Coronavirus: WHO નો મોટો ખુલાસો, જાણો કેવી રીતે ફેલાયો કોરોના વાયરસ

|

Mar 30, 2021 | 9:40 AM

WHOની ટીમે કોરોના વાયરસની ઉત્પતિને લઈને ચીનમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસ બાદ એક રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જાણો શું છે વિગત.

Coronavirus: WHO નો મોટો ખુલાસો, જાણો કેવી રીતે ફેલાયો કોરોના વાયરસ
WHO

Follow us on

કોવિડ -19 નું મૂળ જાણવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ની ટીમે ચીનની મુલાકાત લીધી હતી. જે બાદ WHOનું અનુમાન છે કે કોરોના વાયરસ ચામાચીડિયાથી માંડીને અન્ય પ્રાણીઓ દ્વારા પણ મનુષ્યમાં ફેલાયો છે. WHO મુજબ પ્રયોગશાળામાંથી વાયરસ ફેલાવાની શક્યતા ઓછી છે. સમાચાર એજન્સીને પ્રાપ્ત થયેલ તપાસ ટીમના ડ્રાફ્ટ રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.

જો કે તપાસ અહેવાલમાં ધારણા મુજબ ઘણા પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યાં નથી. ટીમે પ્રયોગશાળામાંથી વાયરસ નીકળવાના પાસા સિવાય અન્ય તમામ બાબતો પર વધુ તપાસનો પ્રસ્તાવ મૂક્યો છે.

રિપોર્ટના પ્રકાશનમાં સતત વિલંબ થતો રહ્યો છે, જે સવાલો ઉભા કરે છે કે શું ચિની પક્ષ તપાસના નિષ્કર્ષને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે? જેથી કોવિડ -19 રોગચાળાને ચીન પર દોષી ઠેરવવામાં ન આવે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક અધિકારીએ ગયા સપ્તાહમાં કહ્યું હતું કે તેઓ અપેક્ષા રાખે છે કે ટીમનો અહેવાલ આગામી કેટલાક દિવસોમાં જાહેર કરવામાં આવશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

યુએસના વિદેશ સચિવ એન્ટોની બ્લિન્કને તાજેતરમાં સીએનએનને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “અમારી ચિંતા આ અહેવાલની પદ્ધતિ અને પ્રક્રિયાને લઈને છે. તે પણ એક તથ્ય છે કે ચીન સરકારે આ અહેવાલ તૈયાર કરવામાં મદદ કરી છે.” તે જ સમયે, ચીને સોમવારે બ્લિંકનની આ ટીકાને ફગાવી દીધી હતી.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઆને કહ્યું કે “યુએસ અહેવાલ અંગે જે કંઈ પણ બોલી રહ્યું છે, તેના થકી શું તે ડબ્લ્યુએચઓના નિષ્ણાત જૂથના સભ્યો પર રાજકીય દબાણ લાવવાનો પ્રયાસ નથી કરી રહ્યુંને?

એપીને સોમવારે જેનેવા સ્થિત ડબ્લ્યુએચઓ સભ્ય દેશના રાજદ્વારી વતી તપાસ ટીમનો અહેવાલ મળ્યો હતો. જો કે તે સ્પષ્ટ નથી થઈ શક્યું કે રિપોર્ટ બહાર આવે તે પહેલાં તેને બદલવામાં આવશે કે નહીં. તે જ સમયે,રાજદ્વારી કહે છે કે આ રિપોર્ટનું અંતિમ સંસ્કરણ છે.

આ દરમિયાન ડબ્લ્યુએચઓનાં વડા ટેડ્રોસ અદાનોમ ગેબ્રેયસસે સ્વીકાર્યું કે સપ્તાહના અંતમાં તેમને અહેવાલ મળ્યો છે અને મંગળવારે તે ઔપચારિક રીતે રજૂ કરવામાં આવશે. સંશોધનકારોએ સાર્સ-કોવ -2 નામના કોરોના વાયરસની ઉત્પત્તિની ચાર સ્થિતિઓ વર્ણવી છે. જેમાં તે ચામાચીડિયાથી લઈને અન્ય જંતુઓમાં તે ફેલાયો હોય. તે મુખ્ય બાબત છે.

Published On - 9:39 am, Tue, 30 March 21

Next Article