ચીનના(china) વુહાનમાંથી (Wuhan) ફેલાયેલો કોરોના વાયરસે આખી દુનિયામાં કાળો કહેર મચાવ્યો છે. તો ડેલ્ટા વેરિઅન્ટના (delta Variant) કેસમાં વધારો થતા લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. ચીનના ઉત્તર-પશ્ચિમમાં ડેલ્ટા વેરિઅન્ટમાં કેસ વધી રહ્યા છે. ઇનર મંગોલિયામાં કાઉન્ટી આઈજિને લગભગ 35,700 લોકોને ઘરની અંદર રહેવા કહ્યું છે.
આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ આદેશનું પાલન નહીં થાય તો લોકોને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે. આ કાઉન્ટી હાલમાં કોવિડ હોટસ્પોટ છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના અધિકારીઓની ચેતવણી બાદ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
એવું કહેવામાં આવ્યું હતું કે એક અઠવાડિયાની અંદર 11 પ્રાંતોમાં કોરોના મહામારી બાદ તેની સ્થિતિ વધુ ખરાબ થઈ જશે. ચીને સોમવારે 38 કોરોના કેસ નોંધ્યા છે. જેમાંથી અડધાથી વધુ કેસ ઇનર મંગોલિયામાં મળી આવ્યા છે. બેઇજિંગમાં એક ડઝન નવા કેસ નોંધાયા પછી રાજધાનીએ એવા સ્થળોએથી લોકોના આગમન પર પ્રતિબંધ મૂક્યો છે. જે સ્થાનિક સ્તરે કોવિડ કેસની જાણ કરી રહ્યા છે.
આ સિવાય પ્રવાસીઓમાં લોકપ્રિય ઉત્તર-પશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતમાં કોવિડ-19ના નવા કેસ સામે આવ્યા બાદ સોમવારે અહીંના તમામ પ્રવાસન સ્થળો બંધ કરી દેવામાં આવ્યા હતા. ગાંસુ પ્રાંત પ્રાચીન સમયના રેશમ રોડ પર સ્થિત છે અને તે તેની ગુફાઓ અને બૌદ્ધ ધર્મ સંબંધિત ચિત્રો સાથેના અન્ય મંદિરો માટે જાણીતું છે. નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં સ્થાનિકમાં સંક્ર્મણના 35 નવા કેસ નોંધાયા છે, જેમાંથી ચાર કેસ ગાંસુના છે.
ઇનર મંગોલિયા ક્ષેત્રમાં સંક્રમણના 19 કેસ સામે આવ્યા છે, ત્યારબાદ અહીંના લોકોને ઘરની અંદર જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ફેબ્રુઆરીમાં બેઇજિંગમાં યોજાનારી વિન્ટર ઓલિમ્પિક્સ પહેલા પ્રવાસીઓ અને પ્રવાસી જૂથોને કારણે કોરોના વાયરસના ડેલ્ટા સ્વરૂપનો પ્રકોપ ચિંતાનો વિષય છે. આ ઇવેન્ટમાં અન્ય દેશોના પ્રેક્ષકોને પહેલેથી જ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.
ચીનમાં કોરોના વાયરસના ઝડપથી વધી રહેલા કેસોએ સમગ્ર વિશ્વની ચિંતા વધારી છે. કોરોના રસીકરણ મામલે ચીન વિશ્વમાં પ્રથમ ક્રમે છે. અત્યાર સુધીમાં ચીનમાં કોવિડ રસીના 223 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.આમ છતાં કોરોનાના કેસ વધવાને કારણે આ દેશમાં હલચલ મચી ગઈ છે.
ચીનના ટોચના આરોગ્ય અધિકારીએ પોતે સ્વીકાર્યું છે કે તેમની કોરોના રસીની અસરકારકતા ઘણી ઓછી છે. ની સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડાયરેક્ટર ગાઓ ફુએ બે દિવસ પહેલા કહ્યું હતું કે વર્તમાન રસીની અસરકારકતાનો દર ઘણો ઓછો છે. તેને વધારવા માટે ચીની વેક્સીન ઉત્પાદકો સાથે વાતચીત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : China corona Cases: ચીનમાં ભારત કરતા ડબલ વેક્સિનેશન આમ છતાં પણ વધી રહ્યા છે કોરોનાના કેસ
આ પણ વાંચો : Corona Vaccine : આ દેશમાં વેક્સિનને લઈને સખ્ત નિયમ, વેક્સિન ના લેવા પર નોકરીથી ધોવા પડશે હાથ