Dubai : 5-7 વર્ષની નોકરી પછી જીવનભરની મોજ! અહીં મજૂરીકામ કરીને વતન પરત ફરનાર પણ અમીર કહેવાય છે, જાણો અહીંનું Salary Structure

Dubai : દર વર્ષે ભારતમાંથી હજારો લોકો નોકરી માટે ખાડી દેશોમાં જાય છે. તેમાંથી સાઉદી અને દુબઈ રોજગાર(Employment) અને સારા પગાર(Salary) માટે ખૂબ પ્રખ્યાત છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કોઈ ચોક્કસ વ્યક્તિ નોકરી(Job) માટે દુબઈ ગયો અને 2-5 વર્ષમાં સારા પૈસા કમાઈને પાછો ફર્યો છે. આવી સ્થિતિમાં તમારા મગજમાં આ વિચાર આવશે કે દુબઈમાં જુદા જુદા કામ માટે છેલ્લે પગાર કેટલો છે અને તે ભારતીય રૂપિયા(Indian Rupees)માં કેટલો છે?

Dubai : 5-7 વર્ષની નોકરી પછી જીવનભરની મોજ! અહીં મજૂરીકામ કરીને  વતન પરત ફરનાર પણ અમીર કહેવાય છે, જાણો અહીંનું Salary Structure
| Edited By: | Updated on: Oct 22, 2023 | 10:48 AM

Dubai : દર વર્ષે ભારતમાંથી હજારો લોકો નોકરી માટે ખાડી દેશોમાં જાય છે. તેમાંથી સાઉદી અને દુબઈ રોજગાર(Employment) અને સારા પગાર(Salary) માટે ખૂબ પ્રખ્યાત છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કોઈ ચોક્કસ વ્યક્તિ નોકરી(Job) માટે દુબઈ ગયો અને 2-5 વર્ષમાં સારા પૈસા કમાઈને પાછો ફર્યો છે. આવી સ્થિતિમાં તમારા મગજમાં આ વિચાર આવશે કે દુબઈમાં જુદા જુદા કામ માટે છેલ્લે પગાર કેટલો છે અને તે ભારતીય રૂપિયા(Indian Rupees)માં કેટલો છે?

વિશ્વની અગ્રણી જોબ અને રિક્રુટમેન્ટ કંપની Glassdoor દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર દુબઈમાં કામદારો(Worker)ને આપવામાં આવતો સરેરાશ પગાર(Average Salary) દુબઈનું ચલણ એવા 2000 Dirhamછે. ભારતીય રૂપિયા પ્રમાણે આ પગાર રૂપિયા 45 થી 50,000 જેટલો થવા જાય છે. તે જ સમયે, વેજસેન્ટર વેબસાઈટના ડેટા અહેવાલ અનુસાર દુબઈની સ્થાનિક વિશ્લેષક એજન્સીઓ અનુસાર વર્ષ 2023માં યુએઈમાં લઘુત્તમ પગાર(Minimum Salary in UAE) 600-3000 Dirhamપ્રતિ મહિનો છે. ભારતીય રૂપિયામાં આ રકમ 13 થી 15000 રૂપિયાથી 68,000 થી 70,000 રૂપિયા સુધી મળતી હોય છે. જો કે, પગાર ધોરણ તમામ માટે સમાન હોતું નથી. કર્મચારી અને કંપનીની લાયકાત પર આ બાબત આધારિત રહેતી હોય છે.

આ પણ વાંચો : Pakistan Breaking News: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ચાર વર્ષ બાદ સ્વદેશ પરત ફર્યા, ઈસ્લામાબાદ પહોંચતા જ કહી આ મોટી વાત

એક ઉદાહરણ દ્વારા સમજવામાં આવે તો જો તમે દુબઈની હોટલમાં વેઈટર તરીકે કામ કરનાર વ્યક્તિને 10,070 Dirham એટલે કે 2 લાખ રૂપિયા આસપાસનો પગાર મળી શકે છે. દુબઈમાં ડેન્ટિસ્ટને 39120 દિરહામ સુધીનો પગાર મળે છે જે ભારતીય રૂપિયામાં 8 લાખ રૂપિયાથી વધુ છે. ઈન્ટરનેશનલ હ્યુમન રિસોર્સ ઓર્ગેનાઈઝેશનના અંદાજ મુજબ 2023માં UAE (દુબઈ)માં સરેરાશ પગાર 16,500 દિરહામ હશે જે ભારતીય રૂપિયામાં 3,74,000 રૂપિયા છે.

આ પણ વાંચો : Melbourne News: રાત્રિના સમયે આકાશમાં રહસ્યમય પ્રકાશ અને જોરથી થયો વિસ્ફોટ, ઉલ્કાપિંડ હોવાની આશંકા, જુઓ Photos

આ તો પગારની વાત છે હવે પ્રશ્ન એ છે કે દુબઈમાં નોકરી કેવી રીતે મળે છે? દુબઈ સ્થિત કોઈપણ દેશ અને કંપનીમાં કામ કરવા માટે તમારે વર્ક વિઝાની જરૂર છે.  ધ્યાનમાં રાખો કે છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશમાં નોકરી અપાવવાના નામે ઘણા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે તેથી વેરિફાઈડ ઓનલાઈન રિક્રુટમેન્ટ પોર્ટલ અથવા એજન્સીનો સંપર્ક કરવો જોઈએ .

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:50 am, Sun, 22 October 23