Dubai : ભારત થી દુબઈ જઈ રહેલા વિમાનને Hijack કરવાનો E-mail મળ્યો, જાણો પછી શું થયું?

|

Oct 10, 2023 | 6:30 AM

Dubai : ભારતથી દુબઈ જઈ રહેલા પ્લેનને હાઈજેક(Plane Hijack Threat) કરવાની ધમકી મળતાં દોડધામ મચી ગઈ હતી. તપાસમાં આવું કોઈ જોખમ ન હોવાનું સુનિશ્ચિત થતાં તમામે હાશકારો અનુભવ્યો હતો. આ ઈ - મેઈલ કોઈ ટીખળખોરનું કારસ્તાન(Fraud) હોવાનું સામે આવ્યું હતું.

Dubai : ભારત થી દુબઈ જઈ રહેલા વિમાનને Hijack કરવાનો E-mail મળ્યો, જાણો પછી શું થયું?

Follow us on

Dubai : ભારતથી દુબઈ જઈ રહેલા પ્લેનને હાઈજેક(Hijack) કરવાની ધમકી મળતાં દોડધામ મચી ગઈ હતી. આ માહિતી એરપોર્ટ ઓથોરિટી(Airport Authority)ને એક ઈ-મેઈલ(Threat E-Mail) દ્વારા આપવામાં આવી હતી. તંત્રએ તકેદારીના ભાગરૂપે સુરક્ષા અને સલામતીના પગલાંની ખાતરી કરી જોખમ ન હોવાનું સુનિશ્ચિત કરતા તમામે હાશકારો અનુભવ્યો હતો. આ ઈ – મેઈલ કોઈ ટીખળખોરનું કારસ્તાન(Fraud) હોવાનું સામે આવ્યું હતું.

હૈદરાબાદ એરપોર્ટ ઓથોરિટીને ઈ-મેઈલ મળ્યો

ભારતથી દુબઈ(India to Dubai Flight) જઈ રહેલા એર ઇન્ડિયાના Air India Flight AI951 પ્લેનને હાઈજેક(Air India Plane Hijack) કરવાની કાવતરાની ચેતવણી મળતાં ચારેબાજુ ખળભળાટ મચી ગયો હતો. હૈદરાબાદ(Hyderabad)ના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (Rajiv Gandhi International Airport – RGI) ઓથોરિટીને દુબઈ જતી ફ્લાઈટને હાઈજેક કરવા અંગેનો ઈ-મેઈલ મળ્યો હતો.આ માહિતી મળતાં ચારેબાજુ ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર આ વિશે માહિતી આપતો ઈ-મેઈલ એરપોર્ટ ઓપરેશન્સ કંટ્રોલ સેન્ટર (Airport Operations Control Center – AOCC)ને મળ્યો હતો.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

આ ઈ-મેઈલમાં કહેવામાં આવ્યું હતું કે એક મુસાફર હૈદરાબાદથી દુબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને હાઈજેક કરવાની યોજના બનાવી રહ્યો છે.

પોલીસ સતર્ક બની હતી અને ઘટના ન બને તે અંગે કવાયત શરૂ કરાઈ હતી. ઘટના ધમકી અંગેની માહિતી મળતા જ પોલીસ સતર્ક થઈ ગઈ હતી અને દરેક જગ્યાએ ચેકિંગ શરૂ કરી દીધું હતું. અધિકારીઓએ કહ્યું છે કે વેરિફિકેશન બાદ આ ઈ-મેઈલ ટીખળ હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ મામલામાં આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને કેસની તપાસ ચાલી રહી છે.

5 મહિનામાં હાઇજેકની ધીમકીની ટીખળની બીજી ઘટના

જૂન મહિનામાં પણ આવીજ એક ઘટના બની હતી. ફોન પર’Hijacking Ki Planning Hai’ તેમ ફોન પર બોલતા એક મુસાફરે મુશ્કેલી સર્જી દીધી હતી. જ્યારે વિમાન ઉપડવાનું હતું તેના થોડા સમય પહેલા જ વિસ્તારાની મુંબઈ-દિલ્હી ફ્લાઇટ અંગે ટેલિફોનિક વાતચીતથી ગભરાટ ફેલાયો હતો. આ મામલાનોનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલી નાંખી પોલીસ દ્વારા 23 વર્ષીય મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી.

આ મામલો ક્રૂ મેમ્બર પ્રકાશમાં લાવ્યા હતા અને કેટલાક મુસાફરોએ પણ વાતચીત સાંભળી હતી. આ શકાસ્પદ પેસેન્જરને ઉતારીને સુરક્ષા કર્મચારીઓને સોંપવામાં આવ્યો હતો.

 આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article