અમેરિકાના 47મા પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

|

Jan 19, 2025 | 8:47 PM

શપથવિધિમાં દેશ-વિદેશના નેતાઓ અને ઉદ્યોગપતિઓ હાજર રહેશે. કેપિટોલ રોટુન્ડામાં 600 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. 20 હજાર જેટલા ટ્રમ્પના સમર્થકો વોશિંગ્ટનના કેપિટલ વન સ્પોર્સ્ટ એરિનામાં શપથવિધિ સમારંભનું જીવંત પ્રસારણ નિહાળશે. શપથવિધિ બાદ ત્યાં હાજરી આપવાનું ટ્રમ્પે સમર્થકોને વચન આપ્યું છે.

અમેરિકાના 47મા પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Donald Trump

Follow us on

અમેરિકાના 47મા પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેશે. ત્યારે આ વખતે ભારે ઠંડી અને હિમવર્ષાને કારણે શપથવિધિ વેસ્ટ લોનને બદલે કેપિટોલ રોટુન્ડામાં ઇનડોર યોજાશે. શપથ ગ્રહણ સમારંભ ટ્રમ્પ ફ્લોરિડાથી વોશિંગ્ટન ડી.સી. પહોંચી ગયા છે. શપથવિધિમાં જે.ડી. વેન્સ પણ અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેશે.

શપથવિધિમાં દેશ-વિદેશના નેતાઓ અને ઉદ્યોગપતિઓ હાજર રહેશે. કેપિટોલ રોટુન્ડામાં 600 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. 20 હજાર જેટલા ટ્રમ્પના સમર્થકો વોશિંગ્ટનના કેપિટલ વન સ્પોર્સ્ટ એરિનામાં શપથવિધિ સમારંભનું જીવંત પ્રસારણ નિહાળશે. શપથવિધિ બાદ ત્યાં હાજરી આપવાનું ટ્રમ્પે સમર્થકોને વચન આપ્યું છે.

જો શપથવિધિ સમારંભની વાત કરીએ તો સમારંભની શરૂઆતમાં સંગીતના પર્ફોર્મન્સ સાથે થશે. જેમાં અમેરિકી ગાયક કેરી અન્ડર વુડ અમેરિકા ધ બ્યુટિફુલ ગીત રજૂ કરશે. USના ચીફ જસ્ટીસ જોન રોબર્ટ્સ ટ્રમ્પને શપથ લેવાડાવશે. ટ્રમ્પ બાઇબલના 2 ગ્રંથ પર હાથ મુકીને શપથ લેશે. જેમાંથી એક બાઇબલ ટ્રમ્પની માતાએ તેમને વર્ષ 1955માં ભેટ આપેલું છે અને અન્ય બાઇબલ અમેરિકી ભૂતપૂર્વ પ્રમુખ ઇબ્રાહિમ લિંકનનું છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ પદ માટે જે.ડી. વેન્સ શપથ લેશે. શપથ લીધા બાદ ટ્રમ્પ સંબોધન કરશે અને ત્યારબાદ સેનેટ ચેમ્બર પાસેના પ્રેસિડેન્ટ્સ રૂમમાં ટ્રમ્પ મહત્વના દસ્તાવેજો પર સહી કરશે. જે પછી ટ્રમ્પ જોઇન્ટ કોંગ્રેસનલ કમિટીએ યોજેલા ભોજન સમારંભમાં હાજરી આપશે.

ટ્રમ્પની શપથ વિધિમાં અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન. જયોર્જ ડબલ્યુ બુશ અને બરાક ઓબામા હાજર રહેશે. ટ્રમ્પ સામે ચૂંટણી લડનાર કમલા હેરિસ અને હિલેરી ક્લિન્ટન પણ શપથ વિધિમાં હાજરી આપશે.

જો દેશ વિદેશના મહેમાનો અને ઉદ્યોગપતિઓની વાત કરીએ તો ભારત તરફથી વિદેશમંત્રી એસ. જયશંકર શપથવિધિમાં હાજર રહેશે. ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, હંગેરીના વડાપ્રધાન વિકટર ઓર્બન અને આર્જેન્ટિનાનાં રાષ્ટ્રપતિ ઝેવિયર મિલેઇ શપથવિધિમાં ઉપસ્થિત રહેશે. તો ઉદ્યોગજગતની વાત કરીએ તો ટેસ્લા અને સ્પેસ એક્સ CEO ઇલોન મસ્ક, એમેઝોનના એક્ઝિક્યુટીવ ચેરમેન જેફ બેઝોસ, મેટા પ્લેટફોર્મના CEO માર્ક ઝુકરબર્ગ હાજર રહેશે. ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી પણ ટ્રમ્પની શપથવિધિનાં મહેમાન બનશે.

Next Article