આયર્લેન્ડના ડબલિન (Dublin)માં રહેતી 50 વર્ષીય મહિલા હાલ ઈઝરાયેલમાં ફસાઈ છે. કેથરિન સ્ટીન્સને દાવો કર્યો છે કે આઈરિશ સત્તાવાળાઓએ તેમની મદદ કરવા માટે કંઈ કર્યું નથી. તેણીએ જણાવ્યું હતું કે શનિવારથી યુદ્ધ શરૂ થયું ત્યારથી બલ્ગેરિયા, અલ્બેનિયા અને રોમાનિયા સહિતના ઘણા દેશો તેમના નાગરિકોને સલામત પોતાન દેશ પરત લઈ જઈ રહ્યા છે. ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે 7 ઓક્ટોબરના રોજથી જંગ શરુ થઈ છે ત્યારથી અનેક દેશના લોકો ઈઝરાયલમાં ફસાયા છે.
ડબલિન મહિલા જે ગયા મંગળવારે આવી હતી, તેણે જણાવ્યું હતું કે પ્રવાસમાં 50 થી વધુ આઈરિશ નાગરિકો છે, જેમાં એક 89 વર્ષીય મહિલાનો પણ સમાવેશ થાય છે. તેણીએ ટૂર ઓપરેટર મેરિયન પિલગ્રીમેજીસ સાથે ઈઝરાયેલની મુસાફરી કરી હતી અને તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓ આજે ઘરે જશે, પરંતુ જ્યારે તેઓને જાણ કરવામાં આવી કે આ હવે થવાનું નથી ત્યારે તેઓ દુઃખી અને બેચેન થઈ ગયા હતા.
આ જૂથ હવે ગુરુવારે તેલ અવીવ (Tel Aviv) થી ડબલિન પાછું ઉડાન ભરવાનું છે, પરંતુ કેથરિનને ડર છે કે પરિસ્થિતિ વધુ ભયાનક થઈ શકે છે અને તેણીને તેની સાથે અન્ય લોકોના જીવ ગુમાવવાનો ડર છે. તેણીએ ડબલિન લાઈવને કહ્યું: “અમારે ફ્લાઈટ મેળવવા માટે તેલ અવીવ જવું પડશે, જે કદાચ સૌથી ખતરનાક વિસ્તાર છે.
આ પણ વાંચો : Sydney News: હમાસ સમર્થકોએ સિડની ઓપેરા હાઉસની બહાર ઈઝરાયલનો ધ્વજ સળગાવ્યો, પોલીસ સાથે થઈ અથડામણ
“અત્યારે, અમે નાઝરેથમાં છીએ અને અમે હાલના સમયે ઠીક છીએ, પરંતુ દરેક સમયે ખતરો (ડર) સતત અહીં વધી રહ્યો છે. મને ચિંતા છે કે ગુરુવાર પહેલા આપણે બધા મરી જઈ શકીએ છીએ. મને ચિંતા છે કે અમે એરપોર્ટ સુધી નહીં પહોંચી શકીશું. તેલ અવીવ અને એરપોર્ટ પર રોકેટ છોડવામાં આવી રહ્યા છે. શા માટે આઈરિશ સરકાર અમને રેસ્ક્યૂ કરી પાછા લઈ જવા વિલંબ કરી રહી છે, શા માટે તેઓ ફ્લાઇઈટ મોકલી રહ્યા નથી? અમને ગુરુવાર સુધી આવી રીતે તમે કેવી રીતે છોડી શકો.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો