
કેનેડાની એક પોપ્યુલર સ્ટડી અબ્રોડ ડેસ્ટિનેશન છે. અહી લાખોની સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે, ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરવા માટે આટલા ઉત્સાહિત કેમ હોય છે. આનો જવાબ અહીની એક પોલિસીમાં છુપાયેલો છે. જે વિદેશી સ્ટુડન્ટને ડિગ્રી પુરી કર્યા બાદ જોબ કરવાની પરવાનગી આપે છે. કેનેડામાં કોઈ પણ સ્ટુડન્ટ ડિગ્રી પુરી કર્યા બાદ દેશમાં રોકાઈને કોઈ પણ કંપની માટે જોબ કરી શકે છે. આનાથી તેને વર્ક એક્સપીરિયન્સ મળી જાય છે.
આ પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ દ્વારા સંભવ છે. કોર્સ પૂર્ણ થયા બાદ 6 મહિનાની અંદર PGWP માટે અરજી કરવી જરુરી છે. આ સમય પછી અરજી કરવાથી તેમને વર્ક પરમિટ મળશે નહીં. સમસ્યા એ છે કે, અરજી કર્યા પછી પણ, PGWP મેળવવામાં ઘણા મહિના લાગી શકે છે. આ જ કારણ છે કે ઘણા વિદ્યાર્થીઓને આશ્ચર્ય થાય છે કે શું તેઓ વર્ક પરમિટ ન મળે ત્યાં સુધી કેનેડામાં રહી શકે છે અને કામ કરી શકે છે, અથવા તેમને દેશ છોડવો પડશે. ચાલો આ તમામ સવાલોના જવાબ આજે વિસ્તારથી જાણીએ.
કેનેડાના ઈમિગ્રેશન નિયમો મુજબ કેનેડામાં આ તમામ વિદેશી વિદ્યાર્થીઓને નોકરી કરવાની પરમિશન હોય છે. જેમણે પોતાનો કોર્સ પૂર્ણ કર્યા બાદ સાથે PGWP માટે અરજી કરી છે. જેવી તમે PGWP માટે અપ્લાઈ કરો છો. તરત જ સ્ટુડન્ટને ઈંટરિમ વર્થ ઑથરાઈઝેશન લેટર (IMM 0127 E) મળી જાય છે. જે તેને કેનેડામાં નોકરી કરવા માટે પરવાનગી આપે છે. આ રીતે જો સ્ટુડન્ટને PGWP મળ્યું નથી તો તે દેશમાં રોકાઈ આરામથી નોકરી કરી શકે છે. સ્ટુડન્ટને દેશ છોડી બહાર જવાની જરુર નથી.
સામાન્ય રીતે ઈંટરિમ વર્થ ઑથરાઈઝેશન લેટરની વેલિડિટી 180 દિવસની હોય છે. પરંતુ કેનેડામાં વર્ક પરમિટના પ્રોસેસિંગ ટાઈમ 227 દિવસ છે. જેનો મતલબ એ થયો કે, અનેક વિદ્યાર્થીઓ આ ઈંટરિમ વર્થ ઑથરાઈઝેશન લેટર એક્સપાયર પણ થઈ જાય અને અત્યારસુધી તેમણે PGWP મળ્યું નથી તો, સારી વાત એ છે કે, IRCC પહેલા જ જણાવી ચૂક્યું છે કે, જે વિદ્યાર્થીઓએ PGWP માટે અપ્લાઈ કર્યું છે અને તમામ શરતો પુરી કરી છે. તેમને નોકરી કરવાની પરવાનગી હશે. ભલે તેનો 180 દિવસનો વૈલિડિટી પીરિયડ એક્સપાયર કેમ ન થયો હોય.