બ્રિટનમાં કોરોના વાયરસનો કહેર યથાવત, કોરોના સંક્રમણના 40,954 કેસ નોંધાયા, હવે સરકાર પ્લાન ‘C’ પર કરશે કામ

Britain Coronavirus Cases: બ્રિટનમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. અહીં કોરોના સંક્રમણના 40,954 નવા કેસ નોંધાયા છે. જેના કારણે દેશમાં કુલ કેસની સંખ્યા વધીને 8,853,227 થઈ ગઈ છે.

બ્રિટનમાં કોરોના વાયરસનો કહેર યથાવત, કોરોના સંક્રમણના 40,954 કેસ નોંધાયા, હવે સરકાર પ્લાન C પર કરશે કામ
UK Coronavirus Cases
| Edited By: | Updated on: Oct 27, 2021 | 7:31 PM

Britain Coronavirus Cases: બ્રિટનમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. અહીં કોરોના સંક્રમણના 40,954 નવા કેસ નોંધાયા છે. જેના કારણે દેશમાં કુલ કેસની સંખ્યા વધીને 8,853,227 થઈ ગઈ છે. મંગળવારે સત્તાવાર આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. દેશમાં કોવિડ-19થી સંબંધિત 263 મોત પણ નોંધાયા છે. જે બાદ મૃતકોની કુલ સંખ્યા વધીને 139,834 (UK Covid Deaths) થઈ ગઈ છે. આ આંકડાઓમાં કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળતા 28 દિવસની અંદર મૃત્યુ પામેલા લોકોના મૃત્યુનો જ સમાવેશ થાય છે.

હાલમાં કોવિડ-19 ના 8,693 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. તાજેતરના આંકડા એવા સમયે આવ્યા છે જ્યારે આરોગ્ય અને સામાજિક સંભાળ વિભાગના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રોફેસર લ્યુસી ચેપલે કહ્યું છે કે, કોવિડ પ્લાન સી પ્લાન બી કરતાં વધુ પગલાં માટે ‘સૂચિત’ કરવામાં આવ્યો છે. પ્લાન Bમાં મુખ્યત્વે ઘરેથી કામ, ફરજિયાત માસ્ક પહેરવા અને વેક્સિન પાસપોર્ટ રાખવા જેવા પગલાંનો સમાવેશ થાય છે.

કોવિડ પ્રતિબંધો લાદવાની માંગ વધી

યુકેમાં છેલ્લા કેટલાક દિવસો અને અઠવાડિયામાં કેસ વધી રહ્યા છે, જેના કારણે વધુ COVID સંબંધિત પ્રતિબંધો લગાવવા માટે માંગ થઈ રહિ છે. આ દરમિયાન સરકારના પ્રવક્તાએ એવા અહેવાલોને ફગાવી દીધા છે કે વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની કોવિડ ‘પ્લાન બી’ માર્ચ 2022 ના અંત સુધીમાં પાંચ મહિના સુધી ચાલવાની યોજના ધરાવે છે. પ્રવક્તાએ કહ્યું કે, આ અહેવાલો ખોટા છે. રસીકરણ વિશે વાત કરીએ તો, યુકેમાં 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના 86 ટકાથી વધુ લોકોએ રસીનો પ્રથમ ડોઝ (Vaccination in UK) મેળવ્યો છે અને 79 ટકાથી વધુ લોકોએ બંને ડોઝ મેળવ્યા છે.

ચીનમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ બની બેકાબૂ, લાન્ઝોઉ શહેરમાં લગાવાયું લોકડાઉન

ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. સંક્રમણના વધતા જતા કેસોને રોકવા માટે, સરકારે ઉત્તર-પશ્ચિમ શહેર લેન્ઝોઉમાં લોકડાઉન લાગુ કર્યું છે. આ શહેરની વસ્તી 40 લાખની આસપાસ છે. ચીને સ્થાનિક સ્તરે કોરોના વાયરસના વધતા કેસોને ઘટાડવા માટે મંગળવારે આ લોકડાઉનની જાહેરાત કરી છે (Lockdown in China). લોકોને ઘરની બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે. તેમને માત્ર ઈમરજન્સીમાં જ ઘરની બહાર નીકળવાની છૂટ આપવામાં આવી છે.

 

આ પણ વાંચો: રાષ્ટ્રીય સલામતીને જોખમમાં મૂકી એક્સચેન્જ નેટવર્ક ચલાવતા આરોપીની ગુજરાત ATSએ કરી ધરપકડ, દેશના અર્થતંત્રને પહોંચાડી રહ્યા હતા નુકસાન, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો: CAT Admit Card 2021: આજથી CAT એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો, IIM અમદાવાદ આ સમયે લિંક એક્ટિવેટ કરશે