અમેરિકામાં ( america) કોરોના વાયરસના (corona ) કેસોએ ફરી એકવાર રેકોર્ડ તોડ્યો છે. સોમવારે અહીં 14 લાખથી વધુ કેસ નોંધાયા છે. આ પહેલા ક્યારેય આટલા કેસ ન તો અમેરિકામાં નોંધાયા છે અને ન તો વિશ્વના અન્ય કોઈ દેશમાં. દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટ્સ અને ડેલ્ટા વેરિઅન્ટ્સનો ખતરો બિલકુલ ઓછો નથી. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ટ્રેકર અનુસાર, અમેરિકામાં 1,481,375 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે અગાઉ 3 જાન્યુઆરીએ 11.7 લાખ કેસ નોંધાયા હતા.
આ સાથે અમેરિકામાં કુલ કેસની સંખ્યા વધીને 6,15,58,085 થઈ ગઈ છે. જ્યારે સોમવારે 1,906 મૃત્યુ બાદ કુલ મૃતકોની સંખ્યા 8,39,500 પર પહોંચી ગઈ છે. સોમવારના રોજ સૌથી વધુ કેસ નોંધાયા હતા કારણ કે ઘણા રાજ્યો વીકએન્ડ પર આ મામલે જાણ કરતા નથી જે દિવસે રેકોર્ડ કેસ સામે આવ્યા તે જ દિવસે હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યા પણ રેકોર્ડ બ્રેક રહી હતી. માત્ર ત્રણ સપ્તાહમાં આ આંકડો બમણો થઈ ગયો છે. અમેરિકામાં કોરોના વાયરસના કારણે 1,41,000 લોકો હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે અગાઉ ગયા વર્ષે જાન્યુઆરીમાં આ આંકડો રેકોર્ડ 132,051 નોંધાયો હતો.
ફ્રાન્સના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે અહીં 24 કલાકમાં રેકોર્ડ 368,149 કેસ નોંધાયા છે. શુક્રવાર પછી સ્વીડનમાં રેકોર્ડ 70,641 કેસ નોંધાયા છે. આ દરમિયાન અહીં 54 મૃત્યુ પણ થયા છે. બીજી તરફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે જો આગામી બે મહિના સુધી ઈન્ફેક્શનના કેસ આ રીતે સામે આવતા રહે તો યુરોપની અડધાથી વધુ વસ્તી ઓમિક્રોનથી સંક્રમિત થઈ શકે છે. આ સાથે ડબ્લ્યુએચઓએ કહ્યું કે ઓમિક્રોનને ફ્લૂ જેવી નાની બિમારી માની લેવી નહીં.
ઓસ્ટ્રેલિયામાં પણ સ્થિતિ નિયંત્રણમાં નથી. ન્યૂ સાઉથ વેલ્સમાં, એક દિવસમાં 34,759 કેસ નોંધાયા છે અને 2,242 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે વિક્ટોરિયા રાજ્યમાં 40,127 કેસ નોંધાયા હતા અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા 946 હતી. બંને રાજ્યોમાં 21 મૃત્યુ નોંધાયા છે. હવે ન્યુ સાઉથ વેલ્સમાં, જો કોઈ વ્યક્તિ કોરોના વાયરસના પોઝિટિવ રિપોર્ટ વિશે માહિતી નહીં આપે, તો તેને 1000 ડોલરનો દંડ પણ લાગશે. બ્રિટનની વાત કરવામાં આવે તો અહીં 24 કલાકમાં 120,821 નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન 379 દર્દીઓના મોત થયા છે. 4 જાન્યુઆરીથી અહીં કેસ સતત ઘટી રહ્યા છે. ત્યારબાદ 218,376 કેસ નોંધાયા હતા. જોકે મૃત્યુના કેસમાં વધારો થયો છે.
આ પણ વાંચો : Lockdown In China : ચીનમાં બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક પર લાગી શકે છે કોરોનાનું ગ્રહણ, આ શહેરમાં લાગ્યું લોકડાઉન
આ પણ વાંચો : Corona Guideline : કોરોના કાળમાં ઘરમાં કોઇ ફંક્શન છે અથવા તો મુસાફરી કરવી છે તો આ નિયમોનું રાખો ધ્યાન