અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) પોતાનું એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media App) લોન્ચ કર્યું છે. આ એપનું નામ ટ્રુથ સોશિયલ (Truth Social) છે અને તે એપલના એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. આપને જણાવી દઈએ કે અમેરિકામાં iPhoneનો મોટો યુઝરબેઝ છે. વાસ્તવમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર ગત વર્ષ ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પછી ટ્રમ્પે પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લાવવાની જાહેરાત કરી હતી. અગાઉ તેમના પુત્રોએ પણ આ એપ અંગે સંકેત આપ્યા છે.
વાસ્તવમાં ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ ટ્રમ્પ પર 6 જાન્યુઆરી 2021ના રોજ ટ્વીટર, ફેસબુક અને યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ટ્રમ્પના સમર્થકોએ યુએસ કેપિટોલ પર હુમલો કર્યો અને વિરોધ પ્રદર્શન કર્યા પછી ટ્રમ્પને આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ટ્રમ્પ પર હિંસા ભડકતા મેસેજ પોસ્ટ કરવાનો આરોપ હતો.
15 ફેબ્રુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ જુનિયરે માઈક્રોબ્લોગિંગ સાઈટ પર તેના વેરિફાઈડ ટ્વિટર એકાઉન્ટ પરથી તેના પિતા ટ્રમ્પના વેરિફાઇડ @realDonaldTrump Truth સોશિયલ એકાઉન્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. ભૂતપૂર્વ યુએસ પ્રેસિડેન્ટ ટ્રુથ સોશિયલ એકાઉન્ટના સ્ક્રીનશૉટ્સ શેર કરતા જુનિયર ટ્રમ્પે લખ્યું કે તમારા મનપસંદ રાષ્ટ્રપતિ તમને જલ્દી મળશે.
ટ્રુથ સોશિયલ એપ ટ્રમ્પ મીડિયા એન્ડ ટેક્નોલોજી ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવી છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રતિનિધિ ડેવિન નુન્સ ટ્રમ્પની મીડિયા કંપનીની દેખરેખ કરી રહ્યા છે. ટ્રુથ સોશિયલ રમ્બલ સાથે કામ કરશે, એક પ્લેટફોર્મ જે પોતાને YouTube અને Amazon વેબ સર્વિસ (AWS)ના વિકલ્પ તરીકે સ્થાન આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.
હાલમાં જ વધુ એક નવી માહિતી સામે આવી છે, જેમાં ટ્રમ્પ ગોપનીય માહિતી સાથે લઈ જવાનો આરોપ છે. વાસ્તવમાં ટ્રમ્પના માર-એ-લાગો નિવાસસ્થાન પર રાખવામાં આવેલા વ્હાઈટ હાઉસના દસ્તાવેજોના 15 બોક્સમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત ગોપનીય માહિતી હતી. દેશના નેશનલ આર્કાઈવ્સ એન્ડ ડોક્યુમેન્ટ્સ એડમિનિસ્ટ્રેશને શુક્રવારે આ જાણકારી આપી. એજન્સીએ કહ્યું કે ન્યાય મંત્રાલયને આ બાબતે જાણ કરવામાં આવી છે. નેશનલ આર્કાઈવ્સે એવા અહેવાલોની પુષ્ટિ કરી છે કે જાન્યુઆરી 2021માં ઓફિસ છોડ્યા પછી ટ્રમ્પ તેમની સાથે ફ્લોરિડામાં સરકારી દસ્તાવેજો લઈ ગયા હતા.
આ પણ વાંચો: Agriculture Drone: કૃષિ ડ્રોનથી કેવી રીતે થાય છે જંતુનાશક દવાનો છંટકાવ અને કેવી રીતે કરે છે કામ, જુઓ વીડિયો