કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે, રાજધાની બેઇજિંગને કરાઈ લોક, આગામી દિવસોમાં વધુ ખરાબ થશે પરિસ્થિતિ

|

Oct 24, 2021 | 11:41 PM

ચીનમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશના આરોગ્ય અધિકારીએ કહ્યું કે, આગામી દિવસોમાં નવા કેસોમાં વધુ વધારો થશે.

કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે, રાજધાની બેઇજિંગને કરાઈ લોક, આગામી દિવસોમાં વધુ ખરાબ થશે પરિસ્થિતિ
Corona delta variant is spreading rapidly in China

Follow us on

China Delta Variant Outbreak: ચીનમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશના આરોગ્ય અધિકારીએ કહ્યું કે, આગામી દિવસોમાં નવા કેસોમાં વધુ વધારો થશે. સંક્રમિત વિસ્તારોની સંખ્યામાં પણ વધારો થવાની ધારણા છે. ચીનના નેશનલ હેલ્થ કમિશનના અધિકારી વુ લિયાંગ્યુએ રવિવારે બેઇજિંગમાં એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, વાયરસનો તાજેતરનો કહેર ડેલ્ટા વેરિએન્ટ (Coronavirus Situation in China) ને કારણે છે. કમિશનના પ્રવક્તા મી ફેંગે જણાવ્યું હતું કે, 17 ઓક્ટોબરથી, સંક્રમણ માત્ર એક અઠવાડિયામાં 11 પ્રાંતોમાં ફેલાયો છે.

મીએ કહ્યું કે, જેઓ સંક્રમિત થયા છે તેમાંથી મોટાભાગના લોકોએ વિદેશ પ્રવાસ કર્યો છે. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોને ‘ઈમરજન્સી મોડ’ અપનાવવા કહ્યું છે. પરિવહન મંત્રાલયના અધિકારી ઝોઉ મીનના જણાવ્યા અનુસાર, વાયરસને કારણે રાજધાની લેન્ઝોઉ અને આંતરિક મંગોલિયા સહિત ગાનસુ પ્રાંતના કેટલાક શહેરોમાં બસ અને ટેક્સી સેવાઓ બંધ કરવામાં આવી છે. નેશનલ હેલ્થ કમિશન અનુસાર, ચીને શનિવારે કોવિડ-19 ના 26 નવા સ્થાનિક કેસોની પુષ્ટિ કરી છે. જેમાં આંતરિક મંગોલિયામાં 7, ગાંસુમાં 6, નિંગ્ઝિયામાં 6, બેઇજિંગમાં 4, હેબેઈમાં એક, હુનાનમાં એક અને શાનક્સીમાં એક કેસ નોંધાયા છે.

ડેલ્ટા વેરિઅન્ટ એશિયામાં ફેલાઈ રહ્યો છે

હુનાન અને યુનાનમાં ચાર અન્ય સ્થાનિક કેસ પણ નોંધાયા છે. પરંતુ દર્દીઓમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા ન હતા. એશિયામાં ડેલ્ટા વેરિઅન્ટના વધતા જતા કેસોને કારણે સરકારોને આર્થિક પ્રવૃત્તિને વેગ આપવાનું મુશ્કેલ થઈ રહ્યું છે. સિંગાપોરે શનિવારે જાહેરાત કરી હતી કે 1 જાન્યુઆરીથી, ફક્ત તે જ કામદારો કે જેમણે કોરોનાવાયરસ રસી સંપૂર્ણ રીતે મેળવી લીધી છે અથવા જેઓ છેલ્લા 270 દિવસમાં કોવિડ-19માંથી સાજા થયા છે તે કામ પર પાછા આવી શકશે.

Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?

રાજધાની બેઇજિંગને લોક કરવામાં આવી

ચીનની રાજધાની બેઇજિંગમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જેના કારણે તેને લોક કરવામાં આવી છે. અહીં ત્રણ જિલ્લાઓ તેની પકડમાં આવ્યા છે. બેઇજિંગ સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલના ડેપ્યુટી હેડ પાંગ ત્સાઇએ જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક કેન્દ્ર હૈડેન પણ અસરગ્રસ્ત જિલ્લાઓમાં સમાવિષ્ટ છે. પાંગના જણાવ્યા મુજબ, શનિવારે બપોરે અને રવિવારે બપોરે 3 વાગ્યા વચ્ચે, પાંચ નવા સ્થાનિક કોવિડ કેસોની પુષ્ટિ થઈ છે. બેઇજિંગ ડેઇલી રિપોર્ટ અનુસાર, વાયરસને કારણે બીજિંગ 31 ઓક્ટોબરે યોજાનારી મેરેથોનને રદ કરશે. અખબારે જણાવ્યું હતું કે, જે શહેરોમાં સંક્રમણના કેસ જોવા મળ્યા છે, ત્યાં લોકોને રાજધાનીમાં આવવા અથવા પાછા ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો: પત્ની પૈસા અને ફોન! પત્નીને બે લાખમાં વેચીને પતિએ ખરીદ્યો મોંઘો સ્માર્ટફોન, 2 મહિના પહેલા જ થયા હતા લગ્ન

આ પણ વાંચો: Railway Recruitment 2021: રેલવેમાં 2206 જગ્યાઓ પર ભરતી, પરીક્ષા વગર 10 પાસ માટે નોકરીની તક

Next Article