પોર્ન સ્ટારને પૈસા આપવાના મામલે ડોનાલ્ડ ટ્રમ્પ મુશ્કેલીમાં, પ્રથમ વખત પૂર્વ રાષ્ટ્રપતિ સામે થશે કેસ !

|

Mar 31, 2023 | 10:00 AM

અમેરિકામાં 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા USAના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવે છે. ટ્રમ્પ ગયા વર્ષે ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યા છે.

પોર્ન સ્ટારને પૈસા આપવાના મામલે ડોનાલ્ડ ટ્રમ્પ મુશ્કેલીમાં, પ્રથમ વખત પૂર્વ રાષ્ટ્રપતિ સામે થશે કેસ !

Follow us on

પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને પૈસા ચૂકવવાના મામલામાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે કાર્યવાહી કરવામાં આવશે. ન્યૂયોર્ક ગ્રાન્ડ જ્યુરીએ ટ્રમ્પને દોષિત ઠેરવવાના પક્ષમાં મતદાન કર્યું છે. આ કિસ્સામાં, જ્યુરીએ તેનો અહેવાલ સીલબંધ પરબિડીયામાં મેનહટનની કચેરીને સુપરત કર્યો છે.

‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ના અહેવાલ અનુસાર, આગામી દિવસોમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ કાર્યવાહીની જાહેરાત કરવામાં આવશે. જો ટ્રમ્પ વિરુદ્ધ ટ્રાયલની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે, તો તેઓ અમેરિકાના એવા પહેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હશે જેમની વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ટ્રમ્પની ધરપકડ કરતા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના AIએ બનાવ્યા ફોટા, ઈન્ટરનેટ પર થઈ રહ્યા છે વાયરલ

આજનું રાશિફળ તારીખ : 01-11-2024
Video : તમારા ઘરમાં દેશી ટોઇલેટ છે ? જાણી લો રંક માંથી રાજા બનવાનું રહસ્ય
IPL 2025 Retention Player List : તમામ 10 ટીમોએ તેમની રીટેન્શન લિસ્ટ જાહેર કરી, જુઓ
રાજકોટનાં ગોંડલ અક્ષરમંદિર ખાતે દિવાળીનાં પર્વની ઉજવણી કરાઈ
અમિત શાહે સાળંગપુર BAPS સંસ્થાનાં મંદિરની મુલાકાત લીધી
ઇલાયચી ખિસ્સામાં રાખવાથી શું ફાયદા થાય ? જાણી લો

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ સામે કેસ ચલાવવાની ભલામણને ટ્રમ્પ માટે મોટો આંચકો માનવામાં આવે છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે 2024માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. તેમણે ગયા વર્ષે જ જાહેરાત કરી હતી કે તેઓ 2024માં ફરી એકવાર ચૂંટણી લડીને પોતાનું નસીબ અજમાવશે.

ટ્રમ્પે કાર્યવાહી અંગે શું કહ્યું

આ સમગ્ર મામલે ટ્રમ્પનું નિવેદન પણ સામે આવ્યું છે. ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર લખતાં ટ્રમ્પે કહ્યું કે તેમની સામેના આરોપોની ન્યૂયોર્કમાં નિષ્પક્ષ સુનાવણી થઈ શકે નહીં. તેણે જ્યુરીની પસંદગી પર પણ સવાલ ઉઠાવ્યા છે. ટ્રમ્પ ન્યુયોર્કથી આવે છે પરંતુ તેઓ અન્યત્ર રહે છે.

તેમણે સમગ્ર મામલાને ખોટો ગણાવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ અમેરિકન લોકોની સાથે ઉભા છે, તેથી તેમના પર આવા આરોપો લગાવવામાં આવ્યા છે અને તેઓ જાણે છે કે ન્યૂયોર્કમાં નિષ્પક્ષ સુનાવણી થઈ શકે નહીં.

ટ્રમ્પે વધુમાં કહ્યું કે, હું માનું છું કે તેઓ આગામી ચૂંટણીમાં જો બાઈડન ઉપર ભારે પડશે. અમેરિકાના લોકો સમજે છે કે કટ્ટરપંથી અને ડાબેરી ડેમોક્રેટ્સ શું કરી રહ્યા છે. બધા તેને જોઈ રહ્યા છે.

નિક્કી હેલીએ કાર્યવાહી કરવા પર શું કહ્યું?

ટ્રમ્પ વિરુદ્ધ કાર્યવાહીને લઈને ભારતીય અમેરિકન અને રિપબ્લિકન નેતા નિક્કી હેલી અને વિવેક રામાસ્વામીએ દાવો કર્યો છે કે પૂર્વ રાષ્ટ્રપતિ વિરુદ્ધ બદલાની ભાવનાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે આ દિવસને દેશના ઈતિહાસ માટે કાળો દિવસ ગણાવ્યો છે.

શું છે સમગ્ર મામલો ?

ડોનાલ્ડ ટ્રમ્પ પર તેમના તત્કાલિન વકીલ માઈકલ કોહેન દ્વારા 2016ની યુએસ ચૂંટણીના એક મહિના પહેલા પોર્ન સ્ટાર ડેનિયલ્સને $130,000 ચૂકવવાનો આરોપ છે. અત્યાર સુધી બધું બરાબર હતું પરંતુ મામલો ત્યાં જ અટકી ગયો જ્યારે ટ્રમ્પે કોહેનને પૈસા ચૂકવ્યા. તેમણે તેને કાનૂની ફી ગણાવી. અહીંથી જ ટ્રમ્પની મુસીબતોની શરૂઆત થઈ અને તેમના પર દસ્તાવેજો સાથે ચેડા કરવાનો આરોપ લાગ્યો, જેને ન્યૂયોર્કમાં ગુનો માનવામાં આવે છે.

Next Article