Corona Vaccine: અમેરિકામાં 12-17 વર્ષના 56 ટકા બાળકોને લાગ્યો વેક્સિનનો પહેલો ડોઝ, ભારતમાં આવતા મહિને રસીકરણ શરૂ થાય તેવી શક્યતા

અમેરિકામાં બાળકોને પણ કોરોના વેક્સિન આપવાની શરૂઆત થઈ ચુકી છે. 56 ટકા બાળકોને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

Corona Vaccine: અમેરિકામાં 12-17 વર્ષના 56 ટકા બાળકોને લાગ્યો વેક્સિનનો પહેલો ડોઝ, ભારતમાં આવતા મહિને રસીકરણ શરૂ થાય તેવી શક્યતા
File Image
| Edited By: | Updated on: Sep 23, 2021 | 5:36 PM

વિશ્વભરમાં કોરોનાએ (Corona) ભરડો લીધો છે. છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી આ બિમારીથી લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોના સામેની લડાઈમાં એક માત્ર હથિયાર હોય તો તે છે કોરોના વેક્સિન. (Corona Vaccine) હાલ વિશ્વભરમાં કોરોના રસીકરણની (Corona vaccination) કામગીરી શરૂ કરવામાં આવી છે.  

 

અમેરિકામાં કોરોના વાઈરસનું ડેલ્ટા વેરિએન્ટ ઘાતક અસર દેખાડી રહ્યું છે. શાળાઓ અને અન્ય જાહેર સ્થળો ખોલ્યા પછી બાઈડન સરકારે બાળકોને કોરોના મહામારીથી રક્ષણાત્મક કવચ પૂરું પાડવા માટે યુદ્ધના ધોરણે અભિયાન પણ ચલાવ્યું છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર અમેરિકામાં 12થી 17 વર્ષની વયના લગભગ 56 ટકા બાળકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે, જ્યારે 45 ટકા બાળકોને બીજો ડોઝ મળ્યો છે.

 

સરકારે બાળકોને રસી અપાવવા અંગે વાલીઓમાં રહેલો ખચકાટ દૂર કરવા માટે જાગૃતિ અભિયાન પણ શરૂ કર્યું છે. બાળકો માટે રસીની મંજૂરી આપનાર અમેરિકા વિશ્વનો પ્રથમ દેશ હતો. મે મહિનામાં 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને રસી આપવાનું શરૂ થયું હતું.

 

ફાઈઝર ફેમિલી સર્વે મુજબ 12થી 17 વર્ષની ઉંમરના આશરે 20 ટકા માતા -પિતા પોતાના બાળકોને રસી આપવામાં અચકાતા હોય છે. ટેક્સાસની રેને કહ્યું કે તે બાળકોને કોરોના પહેલાનું સામાન્ય જીવન જીવતા જોવા માંગે છે, પરંતુ બાળકોને આડઅસરોનું જોખમ રહેલું છે.

 

બીજી તરફ ફાઈઝરનું કહેવું છે કે છ મહિનાથી પાંચ વર્ષના બાળકો પર તેની રસીનો ડેટા ટૂંક સમયમાં આવી રહ્યો છે. ફાઈઝરના સીઈઓ આલ્બર્ટ બોરિયાનું કહેવું છે કે પરીક્ષણોએ સકારાત્મક પરિણામો આપ્યા છે. આશા છે કે પરીક્ષાના અંતિમ પરિણામો વધુ સારા આવશે.

 

યુનિસેફના ડેટા અનુસાર ભારતમાં બાળકોની વસ્તી લગભગ 25 કરોડ છે. તાજેતરના રાષ્ટ્રીય સેરો સર્વે અનુસાર લગભગ 60 ટકા બાળકોની વસ્તી ચેપ માટે સંવેદનશીલ છે. ડ્રગ્સ રેગ્યુલેટર DCGIએ સ્વદેશી કેડિલા કંપનીની Xycov-D રસીને મંજૂરી આપી છે. આ રસી 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને આપી શકાય છે. આગામી મહિનાથી ભારતમાં બાળકોનું રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

 

આ પણ વાંચો : England Cricket : ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને બોર્ડના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા, કહ્યું- તમને ખેલાડીઓની થાકવાની ચિંતા છે તો IPL માં કેમ મોકલ્યા ?

 

આ પણ વાંચો :Video : કોલ્હાપુરમાં વીજળી પડવાના દિલ ધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ, આ જબરદસ્ત વિસ્ફોટ જોઈને તમે પણ ચોંકી જશો !