ઈઝરાયેલ અને અમેરિકાની મિત્રતાનું ઉદાહરણ આખી દુનિયામાં આપવામાં આવે છે. પરંતુ કેટલાક સમયથી આ મિત્રતામાં તિરાડ પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. હવે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એવું પગલું ભર્યું છે, જેના કારણે આ કડવાશ વધુ વધી શકે છે.
ઇઝરાયલના PM એ એવા વ્યક્તિની નિમણૂંક કરી છે, જેણે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેનની ખુલ્લેઆમ ટીકા કરી હતી, અને તેના નવા મીડિયા સલાહકાર તરીકે નિમણૂંક કરી છે. ઇઝરાયલી ટીવી સ્ટેશન સાથે કામ કરતા પત્રકાર ગિલાડ ઝ્વિકે ટ્વિટ કર્યું, જેમાં તેમણે બાયડેનને ‘અનફિટ’ ગણાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
ઝ્વિકે લખ્યું કે તે અયોગ્ય છે અને શાસન કરવા સક્ષમ નથી. તે ‘ધીમે ધીમે પરંતુ ચોક્કસ અમેરિકાનો નાશ કરશે’. તેણે એ પણ પોસ્ટ કર્યું કે તે ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને સમર્થન આપે છે કે 2020ની ચૂંટણીમાં ધાંધલ ધમાલ થઈ હતી.
જોકે, બાદમાં તેણે આમાંથી કેટલીક ટ્વીટ ડિલીટ કરી દીધી હતી. હવે તેણે પોતાની સ્પષ્ટતામાં કહ્યું છે કે જ્યારે તેણે બાયડેન વિશે લખ્યું ત્યારે તેઓ સરકાર સાથે જોડાયેલા નહોતા. હવે તે આવું વિચારતા નથી. તેણે નેતન્યાહુ તરફી અખબાર ‘ઈઝરાયેલ હાયોમ’માં પણ કામ કર્યું છે.
Meet Netanyahu’s new media adviser:
– President Biden is “unfit” and “destroying America”
– The Russians & Iranians “know there’s nobody home in the White House”
– The 2020 election was full of fraud, Trump is right to fight, “what is Dominion hiding?”https://t.co/DRH25ilpJk
— Amir Tibon (@amirtibon) June 5, 2023
અમેરિકા અને ઈઝરાયેલની દોસ્તી દાયકાઓ જૂની, પછી હવે શું થયું ? હકીકતમાં, જ્યારથી નેતન્યાહુએ ફરીથી દેશની કમાન સંભાળી છે, ત્યારથી તેમણે એવા ઘણા નિર્ણયો લીધા છે, જે અમેરિકાને પસંદ નહોતા. નેતન્યાહુ સરકારે દેશના ન્યાયતંત્રમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો. આનો ભારે વિરોધ થયો હતો. હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને વિરોધ એટલો વધી ગયો કે સરકારે પીછેહઠ કરવી પડી.
આ સિવાય નેતન્યાહૂએ આ વખતે પોતાની સરકારમાં કટ્ટર રાષ્ટ્રવાદી નેતાઓને મહત્વ આપવાનું શરૂ કર્યું છે. અગાઉ હાંસિયામાં ધકેલાઈ ગયેલા કટ્ટર નેતાઓ હવે પેલેસ્ટાઈન અને અન્ય સંવેદનશીલ મુદ્દાઓને ઉકેલવા માટે વરિષ્ઠ હોદ્દા પર છે. બાયડેન વહીવટીતંત્રને આ બાબતો પસંદ આવી નથી.
આ પણ વાંચો : Russia-Ukraine War: યુક્રેનમાં બે વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો, ઝેલેન્સકીએ કહ્યું- રશિયાએ યુદ્ધમાં 500 બાળકોને માર્યા
આ તમામ બાબતો વચ્ચે બંને દેશો વચ્ચેના મતભેદો ત્યારે સામે આવ્યા જ્યારે નેતન્યાહૂને વડાપ્રધાન બન્યા બાદ બાયડેન પ્રશાસન દ્વારા વ્હાઇટ હાઉસ આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જ્યારે તે એક પરંપરાનો ભાગ હતો. અમેરિકાએ ધાર્મિક નેતા બેજાઝિલ સ્મોટ્રિચની સંરક્ષણ પ્રધાન તરીકે નિમણૂકનો વિરોધ કર્યો હતો. તેના દબાણમાં નેતન્યાહુને ઝુકવું પડ્યું. જોકે, નેતન્યાહુએ મિત્રતામાં તિરાડના અહેવાલોને ફગાવતા કહ્યું છે કે આ સંબંધ તોડી શકાય નહીં.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો