યુક્રેનના નાયબ વિદેશ મંત્રી 4 દિવસની ભારત મુલાકાતે આવશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

|

Apr 08, 2023 | 7:41 PM

વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત યુક્રેન સાથે ઉષ્માભર્યા અને મૈત્રીપૂર્ણ સંબંધો અને બહુપક્ષીય સહયોગ શેર કરે છે. રાજદ્વારી સંબંધોની સ્થાપના પછીના છેલ્લા 30 વર્ષોમાં, બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહકારે વેપાર, શિક્ષણ, સંસ્કૃતિ અને સંરક્ષણના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.

યુક્રેનના નાયબ વિદેશ મંત્રી 4 દિવસની ભારત મુલાકાતે આવશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

Follow us on

વિદેશ મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં યુક્રેનના નાયબ મંત્રીની ભારત મુલાકાતની જાહેરાત કરી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનના વિદેશ બાબતોના નાયબ મંત્રી એમિન ઝાપારોવા 9 થી 12 એપ્રિલ સુધી ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. આ દરમિયાન તે વિદેશ મંત્રાલયના સચિવ અને મંત્રી મીનાક્ષી લેખી સાથે મુલાકાત કરશે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

યુક્રેનના ફર્સ્ટ ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર એમિન ઝાપારોવા રવિવારે 4 દિવસની ભારત મુલાકાતે આવી રહ્યા છે. ગયા વર્ષે ફાટી નીકળેલા રશિયા-યુક્રેન યુદ્ધ બાદ પૂર્વી યુરોપીયન દેશની આ પ્રથમ સત્તાવાર મુલાકાત છે. વિદેશ મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં ઝાપારોવાની ભારત મુલાકાતની જાહેરાત કરી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનના વિદેશ બાબતોના પ્રથમ નાયબ મંત્રી એમિન ઝાપારોવા 9 થી 12 એપ્રિલ સુધી ભારતની સત્તાવાર મુલાકાતે આવશે.

સમાચાર એજન્સી અનુસાર, ઝાપારોવા વિદેશ મંત્રાલય (MEA)માં સચિવ સંજય વર્મા સાથે વાતચીત કરશે. આ દરમિયાન, બંને પક્ષો દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરશે, યુક્રેનની વર્તમાન પરિસ્થિતિ અને પરસ્પર હિતના વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે. સાથે જ એવું માનવામાં આવે છે કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુક્રેનની મુલાકાત લેવાનું આમંત્રણ આપી શકે છે. ઝાપારોવા વિદેશ અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી અને નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વિક્રમ મિસરીને પણ મળશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો : Breaking News: POK માં લાગ્યા જય હિંદુસ્તાનના નારા, પાકિસ્તાન આર્મીથી લઈ શાહબાઝ શરીફ વિરૂદ્ધ સ્થાનિકોની નારેબાજી, વિદ્રોહથી ખળભળાટ

જણાવી દઈએ કે ગયા વર્ષે 4 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ફોન પર વાતચીત કરી હતી. ત્યારે પીએમ મોદીએ કહ્યું હતું કે યુદ્ધનો કોઈ સૈન્ય ઉકેલ ન હોઈ શકે અને ભારત કોઈપણ શાંતિ પ્રયાસોમાં સહયોગ આપવા તૈયાર છે. જો કે, ભારતે હજુ સુધી યુક્રેન પરના રશિયન હુમલાની નિંદા કરી નથી અને કટોકટીનો ઉકેલ મુત્સદ્દીગીરી અને વાતચીત દ્વારા થવો જોઈએ તેવું જાળવી રહ્યું છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત યુક્રેન સાથે ઉષ્માભર્યા અને મૈત્રીપૂર્ણ સંબંધો અને બહુપક્ષીય સહયોગ શેર કરે છે. રાજદ્વારી સંબંધોની સ્થાપના પછીના છેલ્લા 30 વર્ષોમાં, બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહકારે વેપાર, શિક્ષણ, સંસ્કૃતિ અને સંરક્ષણના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ મુલાકાત પરસ્પર સમજણ અને હિતોને વધુ આગળ વધારવાની તક છે,” મંત્રાલયે જણાવ્યું હતું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દુનિયાના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article