New Zealand: ઓકલેન્ડને છોડીને આખો દેશ ફરીથી થશે ‘અનલોક’, 30 લાખ લોકોને મળશે લોકડાઉનથી છૂટ

|

Sep 06, 2021 | 6:59 PM

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને (Jacinda Ardern) કહ્યું કે, કોરોના કેસ ઘટાડવામાં સકારાત્મક પ્રગતિ થઈ છે. પરંતુ ઝડપથી ફેલાતું ડેલ્ટા વેરિએન્ટ ગેમ ચેન્જર સાબિત થયું છે.

New Zealand: ઓકલેન્ડને છોડીને આખો દેશ ફરીથી થશે અનલોક, 30 લાખ લોકોને મળશે લોકડાઉનથી છૂટ
File photo

Follow us on

મંગળવારે ન્યુઝીલેન્ડના (New Zealand )સૌથી મોટા શહેર ઓકલેન્ડ (Auckland) સિવાય દેશના મોટાભાગના ભાગોમાંથી લોકડાઉન હટાવવામાં આવશે. સરકારે સોમવારે આ જાહેરાત કરી હતી. સરકારે સંકેત આપ્યા છે કે ઓકલેન્ડમાં ઓછામાં ઓછા આગામી સપ્તાહ સુધી કડક પ્રતિબંધો લાગુ રહેશે. ઉલ્લેખનીય છે કે ન્યુઝીલેન્ડમાં ગત મહિનાથી કોરોના વાઈરસના ડેલ્ટા વેરિએન્ટ સાથે સંઘર્ષ કરી રહ્યું છે. તાજેતરમાં સંક્રમિત થયેલા તમામ દર્દીઓ ઓકલેન્ડના છે. સોમવારે પણ શહેરમાં કોરોનાના 20 નવા કેસ નોંધાયા હતા.

 

વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને સોમવારે કહ્યું હતું કે ન્યુઝીલેન્ડ આ અઠવાડિયે તેના મોટાભાગના કોવિડ -19 લોકડાઉનને હટાવી લેશે. દેશમાં માત્ર ઓકલેન્ડ શહેર જ કડક પ્રતિબંધ હેઠળ રહેશે. અહીં લોકોએ તેમના ઘરોમાં રહેવું પડશે. આર્ડર્ને કહ્યું કે મંગળવારથી 30 લાખ લોકોએ તેમના ઘરોમાં રહેવાની જરૂર રહેશે નહીં.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

 

છેલ્લા ત્રણ સપ્તાહમાં પ્રથમ વખત ગુરુવારે શાળાઓ ફરી ખુલશે. તેમણે આગળ કહ્યું કે ગયા મહિને ઓકલેન્ડમાં ડેલ્ટા વેરિએન્ટને કારણે કોરોનાનું સંક્ર્મણ વધી ગયું હતું. આ કારણે લોકડાઉન અહીં બીજા અઠવાડિયા સુધી અમલમાં રહેશે. 20 લાખની વસ્તી ધરાવતા ઓકલેન્ડમાં હજુ સુધી કોરોના સંક્ર્મણ નિયંત્રણમાં નથી.

 

કોરોનાને નિયંત્રણ કરવા માટે વધુ સારું કામ કર્યું

ન્યુઝીલેન્ડના વડાપ્રધાને કહ્યું કે કોરોનાના કેસ ઘટાડવામાં સકારાત્મક પ્રગતિ થઈ છે. પરંતુ ઝડપથી સંક્ર્મણ ફેલાવતું ડેલ્ટા વેરિએન્ટ ગેમ ચેન્જર સાબિત થયું છે. આનો અર્થ એ કે ઓકલેન્ડને ટૂંક સમયમાં પ્રતિબંધોમાંથી મુક્તિ મળવાની નથી. તેમણે કહ્યું કે અમે કોરોના સંક્રમણને રોકવા માટે વધુ સારું કામ કર્યું છે.

 

કડક લોકડાઉનના પ્રતિબંધો કામ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કામ પૂર્ણ થયું નથી. પીએમે કહ્યું કે અમે આ વાયરસને ખતમ કરવાના આરે છીએ. પરંતુ અમે હથિયારો મૂકી શકતા નથી. દેશની ચાર-સ્તરીય કોરોના રિસ્પોન્સ સિસ્ટમ હેઠળ ઓકલેન્ડ સિવાય બાકીનો દેશ લેવલ ટુ પ્રતિબંધો પર રહેશે.

 

છ મહિના સુધી એક પણ કેસ સામે આવ્યો ન હતો

લેવલ ટુ હેઠળ ઘરોમાં રહેવાના પ્રતિબંધો નાબૂદ કરવામાં આવશે. પરંતુ ઓકલેન્ડમાં સામે આવેલા કોરોના ક્લસ્ટર પહેલાની સ્થિતિ પુનઃ સ્થાપિત થશે નહીં. ઘરની અંદર લોકોની ભીડ 50થી વધુ નહીં હોય. ઘણી જગ્યાએ ફરી માસ્ક પહેરીને ટ્રેસર-એપ સ્કેનિંગનો ઉપયોગ કર્યો. છેલ્લા છ મહિનાથી ન્યૂઝીલેન્ડમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

 

આ દેશ કોરોના મુક્ત ઝોન રહ્યો હતો અને રોગચાળાનો સામનો કરવા માટે સમગ્ર વિશ્વમાં તેની પ્રશંસા કરવામાં આવી હતી. અત્યાર સુધી ન્યુઝીલેન્ડમાં કોવિડ -19ના 821 કેસ નોંધાયા છે. તે જ સમયે, સરકાર દેશમાંથી કોરોના વાયરસના ચેપને સંપૂર્ણપણે નાબૂદ કરવાના પ્રયાસમાં એક અનોખી વ્યૂહરચના અપનાવી રહી છે.

 

 

આ પણ વાંચો : શું તમને ખબર છે કે, ડુંગળીની છાલમાંથી પણ બનાવી શકાય છે જૈવિક ખાતર ? ઘરે જ આ રીતે બનાવો ખાતર

 

આ પણ વાંચો :ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં કપાસ અને ડાંગરના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

Next Article