Dubai News : દુબઈનું ગ્લોબલ વિલેજ દુનિયાભરના પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર, જાણો ભારતીયો માટે કેમ છે ખાસ

દર વર્ષે સંયુક્ત આરબ અમીરાતના દુબઈ શહેરના મોટા ભાગમાં એક મોટું આયોજન થાય છે જેમાં વિશ્વના ઘણા દેશોની સંસ્કૃતિઓ ભેગી થાય છે. દુબઈની જગ્યા (શેખ મોહમ્મદ બિન ઝાયેદ રોડ) જ્યાં આવું થાય છે તેને ગ્લોબલ વિલેજ કહેવામાં આવે છે. જેની શરૂઆત 18 ઓક્ટોબર 2023 થી થશે. મહત્વનુ છે કે આ ગ્લોબલ વિલેજ ભારત માટે પણ મહત્વનુ માનવમાં આવે છે જેની પાછળ અનેક કારણો છે.

Dubai News : દુબઈનું ગ્લોબલ વિલેજ દુનિયાભરના પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર, જાણો ભારતીયો માટે કેમ છે ખાસ
| Edited By: | Updated on: Oct 02, 2023 | 8:47 PM

દુબઈનું ગ્લોબલ વિલેજ વિશ્વમાં ફરવા માટેના મુખ્ય સ્થળોમાં ખૂબ જ ખાસ બની ગયું છે. દર વર્ષે સંયુક્ત આરબ અમીરાતના દુબઈ શહેરના મોટા ભાગમાં એક મોટું આયોજન થાય છે. જેમાં વિશ્વના ઘણા દેશોની સંસ્કૃતિઓ ભેગી થાય છે. દુબઈની જગ્યા (શેખ મોહમ્મદ બિન ઝાયેદ રોડ) જ્યાં આવું થાય છે તેને ગ્લોબલ વિલેજ કહેવામાં આવે છે. આ વખતે 18 ઓક્ટોબર 2023 થી 28 એપ્રિલ 2024 દરમિયાન દુબઈ ગ્લોબલ વિલેજનું આયોજન કરવામાં આવશે. આ 28મી સિઝન છે. અહી અત્યાર સુધીમાં 27 સીઝન યોજાઇ છે.

અહીં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મનોરંજક પ્રવૃત્તિઓ થાય છે. તે વિશ્વભરના પ્રવાસીઓ, સંસ્કૃતિ પ્રેમીઓ અને ઉત્સાહીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. એક જ જગ્યાએ દુનિયા વિશે ઘણું બધું જોવા, જાણવા અને અનુભવવાનું છે. તે એટલું સુંદર છે કે વારંવાર આવવાનું મન થાય છે.

ગ્લોબલ વિલેજ દુબઈના સૌથી લોકપ્રિય સાંજના મનોરંજન સ્થળો પૈકીનું એક છે. દુબઈના કિનારા પર આયોજિત આ તહેવાર અને થીમ પાર્કનું આ સંયોજન દર વર્ષે  નવેમ્બર થી એપ્રિલ વચ્ચે શરૂ થાય છે. ભારતીય પેવેલિયન પણ ગ્લોબલ વિલેજમાં સુશોભિત છે અને દર વર્ષે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.

આ વખતે આ બહુ સાંસ્કૃતિક થીમ પાર્ક 18મી ઓક્ટોબરે જ ખુલશે. પહેલા તે 25 ઓક્ટોબરથી ખુલતી હતી. એટલે કે ફેમિલી થીમ પાર્ક 194 દિવસ માટે ખુલ્લો રહેશે અને સીઝન 28 એપ્રિલ, 2024 ના રોજ સમાપ્ત થશે.

ભારત સાથે શું સંબંધ છે?

દુબઈ ગ્લોબલ વિલેજ ભારત માટે ખૂબ જ ખાસ છે. દુબઈ ભારતની ખૂબ નજીક છે અને ઘણી ભારતીય કંપનીઓ દુબઈ ગ્લોબલ વિલેજમાં તેમના સ્ટોલ, પંડાલ અને કિઓસ્ક લગાવે છે. સંયુક્ત આરબ અમીરાત સાથે ભારતના સારા સંબંધો છે. જેના કારણે ધંધાકીય ગતિવિધિઓ પણ ઘણી વધી રહી છે. ભારતના સાંસ્કૃતિક વારસા અને પરંપરાને જોવા માટે વિશ્વભરમાંથી લાખો પ્રવાસીઓ ગામના ભારતીય પંડાલમાં આવે છે.

શું હશે ખાસ ?

દુબઈ ગ્લોબલ વિલેજની મુલાકાત લેતા લોકો વિશ્વભરમાંથી 200 થી વધુ પ્રકારની ખાદ્ય ચીજોનો આનંદ માણશે અને શ્રેષ્ઠ ભોજનનો સ્વાદ માણશે. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે. આ ઉપરાંત કલા જગતની જાણીતી હસ્તીઓ પોતાના કાર્યક્રમો રજૂ કરશે. ભૂતકાળના કાર્યક્રમોમાં શાહરૂખ ખાન, નેહા કક્કર, સોનુ નિગમ, શ્રેયા ઘોષાલ, મીકા સિંહ, ગુરુ રંધાવા જેવા ભારતીય કલાકારોએ તેમના કાર્યક્રમો રજૂ કર્યા છે.

તમામ દેશોના પેવેલિયનની સજાવટ તેમના સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે. તે અનન્ય થીમ સાથે એક આકર્ષક અનુભવ પ્રદાન કરે છે. સ્ટેજ શો, સંગીત, કઠપૂતળી અને રોડ શો પણ થશે. આ વખતે દુબઈ ગ્લોબલ વિલેજને રોયલ સોસાયટી ફોર ધ પ્રિવેન્શન ઓફ એક્સિડન્ટ્સ (RoSPA) તરફથી આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે. આ માન્યતા બહેતર સ્વાસ્થ્ય અને સલામતી વ્યવસ્થાપન તરફ લીધેલા પગલાં માટે પ્રાપ્ત થઈ છે. દુબઈ ગ્લોબલ વિલેજને સતત બીજી વખત આ એવોર્ડ મળ્યો છે.\

આ પણ વાંચો : Melbourne News: ગરમી બાદ ઓસ્ટ્રેલિયાના વાતાવરણમાં પલટો, મેલબોર્ન સહિત ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી

VIP પાસ કાર્ડ પર વિશેષ સુવિધાઓ

2016માં ગ્લોબલ વિલેજ થીમ પાર્ક શરૂ કરવામાં આવ્યો હતો. ગત સિઝનમાં 90 લાખથી વધુ લોકોએ આ ફેમિલી થીમ એમ્યુઝમેન્ટ પાર્કની મુલાકાત લીધી હતી. અહીં આવનારા લોકો જે VIP પાસ ખરીદે છે તેમને અલગ કાર્ડ મળશે. એક ડોરમેન તેમને લેવા આવશે, તેમના માટે અલગ પ્રવેશદ્વાર હશે. કાર પાર્કિંગ, અંદર જવા માટે સરળ ટેક્સી સહિત અનેક વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. કતાર વગર તમામ કાર્યક્રમો માટે સરળ ઍક્સેસ પ્રદાન કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો