Crude Oil Price: સાઉદી અરેબિયાએ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો કર્યો, ભારતમાં પણ જોવા મળશે તેની અસર

|

Jun 08, 2022 | 2:42 PM

વિશ્વના સૌથી મોટા તેલ નિકાસકાર સાઉદી અરેબિયાએ એશિયન ખરીદદારો માટે ક્રૂડ ઓઈલના ભાવમાં Crude Oil Price અપેક્ષા કરતાં વધુ વધારો કર્યો છે.

Crude Oil Price: સાઉદી અરેબિયાએ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો કર્યો, ભારતમાં પણ જોવા મળશે તેની અસર
Crude Oil Price

Follow us on

ક્રૂડ ઓઈલના ભાવ (Crude Oil Price) સોમવારે પ્રતિ બેરલ 120 ડોલરથી વધારે થયા હતા. વિશ્વના સૌથી મોટા તેલ નિકાસકાર સાઉદી અરેબિયાએ એશિયન ખરીદદારો માટે ક્રૂડ ઓઈલના ભાવમાં અપેક્ષા કરતાં વધુ વધારો કર્યો છે. જુલાઈ મહિના માટે ક્રૂડ ઓઈલના ભાવમાં આ વધારો ઉનાળામાં ઊંચી માગને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. સાઉદી અરેબિયાના (Saudi Arabia) આ નિર્ણયને ભારત માટે પણ આંચકો માનવામાં આવે છે. ભારત સાઉદી અરેબિયામાંથી મોટા પ્રમાણમાં તેલની આયાત કરે છે. જુલાઇમાં એશિયન દેશો માટે આરબ લાઇટ ક્રૂડ ઓઇલની સત્તાવાર વેચાણ કિંમત (OSP) જૂનની સરખામણીમાં પ્રતિ બેરલ $2.1 વધી છે.

સાઉદી અરેબિયા તેના કુલ તેલ પુરવઠાના 60 ટકા એશિયન દેશોને નિકાસ કરે છે. એશિયામાં પણ ચીન, ભારત, દક્ષિણ કોરિયા અને જાપાન તેના મોટા ગ્રાહકો છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ગયા મહિને સાઉદી અરેબિયાએ દરરોજ 6.1 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ સપ્લાય કર્યું હતું. અગાઉ સાઉદી અરેબિયાએ જૂનના પુરવઠાની કિંમતોમાં ઘટાડો કર્યો હતો. તેનું કારણ એ પણ હતું કે ભારતમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને કારણે પ્રતિબંધો વધી ગયા હતા અને તેલની માગમાં ઘટાડો થયો હતો.

આ વધારો મોટાભાગના બજાર વિશ્લેષકોના અંદાજ કરતાં ઘણો વધારે છે. મોટાભાગના વિશ્લેષકોએ કાચા તેલની કિંમતમાં લગભગ $1.5નો વધારો થવાની આગાહી કરી હતી. રોઇટર્સના અહેવાલમાં ઓઇલના ભાવમાં $2ના ઉછાળાની આગાહી કરવામાં આવી હતી. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાની અસર ભારતમાં જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દિલ્હીમાં આજે પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 111.35 રૂપિયા અને ડીઝલની કિંમત 97.28 રૂપિયા છે. ભારત તેની તેલની જરૂરિયાતના 27 ટકા ઇરાકમાંથી, 17 ટકા સાઉદી અરેબિયામાંથી અને 13 ટકા યુએઈમાંથી આયાત કરે છે. PPACના રિપોર્ટ અનુસાર ભારતે નાણાકીય વર્ષ 2021-22માં એપ્રિલથી જાન્યુઆરી વચ્ચેના દસ મહિનામાં 94.3 અબજ ડોલરના તેલની આયાત કરી હતી.

જાન્યુઆરી 2022માં તેલની આયાતનું બિલ 11.6 અબજ ડોલર હતું, જે એક વર્ષ પહેલા જાન્યુઆરી 2021માં માત્ર 7.7 અબજ ડોલર હતું. આ રીતે વાર્ષિક ધોરણે બિલમાં 50.64 ટકાનો ઉછાળો નોંધાયો હતો. રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2021-22માં ભારતનું તેલ આયાત બિલ 115 અબજ ડોલર સુધી પહોંચી શકે છે.

Published On - 2:42 pm, Wed, 8 June 22

Next Article