Drone Attack on Kremlin: ક્રેમલિન હુમલો યુક્રેન પર ભારે પડશે, રશિયન સંસદે ઝેલેન્સકી પર હુમલો કરવાનો આદેશ આપ્યો

|

May 03, 2023 | 7:58 PM

મોસ્કોમાં ક્રેમલિન પર ડ્રોન હુમલા બાદ રશિયન સંસદે યુક્રેનના રાષ્ટ્રપતિને નિશાન બનાવવા અને તેમના ઘર પર મિસાઈલ હુમલો કરવાનું કહ્યું છે.

Drone Attack on Kremlin:  ક્રેમલિન હુમલો યુક્રેન પર ભારે પડશે, રશિયન સંસદે ઝેલેન્સકી પર હુમલો કરવાનો આદેશ આપ્યો
ક્રેમલિન પર ડ્રોન હુમલો

Follow us on

મોસ્કો : બુધવારે સાંજે રશિયન અધિકારીઓએ દાવો કર્યો હતો કે મોસ્કોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર યુક્રેન દ્વારા મોકલવામાં આવેલા બે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો તેમની ઓફિસ ક્રેમલિન પર કરવામાં આવ્યો છે. આ હુમલા દરમિયાન રશિયને કાઈનેટિક વેપન દ્વારા ડ્રોનનો નાશ કર્યો છે. પરંતુ આ હુમલો હવે આ યુદ્ધને એક અલગ વળાંક પર લઈ જઈ શકે છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

જ્યારે પુતિનને આ હુમલાના સમાચાર મળ્યા તો તેમણે તરત જ ઈમરજન્સી બેઠક બોલાવી. જેમાં આ હુમલા બાદ યુક્રેનને જડબાતોડ જવાબ આપવા માટે ઉઠાવવામાં આવનાર પગલા અંગે ચર્ચા કરવામાં આવી છે. તે જ સમયે, સમાચાર આવી રહ્યા છે કે હવે રશિયન રાષ્ટ્રપતિ તેમના ઘરમાં બનેલા બંકરમાંથી તમામ કામ કરશે.

આ સમગ્ર ઘટના બાદ માનવામાં આવી રહ્યું છે કે હવે રશિયા યુક્રેન પર પહેલા કરતા વધુ બળ સાથે હુમલો કરશે. રશિયા તરફથી આ નિવેદન પણ સામે આવી રહ્યું છે કે તે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને પણ નિશાન બનાવી શકે છે. રશિયાની સંસદે યુક્રેનના રાષ્ટ્રપતિ પર મિસાઈલથી હુમલો કરવાનું કહ્યું છે સંસદે કહ્યું છે કે આ હુમલાના જવાબમાં કિવમાં ઝેલેન્સકીના ઘર પર મિસાઈલ છોડવામાં આવે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

તે જ સમયે, રશિયન રાષ્ટ્રપતિના કાર્યાલય તરફથી એક નિવેદન જાહેર કરીને યુક્રેનને ચેતવણી આપવામાં આવી છે. રશિયન મીડિયાએ રાષ્ટ્રપતિ કાર્યાલયને ટાંકીને કહ્યું છે કે રશિયા યુક્રેનમાં આ ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે, જ્યાં પણ તેને યોગ્ય લાગે.

ક્રેમલિને આ ડ્રોન હુમલાને પૂર્વયોજિત આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે. ક્રેમલિને દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ પુતિનની હત્યા કરવા માટે આ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો જાણી જોઈને વિજય દિવસની પરેડ પહેલા કરવામાં આવ્યો છે. જો કે, આ હુમલા છતાં, 9 મેના રોજ યોજાનારી વિજય દિવસની પરેડના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો : Russia Ukraine Crisis: યુક્રેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર ડ્રોન વડે હુમલો કર્યો, માંડ-માંડ બચ્યો પુતિનનો જીવ

રશિયન અધિકારીઓનું કહેવું છે કે યુક્રેને બે ડ્રોન વડે ક્રેમલિનને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. બંને ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે. આ હુમલામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article