Corona Updates: રશિયામાં કોરોનાથી હાહાકાર, 24 કલાકમાં 1024 લોકોનાં મોત અને 34 હજાર કરતા વધારે નોંધાયા નવા કેસ

|

Oct 21, 2021 | 7:32 PM

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 30 ઓક્ટોબરથી દેશ આખામાં એક એઠવાડિયાની પેઈડ રજા જાહેર કરવાના સરકારના પ્લાનને મંજુરી આપી છે. જેના વિશે પુતિને જણાવ્યું કે, તેનો મુખ્ય હેતુ લોકોના જીવન અને સ્વાથ્યની રક્ષા કરવાનો છે.

Corona Updates: રશિયામાં કોરોનાથી હાહાકાર, 24 કલાકમાં 1024 લોકોનાં મોત અને 34 હજાર કરતા વધારે નોંધાયા નવા કેસ
More than a thousand deaths in the last 24 hours In Russia

Follow us on

રશિયામાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે જેમાં છેલ્લા 24 કલાકમાં 1024 લોકોના મોત થયા છે. કોરોનાના સંક્રમણને ઘટાડવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનએ કર્માચારીઓ માટે એક અઠવાડિયાની પેઈડ રજાની જાહેરાત કરી છે. એટલું જ નહીં તેઓએ લોકોને જવાબદારી સમજી વેક્સિન લેવાની પણ અપીલ કરી છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 30 ઓક્ટોબરથી દેશ આખામાં એક એઠવાડિયાની પેઈડ રજા જાહેર કરવાના સરકારના પ્લાનને મંજુરી આપી છે. જેના વિશે પુતિને જણાવ્યું કે, તેનો મુખ્ય હેતુ લોકોના જીવન અને સ્વાથ્યની રક્ષા કરવાનો છે.

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનએ કોરોનાના વધી રહેલા કેસ માટે વેક્સિનેશનની ધીમી ગતિને જવાબદાર ગણાવી હતી. રશિયામાં સ્પુતનિક વી વેક્સિનની ઉપલબ્ધતા છતાં માત્ર 33 % લોકો સંપૂર્ણ વેક્સિનેટેડ થઈ શક્યા છે. એવામાં અહીં છેલ્લા અઠવાડીયામાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનએ જણાવ્યું કે, ‘તેઓ એ વાતથી હેરાન છે કે આટલા લોકો રશિયન વેક્સિન લેવાનો ઈનકાર કરી રહ્યા છે. ત્યાં સુધી કે તેમાં તેમના નજીકના દોસ્ત પણ સામેલ છે. તેઓએ કહ્યું કે, આ ગજબ છે. લોકો શિક્ષિત છે, તેમની પાસે વૈજ્ઞાનિક ડિગ્રી છે. મને એ સમજાય નથી રહ્યું કે, આવું કેમ થઈ રહ્યું છે.’

પુતિન સતત લોકોને કોરોના વેક્સિન લેવાની અપીલ કરી રહ્યા છે. તેઓએ બુધવારે એકવાર ફરી નાગરિકોને અપીલ કરી કે વેક્સિન લે. પુતિનએ લોકોને કહ્યું કે તેઓ તેમની જવાબદારી નિભાવે. બુધવારે રશિયામાં કોરોનાના 34000 નવા કેસ આવ્યા છે.

અહીં અત્યાર સુધી 226,353 લોકોના મોત થયા છે. જે યુરોપના કોઈ પણ દેશ કરતાં વધારે છે. ત્યારે રશિયા પ્રશાસન પર કેસ ઓછા દર્શાવવાના આરોપો પણ લાગતા રહ્યા છે. એવામાં પુતિનએ સ્થાનિક અધિકારીઓને કહ્યું કે તેઓ કોરોના કેસની સંખ્યાનો રિપોર્ટ ઘટાડે નહીં. તેમને તે ખત્તરનાક ગણાવ્યું હતું.

Next Article