Coronavirus Origin China: કોરોના વાયરસ કેવી રીતે ફેલાયો? ચીને WHOને આંકડા આપવાનો કર્યો ઈનકાર

|

Aug 14, 2021 | 4:54 PM

આ વાયરસનો ફેલાવો ચીનના વુહાન શહેરથી જ શરૂ થયો હતો. જે બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અન્ય ઘણા નેતાઓએ દાવો કર્યો હતો કે વાયરસ ચીનની લેબમાં બનાવવામાં આવ્યો છે.

Coronavirus Origin China: કોરોના વાયરસ કેવી રીતે ફેલાયો? ચીને WHOને આંકડા આપવાનો કર્યો ઈનકાર
File Image

Follow us on

ચીને (China) કોરોના વાયરસની ઉત્પત્તિ સંબંધિત તપાસ મામલે આગામી તપાસનો ઈન્કાર કર્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના બીજા રાઉન્ડની તપાસના નિર્ણય અંગે તેમણે કહ્યું કે તે તર્કસંગત નથી. ચીને કહ્યું કે વાયરસ કેવી રીતે ફેલાય છે તે જાણવા માટે, તે રાજકારણ કરતાં વૈજ્ઞાનિક પ્રયાસોને વધુ મહત્વનું માને છે. હકીકતમાં વિશ્વના ઘણા દેશો ફરી એકવાર ચીનમાં વાયરસનું મૂળ શોધવા માટે તપાસની માંગ કરી રહ્યા છે.

 

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આ વાયરસનો ફેલાવો ચીનના વુહાન શહેરથી જ શરૂ થયો હતો. જે બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અન્ય ઘણા નેતાઓએ દાવો કર્યો હતો કે વાયરસ ચીનની લેબમાં બનાવવામાં આવ્યો છે. વુહાનની જે બજારમાંથી વાયરસ ફેલાવાનું શરૂ થયું તે લેબની નજીક છે. એવું કહેવાય છે કે આ લેબમાં વાયરસ બનાવવામાં આવ્યો હતો, જે લીક થયો અને સમગ્ર વિશ્વમાં ફેલાયો. તેનો પહેલો કેસ વર્ષ 2019ના અંતમાં ચીનમાં મળી આવ્યો હતો અને આજે પણ વિશ્વ તેની સામે લડી રહ્યું છે.

 

 

ચીન વિશે એવું પણ કહેવામાં આવે છે કે તેણે વિશ્વને યોગ્ય સમયે વાયરસ વિશે માહિતી આપી ન હતી. જો તેમણે માહિતી આપી હોત તો આ જીવલેણ રોગચાળો અટકાવી શકાયો હોત, જેણે માત્ર વૈશ્વિક અર્થવ્યવસ્થાને જ તબાહ કરી નાંખી હતી, પરંતુ 40 લાખથી વધુ લોકોના મોત નિપજ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ટીમ પણ જાન્યુઆરી 2021માં તપાસ માટે વુહાન ગઈ હતી. પરંતુ તેના તપાસ રિપોર્ટમાં વાયરસના ફેલાવા અંગે કોઈ માહિતી મળી નથી.

 

 

ડબ્લ્યુએચઓએ ગુરુવારે ચીનને કોવિડ -19ના પ્રારંભિક કેસો સંબંધિત ડેટા પૂરો પાડવા કહ્યું હતું. જેથી વાયરસના મૂળની તપાસ થઈ શકે. જે બાદ ચીને વળતો પ્રહાર કર્યો અને પોતાની સ્થિતિનું પુનરાવર્તન કર્યું અને કહ્યું કે પ્રાથમિક તપાસ પૂરતી છે અને વૈજ્ઞાનિકની તપાસને બદલે વધુ ડેટાની માંગ રાજકીય પ્રેરિત છે. ચીનના નાયબ વિદેશ મંત્રીએ કહ્યું, ‘અમે રાજકીય ટ્રેસિંગનો વિરોધ કરીએ છીએ અને વૈજ્ઞાનિક ટ્રેસિંગને ટેકો આપીએ છીએ.’

 

 

આ પણ વાંચો : ડીઝલ ખર્ચ અને વીજળીના બિલમાંથી છુટકારો મેળવો, સિંચાઈ માટે સોલર પંપ લગાવો, સરકાર આપી રહી છે પૈસા

 

આ પણ વાંચો :Elon Musk Salary: 2020માં એલન મસ્કનો પગાર Zero હતો, ટેસ્લા કંપનીએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું આ કારણ

Next Article