ગજબ હો બાકી ! નાગરિકો કોરોનાની ગાઇડલાઇનનું પાલન ના કરવા છતાં પણ આ જગ્યા પર આજ દિવસ સુધી નથી પહોંચ્યો કોરોના

|

Oct 30, 2021 | 1:01 PM

2019થી દુનિયા ભરમાં કોરોનાનો કહેર છે. ત્યારે મીડિયા રિપોર્ટ અનુસાર, આ જગ્યાએ કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. અહીં લોકો સામાન્ય જીવન જીવી રહ્યા છે.

ગજબ હો બાકી ! નાગરિકો કોરોનાની ગાઇડલાઇનનું પાલન ના કરવા છતાં પણ આ જગ્યા પર આજ દિવસ સુધી નથી પહોંચ્યો કોરોના
File Photo

Follow us on

2019થી શરૂ થયેલી કોરોના (corona) મહામારીએ સમગ્ર વિશ્વમાં લાખો લોકોના જીવ લીધા છે. તો કરોડો લોકો સંક્રમિત થયા છે. જેના કારણે દુનિયાના ઘણા દેશોએ લોકડાઉન કરતા દોડધામભરી જીંદગી પર બ્રેક લાગી ગઈ હતી. આ કોરોનાને કારણે કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને ઘણી મહાન હસ્તીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવી જગ્યા હતી જ્યાં કોરોના હજુ સુધી પહોંચ્યો નથી.

વાંચીને આંચકો લાગ્યો ને ? પરંતુ આ સાચું છે. અમે વાત કરી રહ્યા છીએ સેન્ટ હેલેના (Saint Helena) ટાપુની. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ જગ્યાએ કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. સેન્ટ હેલેનાની સૌથી ખાસ વાત એ છે કે અહીં કોરોનાના કોઈ નિયમોનું પાલન કરવામાં આવતું નથી, અહીંના લોકો પહેલાની જેમ સામાન્ય જીવન જીવી રહ્યા છે. માસ્ક કે સામાજિક અંતરની જરૂર નથી.

આ ટાપુ નેપોલિયનના કારણે જાણીતો છે
જો આપણે સલામતીની વાત કરીએ તો અહીંના લોકો સમયાંતરે હાથ ધોતા હોય છે અને ખાંસતી વખતે કોણી વડે મોં ઢાંકે છે. આ સિવાય અહીં સુરક્ષાની અન્ય પદ્ધતિઓ અપનાવવામાં આવતી નથી. કોરોનાના શૂન્ય કેસને કારણે અહીં પ્રવાસીઓની ભીડ જોવા મળે છે. અહીં લોકો પહેલાની જેમ સામાન્ય જીવન જીવી રહ્યા છે. માસ્ક કે સામાજિક અંતરની જરૂર નથી.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

બ્રિટન કોરોનાથી ખરાબ રીતે હચમચી ગયું હતું. જ્યાં આ ટાપુએ બુદ્ધિપૂર્વક કોરોના મહામારીને કંટ્રોલ કર્યું હતું. જે પણ પ્રવાસીઓ અહીં આવે છે. તેઓ આગમનના 72 કલાક પહેલા કોરોના નેગેટિવ રિપોર્ટ અને નીકળતા પહેલા નેગેટિવ રિપોર્ટ સબમિટ કરે છે.

તમને જણાવી દઈએ કે આ આઈલેન્ડ માત્ર 120 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. દક્ષિણ એટલાન્ટિક મહાસાગરની મધ્યમાં આવેલા આ ટાપુમાં પાંચ હજારથી વધુ લોકો રહે છે. આ ટાપુ નેપોલિયનના કારણે જાણીતો છે. આ એ જ આઈલેન્ડ છે જ્યાં વર્ષ 1821માં નેપોલિયનનું મૃત્યુ થયું હતું.

 

આ પણ વાંચો : જો ફિલ્મોમાં રસ હોય તો સરકાર આપી રહી છે તક, અભિનય, ગીત સહીત આ 8 સ્પર્ધાઓમાં દેખાડો કમાલ અને મેળવો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં એન્ટ્રી

આ પણ વાંચો : Farmers Protest: હરિયાણા-દિલ્હીની ટીકરી બોર્ડર પર મોડી રાત સુધી ખેડૂતોનો હંગામો, પોલીસ રસ્તો ખોલે તે પહેલા JCB આડે સૂતા ખેડૂતો

Next Article