 ટકા છે. આઠમાં નંબર પર છે એશિયાઈ દેશ જાપાન કે જેની પાસે કુલ સુવર્ણ ભંડાર 765.2 મેટ્રીક ટન છે અને આ દેશનાં વિદેશી ચલણમાં સોનાનો હિસ્સો 3.2 ટકા છે.

નવમા સ્થાન પર ભારત છે કે જેની પાસે 657.7 મેટ્રીક ટન સોનાનો ભંડાર છે, તેનો વિદેશી મુદ્રામાં સોનાનો હિસ્સો 7.5 ટકા છે. ભારત પાસે જૂનમાં 33.9 બિલિયન ડોલરનો સુવર્ણ ભંડાર હતો, આ ફેબ્રુઆરીમાં સોનાનાં ભંડારમાં વધારો થઈ રહ્યો છે, આંકડા પ્રમાણે ફેબ્રુઆરીમાં 6.8 ટન સોનું, માર્ચમાં 11.2 ટન, એપ્રિલમાં 1.2 ટન સોનું અને મે મહિનામાં 2.8 ટન સોનાનો વધારો થયો છે. લિસ્ટમાં અંતિમ પગથીયા પર નેધરલેન્ડ છે કે જેની પાસે 612.5 ટન સોનાનો ભંડાર છે અને આ દેશનાં વિદેશી ચલણમાં સોનાનો હિસ્સો 71.4 ટકા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 8:43 am, Fri, 21 August 20